બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / The case of four persons drowning in Mehsana in Canada

કાર્યવાહિ / અમેરિકામાં મહેસાણાના ચૌધરી પરિવારના ચાર સભ્યોના મોતનો મામલો, 3 એજન્ટો સામે ગુનો દાખલ

Vishal Khamar

Last Updated: 08:24 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાનાં માણેકપુરા ગામનાં 4 વ્યક્તિના કેનેડામાં મૃત્યું મામલે પોલીસ દ્વારા કાર્યવાહિ હાથ ધરી છે. ત્યારે પોલીસે વડાસણ ગામના 3 એજન્ટ વિરૂદ્ધ વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

  • મહેસાણાના માણેકપુરા ગામના 4 વ્યક્તિના કેનેડામાં મૃત્યુ મામલે કાર્યવાહી
  • વડાસણ ગામના 3 એજન્ટ વિરુદ્ધ વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
  • એજન્ટોએ 60 લાખ રૂપિયામાં મૃતકોને અમેરિકા મોકલવાનો કર્યો હતો પ્રયાસ

 મહેસાણા જિલ્લા માં વિદેશ મોકલતા કબૂતરબાજ એજન્ટોના કારણે અનેક પરિવારો જીવ ના જોખમે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરે છે. એવો જ કિસ્સો એક માસ અગાઉ મહેસાણા જિલ્લાના વિજાપુરના માણેકપુરા ગામના ચૌધરી પરીવાર સાથે બનવા પામ્યો હતો. માણેકપુરાના પ્રવીણ ચૌધરી રૂપિયા 60 લાખ આપી પોતાની પત્ની દક્ષાબેન અને બે બાળકો સાથે ગેરકાયદેસર કેનેડા થી અમેરિકામાં ઘૂસણખોરી કરતા સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. જોકે હવે પ્રવીણભાઈના પરીવારે કબૂતર બાજ એજન્ટો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. 

પરિવારજનોમાં શોકનો માહોલ

ફરીયાદ નોંધાતા કબૂતરબાજ વિદેશ મોકલતા એજન્ટોમાં ફફડાટ 
વિજાપુર તાલુકા ના વડાસણ ગામના નિકુલસિંહ વિહોલ,સચિન વિહોલ અને તેમના બનેવી તેમજ અર્જુનસિંહ ચાવડા નામના કુલ ચાર કબૂતરબાજ એજન્ટો સામે અકસ્માતમાં મોતને ઘાટ ઉતારવા અને કાવતરું રચી છેતરપીંડી આચરી હોવાની વસાઈ પોલીસ સ્ટેશન માં ફરીયાદ નોંધાતા કબૂતરબાજ વિદેશ મોકલતા એજન્ટો માં ફફડાટ વ્યાપી ગયો છે.

ગ્રામજનોમાં શોકનો માહોલ

 

ત્રણ એજન્ટોને ઝડપવાની તજવીજ હાથ ધરીઃ ડી.વાય.એસ.પી.
આ બાબતે ડી.વાય.એસ.પી દિનેશ ચૌહાણે જણાવ્યું હતું કે,  પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, મહેસાણા જીલ્લાનાં વડાસણ ગામનાં જ ત્રણ એજન્ટો છે. એ એજન્ટો મારફતે આ પરિવાર કેનેડા અને કેનેડાથી અમેરિકા જનાર હતો. જ્યારે તેઓ કેનેડાથી અમેરિકા જવા માટે નદીમાં બોટ મારફતે નીકળેલા ત્યારે  બોટ પલ્ટી જવાનાં કારણે આ તમામ લોકોનાં મોત થયા હતા.  ત્યારે આ એજન્ટો છે. જેમાં નિકુલસિંહ વિહોલ, સચિન ગજેન્દ્રસિંહ વિહોલ અને અર્જુનસિંહ રણજીતસિંહ ચાવડા જેમાં બે એજન્ટો વડાસણ ગામના છે.  અને એક વ્યક્તિ મહેસાણા જીલ્લાનું જ નડીયાલ ગામ છે. ત્યાંનો વતની છે. ત્યારે મૃતકનાં પરિવારજનોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મોટી રકમ લઈને એજન્ટોએ આ  પરિવારને અમેરિકા મોકલવા માટેનું એક ષડયંત્ર બનાવ્યું હતું. સીઆઈડી ક્રાઈમ દ્વારા એજન્ટો વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની સૂચના મળતા મહેસાણા પોલીસે આ ગુનો દાખલ કર્યો છે. તેમજ આ ત્રણ એજન્ટોને પકડવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આ લોકોએ કેનેડા તેમજ અમેરિકામાં ક્યાં ક્યાં એજન્ટોનો સંપર્ક કર્યો હતો તે તરફ તપાસના ચક્રોગતિમાન કર્યા છે. 

દિનેશ ચૌહાણ (ડીવાયએસપી, તપાસ અધિકારી)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ