બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 10:16 AM, 1 March 2024
માર્ચના મહિનામાં એકથી એક બેસ્ટ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મોની ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મહિને અમુક ખૂબ જ ખાસ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. જેમાં હોરર, થ્રિલ, કોમેડીથી લઈને એનિમેટેડ મૂવીઝ પણ શામેલ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
યોદ્ધા
સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ફિલ્મ યોદ્ધા 15 માર્ચે થિએટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. આ હાઈ ઓક્ટેન એક્શન ફિલ્મમાં સિદ્ધાર્થ સોલ્જરની ભુમિકામાં ધમાલ મચાવવા તૈયાર છે.
ક્રૂ
કરીના કપૂર ખાન, કૃતિ સેનન અને તબ્બૂની મચઅવેટેડ ફિલ્મ 'ક્રૂ'ને લઈને દર્શકોની વચ્ચે ગજબનું બઝ છે. રાજેશ એ કૃષ્ણનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 29 માર્ચે સિનેમાઘરોમાં દસ્તક આપશે.
લાપતા લેડીઝ
કિરણ રાવની 'લાપતા લેડીઝ' 1 માર્ચ એટલે કે આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં રવિ કિશન એક સારી ભૂમિકામાં જોવા મળશે.
શૈતાન
અજય દેવગણની મચઅવેટેડ સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ "શૈતાન" પણ રિલીઝ થવા જઈ રહી છે. વિકાસ બહલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 8 માર્ચે સિનેમાઘરોમાં દસ્તક આપશે.
બસ્તર ધ નક્સલ સ્ટોરી
અદા શર્માની અપકમિંગ ફિલ્મ 'બસ્તર ધ નક્સલ સ્ટોરી'ની જ્યારથી જાહેરાક થઈ છે. ફેંસ આ મૂવીની આતુકતાથી રાહ જોઈ રહ્યા છે. સુદીપ્તો સેનના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 15 માર્ચ 2024એ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
કાગજ-2
દિવંગત અભિનેતા સતીશ કૌશિકની છેલ્લી ફિલ્મ કાગજ-2 આજે એટલે કે 1 માર્ચે થિએટર્સમાં રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મમાં સતીશ કૌશિક ઉપરાંત અનુપમ ખેર, નીના ગુપ્તા, સ્મૃતિ કાલરા, દર્શન કુમાર, પણ મહત્વની ભુમિકામાં છે.
મર્ડર મુબારક
મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ 'મર્ડર મુબારક' 15 માર્ચે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં સારા અલી ખાન, કરિશ્મા કપૂર, વિજય વર્મા, પંકજ ત્રિપાઠી, ડિંપલ કાપડિયા, સંજય કપૂર સહિત ઘણા સ્ટાર્સ જોવા મળશે.
કુંગ ફૂ પાંડા 4
એનિમેટેડ ફિલ્મ કુંગ ફૂ પાંડા 4 પણ 15 માર્ચે રિલીઝ થવાની છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.