બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદ / The charm of flowers in Pramukh Swami Nagar

આકર્ષણનું કેન્દ્ર / પ્રમુખસ્વામી નગર માટે એમેઝોનના જંગલથી લવાયા વૃક્ષ-ફૂલો, જુઓ ફ્લાવર ગાર્ડનના અદભૂત દ્રશ્યો

Dinesh

Last Updated: 03:49 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રમુખ સ્વામીની મૂર્તિની ફરતે વિદેશી ફુલોનો શણગાર કરવામાં આવ્યો છે તે આકર્ષણ કેન્દ્ર બન્યું છે, મૂર્તિને ફરતે પીનુતિયા અને પેનેસિલ ફુલોનો અનોખો શણગાર કરાયો

  • પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી 
  • પ્રમુખ સ્વામી નગરમાં ફૂલોનું આકર્ષણ 
  • પ્રમુખ સ્વામીની મૂર્તિ પાસે વિદેશી ફૂલોનો શણગાર


 BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવાઇ રહ્યો છે. ત્યારે અમદાવાદના પશ્ચિમ છેડે એસ પી રિંગ રોડ પાસે આ મહોત્સવને લઇ 600 એકર જગ્યામાં સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામીની મૂર્તિની ફરતે વિદેશી ફુલોનો શણગાર કરવામાં આવ્યો છે તે આકર્ષણ કેન્દ્ર બન્યું છે.

પ્રમુખ સ્વામી નગરમાં ફુલોનું આકર્ષણ 
અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. જેમાં દેશ-વિદેશોમાંથી લાખો ભક્તો પ્રમુસ્વામી મહારાજને ભાવાંજલિ આપવા ઉમટી રહ્યા છે. ત્યારે અમદાવાદના SP રિંગ રોડ પર 600 એકરમાં બનાવવામાં આવેલ પ્રમુખ સ્વામી નગરની ચર્ચા ભારત સહિત વિશ્વભરમાં થઇ રહીં છે. નગરની અનેક બાબતો લોકોની આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. શતાબ્દી મહોત્સવ અંતર્ગત પ્રમુખ સ્વામી નગરમાં ફુલોનું આકર્ષણ લોકોમાં કેન્દ્ર બિંદુ બન્યું છે. 30 ફૂટ ઊંચી પ્રમુખ સ્વામીની મૂર્તિ પાસે વિદેશી ફુલોનો શણગાર કરવામાં આવ્યો છે. મૂર્તિને ફરતે પીનુતિયા અને પેનેસિલ ફુલોનો અનોખો શણગાર કરાયો છે. તેમજ દક્ષિણ અમેરિકાના એમેઝોન જંગલના વૃક્ષો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

પીનુતિયા અને પેનિસિલ ફુલ
આજે આ મહોત્સવનો ચોથો દિવસ છે. આ નગરમાં ફુલોનું આગવું આકર્ષણ છે. પ્રમુખ સ્વામીની 30 ફૂટ ઊંચી મૂર્તિ પાસે વિદેશી ફૂલો જમાવ્યું આકર્ષણ જમાવ્યું છે અને મૂર્તિ ફરતે પીનુતિયા અને પેનિસિલ ફુલોનો ઉપયોગ કરાયો છે. 1035થી વધુ ફૂલો નગરમાં લગાવ્યા છે. દક્ષિણ અમેરિકાનાં એમેઝોનના જંગલના વૃક્ષોનો નગરમાં સમાવેશ છે.

બોધપાઠ આપતી પ્રતિકૃતિઓ
આ ઉપરાંત અહીં ગ્લો ગાર્ડનમાં એન્ટર થતા જ સિંહો સહિતની પ્રતિકૃતિઓ જોવા મળે છે. આ પ્રતિકૃતિઓમાં સિંહની પ્રતિકૃતિથી હિંમતનો સંદેશ આપે છે. બતકોના ઝુંડથી હાર્મનીનો સંદેશો મળે છે. તો મહારાણા પ્રતાપની સાથે ચેતક ઘોડાની પ્રતિકૃતિ માણસ પ્રત્યે વફાદારનો સંદેશ આપે છે. ઘેટા-બકરીની પુલ પરની વાર્તાની પ્રતિકૃતિ નમ્રતા દર્શાવે છે. પાંદડુ લઇને જતી કિડિઓમાં એકતા જોવા મળે છે. રીંછની અને હિરણની વાર્તાઓથી અહીં કોઇના કોઇ પ્રકારે સંદેશ આપવા પ્રયાસ કરાયો છે.

જીવન ઉપયોગી સંદેશો 
આમ બીજાના ભલામાં જ આપણું ભલું અને બીજાના સુખમાં જ આપણું સુખ એ જીવનસૂત્ર જીવનારા પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવાઇ રહ્યો છે. ત્યારે અહીં ગ્લો ગાર્ડન લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં જે પણ લોકો આવે તે કંઇક નવું શીખે અથવા કોઇ સંદેશો પોતાના જીવનમાં ઉતારી શકે તે માટે BAPS દ્વારા પ્રયાસ કરાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ