બ્રેકિંગ ન્યુઝ
VTV / The accused looted crores of rupees from 800 people by showing the photo of a beautiful girl
Mahadev Dave
Last Updated: 04:37 PM, 21 October 2023
ADVERTISEMENT
રાજસ્થાનમાં છેતરપિંડી અને લૂંટનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાંચ લોકોની ટોળકી કોલ ગર્લ્સની લાલચ યુવતીને મળવા બોલાવતી હતી બાદમાં હની ટ્રેપ કરી બહાને બંદૂકના નાળચે લૂંટના વારદાતને અંજામ આપાતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા આ ટોળકીમાં સંડોવાયેલ શખ્સો અને તેના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તોડ કાંડનો આંકડો ખુબ મોટો છે. વાસ્તવમાં ટોળકીએ 6 મહિનામાં 800 લોકો પાસેથી કોલ ગર્લ્સની લાલચે 5 કરોડ રૂપિયા ખાંખેરી લીધા હતા.
ADVERTISEMENT
શહેરમાં ગેંગ સક્રિય થઈ હોવાની મળી હતી બાતમી
ગેંગના ભેજાબાજ પ્રમુખે એક એપ બનાવી હતી. ત્યારબાદ તે આ પ્લેટફોર્મ પર સુંદર છોકરીઓની પ્રોફાઇલ પોસ્ટ કરીને, તે લોકોને કોલ ગર્લ્સનું ઓનલાઈન બુકિંગ કરાવવા જાળ બિછાવતો હતો. બાદમાં ડીલ ડન થતાની સાથે જ આરોપીઓ સામેવાળા વ્યક્તિને સુમસાન જગ્યા પર લેવા માટે બોલાવતો હતો. આ દરમિયાન જેવા વ્યક્તિ ત્યાં પહોંચે કે તરત તેમને બંદૂકનો ડર બતાવી અને લૂંટ આચરવામાં આવતી હતી. ઉદયપુર પોલીસના જણાવ્યા અનુસાર પોલીસને આ પ્રકારની બાતમી મળી હતી. કે શહેરમાં ગેંગ સક્રિય થઈ છે.
વેબસાઈટ TOTTATAXX મારફતે છેતરપિંડી
પોલીસે આ પાકી બાતમીના આધારે ઓગસ્ટ મહિનામાં ગેંગના અમુક સભ્યોને દબોચી લીધા હતા. છતાં પણ આ કૃત્ય પર અંકુશ ન આવતા પોલીસની તપાસ દરમિયાન આ પ્રકરણનો માસ્ટર માઈન્ડ રાકેશ મીના પોલીસની ઝપટે ચડ્યો હતો. તેમણે જણાવ્યું કે તે પોતાના દોસ્ત અંકિતની સાથે મળી અને કોલ ગર્લ સપ્લાય માટે બનાવેલી વેબસાઈટ TOTTATAXX મારફતે છેતરપિંડીને અંજામ આપતો હતો. આરોપી આ પેજ પર છોકરીઓની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાંથી એક્સેસ કરાયેલી તસવીરો ખોટા નામ અને લખાણ સાથે પોસ્ટ કરતો હતો.
10 થી 15 ચોરેલા ઈન્સ્ટાગ્રામ ફોટા સેન્ડ કરતા
વધુમાં લોકો આસાનીથી વિશ્વાસ કેળવે તે માટે તેઓ ઓનલાઈન પેમેન્ટને બદલે કેશ પેમેન્ટનો વિકલ્પ આપતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર તપાસમાં સામે આવ્યું કે ગ્રાહકોએ ચેટમાં માત્ર Hi લખી મેસેજ કરવા કહેતા હતા. જેવો મેસેજ મળતાની સાથે જ જયપુર સ્થિત રાકેશની ગેંગ આરોપીઓ વ્હોટ્સએપ પર ગ્રાહકોને મોડલના 10 થી 15 ચોરેલા ઈન્સ્ટાગ્રામ ફોટા સેન્ડ કરતા હતાં. બાદમાં યુવતી પસંદ આવતા જ આરોપી રેટ સેન્ડ કરતો અને અવાવરું જગ્યાએ બોલાવી હથિયાર અને બદનામીનો ડર બતાવી રૂપિયા ખંખેરતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.