બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / The BCA youth changed his fortune by farming selling guavas and earning more than 1 crore rupees annually

ગજબ / BCA યુવકે ખેતી કરી બદલી નાખી પોતાની કિસ્મત, જામફળ વેચીને કમાય છે વાર્ષિક 1 કરોડથી વધારે રૂપિયા

Arohi

Last Updated: 12:33 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજીવ ભાસ્કરે જણાવ્યું કે ભલે હું કૃષિમાં BSC છું. પરંતુ જ્યા સુધી મે વીએનઆર બીજોની સાથે કામ કરવાનું શરૂ ન હતું કર્યું. ત્યાં સુધી મારી ખેતીના કરિયરમાં આગળ વધવાની કોઈ ઈચ્છા ન હતી.

  • BSC યુવકે ખેતી કરી બદલી પોતાની કિસ્મત
  • હવે વર્ષના કમાય છે 1 કરોડથી પણ વધારે રૂપિયા 
  • જાણો તેની સક્સેસ સ્ટોરી 

નૈનીતાલમાં જન્મેલા રાજીવ ભાસ્કરે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે રાયપુરની એક વીજ કંપનીમાં કામ કરતા તેને જે ક્નોલેજ પ્રાપ્ત થશે તે એક દિવસ તેને એક સમૃદ્ધ ખેડૂત અને વ્યાપારી બનવામાં મદદ કરશે.

તેમણે જણાવ્યું કે વીએનઆર સીડ્સ કંપનીના વેચાણ અને માર્કેટિંગ ટીમના સદસ્યના રૂપમાં લગભગ ચાર વર્ષો સુધી કામ વખતે મને દેશના વિવિધ ક્ષેત્રોના ઘણા ખેડૂતો સાથે વાત કરવાની તક મળી. આ ખેડૂતો સાથે વાત કર્યા બાદ મને ખેતી-ખેડૂતો વિશે જાણકારી મળી. ત્યાર બાદ મેં નોકરી છોડીને ખેતી કરવાનો પ્લાન બનાવ્યો. 

ખેતીમાં કર્યું છે BSC
રાજીવ ભાસ્કરે જણાવ્યું તે ભલે હું કૃષિમાં બીએસસી છું. પરંતુ જ્યા સુધી મેં વીએનઆર બીજોની સાથે કામ ન હતું કર્યું ત્યાં સુધી મારી ખેતીના કરિયરના રૂપમાં આગળ વધવાની કોઈ ઈચ્છા ન હતી. તે સમયે મેં ડિસ્ટન્સ લર્નિંગથી એમબીએ કર્યું.  

પરંતુ જે રીતે મેં બીજ અને છોડ વેચવાનું કામ શરૂ કર્યું, મારી રૂચી કૃષિમાં વધવા લાગી અને અંતમાં મેં તેમાં સફળ થવાનો પ્રયત્ન કરવાનું મન બનાવી લીધુ. ખાસ વાત એ છે કે રાજીવે નોકરી વખતે જામફળની થાઈ પ્રકાર વિશે જાણકારી મેળવી ત્યાર બાદ તેણે ખેતી શરૂ કરી. 

25 કરોડમાં થાઈ જામફળની ખેતી 
રાજીવે હરિયાણાના પંચકુલામાં જામફળની ખેતી શરૂ કરી. તેના માટે તેણે ભાડે ચાર એડર જમીન લીધી અને થાઈ જામફળની ખેતી કરવા માટે પોતાની નોકરી છોડી દીધી. જોત જોતામાં રાજીવની ખેતરમાં ઉગેલા જામફળની માંગ આખા હરિયાણામાં થવા લાગી.

આજ કારણ છે કે ફક્ત પાંચ વર્ષમાં જ કરોડો રૂપિયાની કમાણી કરી નાખી. જો કે પાંચ વર્ષમાં તેના વાવેતર હેઠળનો વિસ્તાર પણ વધ્યો. હવે તે 25 એકરમાં થાઈ જામફળની ખેતી કરે છે.

સજીવ ખેતી આપે છે સારી ઉપજ
30 વર્ષીય રાજીવ ભાસ્કરે જણાવ્યું કે તેમના ખેતરમાં લગભગ 12,000 જામફળના ઝાડ છે. પ્રતિ એકડ લગભગ 6 લાખ રૂપિયાનો સરેરાશ લાભ કમાય છે. તેના હેઠળ તે હવે એક વર્ષમાં 25 એકડ જમીનથી ડોઢ કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે.

રાજીવે જણાવ્યું કે જ્યારે મેં નોકરી છોડ્યા બાદ પહેલા વખત ખેતી શરૂ કરી તો ખબર પડી કે આ પ્રકારના ફળોની ખેતીના વિકાસ માટે ખાતરોના ઉપયોગ સાથે પર્યાપ્ત સિંચાઈની જરૂર છે

આ ઉપરાંત હું લોકોને એ પણ ગેરેન્ટી આપવા માંગતો હતો કે મારી ખેતીના જામફળના સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. રાજીવ અનુસાર, જે જમીનમાં ખેતી દરમિયાન ખાતરનો ઉપયોગ ઓછો થયો હોય ત્યાં ઓર્ગેનિક ખેતી સારી ઉપજ આપે છે.

કેટલી છે કમાણી? 
રાજીવે જણાવ્યું કે ખેતી શરૂ કર્યા બાદ મેં 2017ના ઓક્ટોબર અને નવેમ્બરમાં પહેલો પાક લણ્યો અને જામફળ વેચવાનું શરૂ કર્યું જેનાથી મને ખૂબ વધારે ફાયદો થશે. તેણે મને મારો વ્યાપાર વધારવાનો સાહસ આપ્યો. ત્યાર બાદ વર્ષ 2019માં મેં પંજાબના રૂપનગરમાં 55 એકર જમીન લીઝ પર લીધી અને 25 એકરમાં જામફળના ઝાડ ઉગાડ્યા. 

ત્યા સુધી હું પંચકુલા બાગની 5 એકર જમીન પર કામ કરી રહ્યો હતો. પરંતુ વર્ષ 2021માં મેં પંચકુલામાં જમીન છોડી દીધી અને આખુ પોકસ રૂપનગરમાં કરી દીધુ. રાજીવે જણાવ્યું કે અમે પોતાનો બધો સામાન 10 કિલોના ક્રેટમાં દિલ્હી એપીએમસી બજારમાં પહોંચાડીએ છીએ. જ્યાં એક અઠવાડિયામાં પૈસા મળી જાય છે. 

વાતાવરણ અને ગુણવત્તાના આધાર પર પ્રતિ કિલોગ્રામ કિંમત 40 રૂપિયાથી 100 રૂપિયાની વચ્ચે હોય છે. આ પ્રકારે એક એકરમાં સરેરાશ 6 લાખ રૂપિયા કમાવાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ