બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The biggest update about the exam center of Talati Exam

BIG BREAKING / તલાટી Examના પરીક્ષા કેન્દ્રને લઇ સૌથી મોટી અપડેટ, ઉમેદવારો ફટાફટ આ સમાચાર વાંચી લેજો

Malay

Last Updated: 11:37 AM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Talati Exam 2023: આગામી 7 માર્ચે યોજાનાર તલાટીની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત પસંદગી મંડળ દ્વારા 3 જિલ્લાના કેન્દ્રના નામમાં ફેરફાર કરાયો છે.

  • તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે મોટા સમાચાર
  • 3 જિલ્લાના કેન્દ્રના નામમાં ફેરફાર કરાયા
  • વડોદરા, સુરત અને પાટણમાં પરીક્ષા કેન્દ્રોના નામમાં ફેરફાર
  • પંચાયત પસંદગી મંડળ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો

તલાટીની પરીક્ષાની તૈયારી કરી રહેલા 3 જિલ્લાના ઉમેદવારો માટે મોટી અપડેટ સામે આવી છે. ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા 3 જિલ્લાના કેન્દ્રના નામમાં ફેરફાર કરાયો છે. મંડળ દ્વારા વડોદરા, સુરત અને પાટણના પરીક્ષા કેન્દ્રોના નામમાં ફેરફાર કરાયો છે. આવી સ્થિતિમાં આ ત્રણેય જિલ્લામાં જે ઉમેદવારોનું પરીક્ષા કેન્દ્ર આવ્યું હોય તેઓએ આ પરીક્ષા કેન્દ્ર વિશે જાણી લેવું જોઈએ.

8 લાખ કરતા વધુ ઉમેદવારો આપશે પરીક્ષા! 
7 મેના રોજ યોજનારી તલાટીની પરીક્ષામાં 8 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ હાજર રહે તેવી શક્યતા છે. ત્યારે ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ શાળા-કોલેજની બસોના સંચાલકો તેમજ ખાનગી બસ સંચાલકો એસ.ટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડુ ઉમેદવારો પાસેથી વસુલીને બસનું સંચાલન કરી શકે છે. આપને જણાવી દઈએ કે, ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી જવા-આવવામાં મુશ્કેલી ન પડે તે માટે  હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. 

લેવાયો હતો મહત્વનો નિર્ણય
આ બેઠકમાં પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરીક્ષાનાં દિવસોમાં શાળા અને કોલેજોમાં વેકેશન હોઈ સ્કુલ બસોનાં સંચાલકો જો તલાટી-કમ મંત્રીના ઉમેદવારોને પરિવહનની સેવા પૂરી પાડવા ઇચ્છતા હોય તો ખાસ કિસ્સામાં તા.06/05/2023 તથા તા.07/05/2023ના રોજ આવી બસોને સ્ટેજ કેરેજ તરીકે ચલાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત એસ.ટી નિગમની બસોમાં નિયમિત એક્સપ્રેસ મુસાફર ભાડાથી સેવાઓ પૂરી પાડવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

 

પરીક્ષાને લઈને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ 
7 મે ના રોજ રાજ્યભરમાં તલાટીની પરીક્ષા યોજાનાર છે. ત્યારે તલાટીની પરીક્ષાને લઈને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. થોડા દિવસ પહેલા હસમુખ પટેલે કહ્યું હતું કે,  જિલ્લા કક્ષાના પોલીસ અધિકારીઓ તથા ST, રેલવેના અધિકારીઓ સાથે વધારાની બસ અને રેલવે મુકવા ચર્ચા કરાઈ છે. 

ગેરરીતિ અટકાવવા કરાઈ જિલ્લા બહાર કેન્દ્રની ફાળવણીઃ હસમુખ પટેલ
વધુમાં તેમણે કહ્યું હતું કે, તલાટીની પરીક્ષા માટે 8.64 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 8.19 લાખ ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. જેથી 8 લાખ ઉમેદવાર પરીક્ષા આપે તેવી અમારી ધારણા છે.  તેમણે કહ્યું હતું કે, પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા ઉમેદવારોને જિલ્લા બહાર કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. જેથી તમામ ઉમેદવારોએ જિલ્લા બહાર પરીક્ષા આપવા જવું પડશે. આ તમામ ઉમેદવારોને રહેવા માટે છાત્રાલયો અને સમાજવાડીઓનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત અનેક સ્વૈચ્છિક સંસ્થાઓએ ગત પરીક્ષામાં ઉમેદવારોને મદદ કરી હતી. જેથી આ તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ આ વખતે પણ ઉમેદવારને મદદ કરે તેવી અમારી આશા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ