બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The center of the world's fifth largest food company will start in Gujarat: the announcement of the establishment of GCC

ગુડ ન્યૂઝ / ગુજરાતમાં શરૂ થશે દુનિયાની પાંચમી સૌથી મોટી ફૂડ કંપનીનું સેન્ટર: GCCની સ્થાપનાનું એલાન, CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં થયા MOU

Malay

Last Updated: 02:24 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝ દ્વારા ગુજરાતમાં કંપનીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)ની સ્થાપના માટે MOU થયા.

  • ક્રાફ્ટ હેઈન્ઝ કંપનીએ ગુજરાતમાં સેન્ટર શરૂ કર્યુ
  • ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની સ્થાપના માટે કંપની-સરકાર વચ્ચે MOU
  • ક્રાફ્ટ હેઈન્ઝ દ્વારા ગુજરાતમાં GCCની સ્થાપના માટે MOU થયા
  • CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં MOU કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વમાં, રાજ્ય સરકારે 'આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત'ના વિઝનને સંસ્થાકીય બનાવવાના પ્રયાસો કરી રહી છે. આ હેતુસર મજબૂત નીતિ ઘડતર અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકારે ગુજરાત IT/ITeS નીતિ 2022-27 જાહેર કરી છે. આ પોલિસીને અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે, રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા 29000થી વધુ નવા રોજગાર સર્જન માટે અત્યાર સુધીમાં 17 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે.


 
ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો અમદાવાદ ખાતે પ્રારંભ
આ જ શ્રેણીમાં વધુ એક સફળતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલૉજી વિભાગને મળી છે. તદ્અનુસાર વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝએ ગુજરાતમાં કંપનીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)નો અમદાવાદ ખાતે પ્રારંભ કર્યો છે. તેમજ આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં 1,800થી વધુ વ્યવસાયિકોની ભરતી કરવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર ગુજરાતમાં કામગીરીના વિસ્તરણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
 
ગાંધીનગરમાં MoU પર કરાયા હસ્તાક્ષર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગમંત્રી બળવંત સિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ક્રાફ્ટ હેઇન્ઝ કંપનીના ગ્લોબલ બિઝનેસ સર્વિસિસના વડા સર્જ ડી વોસ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ વિજય નેહરા વચ્ચે ગાંધીનગરમાં MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. ક્રાફ્ટ હેઇન્ઝનું ભારતમાં આ પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર છે જેનો પ્રારંભ ગુજરાતમાં થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું હતું કે, ગુજરાતમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનસ માટેના સાનુકૂળ વાતાવરણની પ્રતીતિનું ઉદાહરણ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની શરૂઆત થકી વધુ એકવાર પ્રસ્થાપિત થયું છે. 

GCC ક્રાફ્ટ હેઇન્ઝના મોટા પરિવર્તનમાં નવીનતમ પગલું છેઃ સર્જ ડી વોશ
ક્રાફટ હેઇન્ઝ સર્જ ડી વોશે મુખ્યમંત્રી સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે આવા કેન્દ્રની સ્થાપના અંગે પ્રારંભિક ચર્ચા કર્યા પછી ક્રાફ્ટ હેઈન્ઝે તરત જ નિર્ણય લીધો અને 6 મહિનામાં રાજ્યમાં તેમના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)ની સ્થાપના કરી છે. તેમજ વધુ રોજગાર અને રોકાણ માટે આજે ગાંધીનગર ખાતે આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર એ ક્રાફ્ટ હેઇન્ઝના મોટા પરિવર્તનમાં નવીનતમ પગલું છે. કંપની તેની ટેક્નોલોજી ક્ષમતાઓને ટેક્નોલોજી જાયન્ટ્સ અને અત્યાધુનિક ઇનોવેટર્સ સાથેની ભાગીદારી દ્વારા વિસ્તૃત કરી રહી છે. આ ક્ષમતાઓને વધુ વિસ્તૃત બનાવવા ક્રાફ્ટ હેઇન્ઝ તેની વૈશ્વિક કામગીરીમાં ઓપરેશનલ કાર્યક્ષમતા, નવીનતા અને સર્વિસ ડિલિવરી ચલાવવા માટે ઉભરતી ટેક, ડેટા એનાલિટિક્સ અને ચપળ પદ્ધતિઓનો ઉપયોગ કરશે.
 
'ગુજરાતમાં પ્રતિભાની ગુણવત્તાથી ખૂબ પ્રભાવિત થયા'
સર્જ ડી વોશે જણાવ્યું હતું કે, અમદાવાદમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર સ્થાપવા માટે તેઓ ગુજરાત સરકાર સાથે તેમની ભાગીદારીની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે. શહેરનું સ્ટ્રેટેજિક લોકેશન, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કીલ્ડ ટેલેન્ટ પૂલ કંપનીના આઈટી, એનાલિટિક્સ, ગ્લોબલ બિઝનેસ સર્વિસિસ, ફાઈનાન્સ અને સપ્લાય ચેઈનમાં મહત્વાકાંક્ષી પ્રયાસો માટે એક આદર્શ પસંદગી છે. તેઓ ગુજરાતમાં પ્રતિભાની ગુણવત્તાથી ખૂબ પ્રભાવિત થયા છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ રહ્યા હજાર
ઉલ્લેખનીય છે કે, ક્રાફ્ટ હેઇન્ઝ કંપનીનું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) એ એક સમર્પિત સુવિધા છે, જે IT, ફાઇનાન્સ, GBS, સપ્લાય ચેઇન વગેરે જેવા ચોક્કસ વ્યવસાયિક કાર્યોને કેન્દ્રિય અને વધારવા માટે સ્થાપિત કરવામાં આવી છે. સ્થાનિક પ્રતિભા અને સંસાધનોનો ઉપયોગ કરીને, તે ઓપરેશનલ કાર્યક્ષમતા, નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર તથા અધિક મુખ્ય સચિવઓ અને વરિષ્ઠ સચિવો અને MoU કરનારી કંપનીના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ