બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / The big players of Team India are always above us The umpire made a big blast about the match,

ક્રિકેટ / ટીમ ઈન્ડિયાના મોટા ખેલાડીઓ હંમેશા અમારા ઉપર...: મેચને લઈને અમ્પાયરે કર્યો મોટો ધડાકો, ક્રિકેટજગતમાં ખળભળાટ

Megha

Last Updated: 11:14 AM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિન મેનને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતમાં ટીમ ઈન્ડિયાની મેચ દરમિયાન ઘણું દબાણ હોય છે પણ આ દબાણે તેને આગળ વધવામાં ઘણી મદદ કરી છે.

  • અમ્પાયર નીતિન મેનન ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા છે
  • હાલમાં તે ICCની એલિટ પેનલનો પણ એક ભાગ છે
  • ટીમ ઈન્ડિયાની મેચ દરમિયાન ઘણું દબાણ હોય - મેનન 

ભારતના અમ્પાયર નીતિન મેનન છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ પ્રખ્યાત થઈ ગયા છે. હાલમાં તે ICCની એલિટ પેનલનો પણ એક ભાગ છે. તે એશિઝ સીરિઝ 2023માં અમ્પાયરોની યાદીમાં પણ સામેલ છે. મેનન ICC દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2021 અને 2022 બંનેમાં અમ્પાયરિંગ કરતા જોવા મળ્યા હતા. આ સિવાય તે ઈંગ્લેન્ડના પ્રવાસે પણ ગયો હતો જ્યાં તેણે સાઉથ આફ્રિકા સીરિઝ દરમિયાન અમ્પાયરિંગ કરી હતી. જૂન 2020 માં ICC એલિટ પેનલનો ભાગ બન્યા ત્યારથી તેને 15 ટેસ્ટ, 24 ODI અને 20 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે અને તે આવતા મહિને એશિઝમાં પણ ડેબ્યૂ કરશે.

એશિઝ ડેબ્યૂ પહેલા નીતિન મેનને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતમાં ટીમ ઈન્ડિયાની મેચ દરમિયાન ઘણું દબાણ હોય છે પણ આ દબાણે તેને આગળ વધવામાં ઘણી મદદ કરી છે. તે જ સમયે, આ દબાણને કારણે તેના માટે વિદેશમાં યોજાનારી મેચોમાં અફિશિએટ કરવાનું સરળ બન્યું છે. નોંધનીય છે કે તાજેતરમાં નીતિન મેનન અને વિરાટ કોહલી વચ્ચે કેટલાક નિર્ણયોને લઈને ઘણા અહેવાલો આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ બંનેની ખૂબ ચર્ચા થઈ રહી છે. હવે મેનને ટીમ ઈન્ડિયાના મોટા ખેલાડીઓનું નામ લીધા વગર મોટું નિવેદન આપ્યું છે

નીતિન મેનને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે ટીમ ઈન્ડિયા ભારતમાં રમે છે ત્યારે ખૂબ જ હાઈપ થાય છે. ટીમ ઈન્ડિયાના ઘણા મોટા ખેલાડીઓ મારા પર અથવા કોઈપણ પર દબાણ બનાવવાનો પ્રયાસ કરે છે. તે હંમેશા પોતાના પક્ષમાં 50-50 નિર્ણય લેવા માંગે છે પણ જો અમે અમ્પાયરો પોતાને કંટ્રોલ કરી લઈએ અને પ્રેશરને કંટ્રોલ કરી લઈએ તો અમારું ફોકસ આ દબાણ પર નથી જતું. સાથે જ તે અમને જણાવે છે કે અમે આવી પરિસ્થિતિઓને મક્કમતાથી હેન્ડલ કરવા માટે સક્ષમ છીએ અને ખેલાડીઓ દ્વારા બનાવેલા દબાણને વશ ન થઈએ. આનાથી મને ઘણો આત્મવિશ્વાસ મળ્યો છે. 

નીતિન મેનન એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કરશે. આ પહેલા તેણે એમ પણ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અમ્પાયરોની પેનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે મોટી જવાબદારી છે. મને શરૂઆતમાં અનુભવ નહોતો પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં મને અમ્પાયર તરીકે આગળ વધવામાં મદદ મળી છે. એશિઝ અંગે તેણે કહ્યું કે તે એક સારી સીરિઝ હશે. હું ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સીરિઝ દરમિયાન પણ ઈંગ્લેન્ડમાં હતો. તેથી હું જાણું છું કે શું થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાનું પેસ આક્રમણ મજબૂત છે અને ઈંગ્લેન્ડની ટીમ જે રીતે રમી રહી છે, તે ટેસ્ટ ક્રિકેટને એકદમ નવા સ્તરે લઈ જઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ