બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Tesla Welcome, But Shouldn't Import From China To Sell Here: Nitin Gadkari

કારોબાર / ટ્વિટર ખરીદનાર દુનિયાના નંબર વન અમીર એલન મસ્કને ગડકરીએ આપી મોટી ઓફર, જાણો શું કહ્યું

Hiralal

Last Updated: 02:48 PM, 26 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વિટર ખરીદનાર એલન મસ્કને નીતિન ગડકરીએ આપી મોટી ઓફર, જાણો શું કહ્યું

  • કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતમાં કાર બનાવવાની ટેસ્લાને કરી ઓફર
  • ટેસ્લા ભારતમાં આવીને કાર બનાવે, પણ ચીનમાં નહીં મોકલી શકે
  • ટેસ્લા ભારતમાં ઈલેક્ટ્રીક કારની ફેક્ટરી સ્થાપે, તમામ સગવડો આપીશું-ગડકરી

આજકાલ દુનિયાના નંબર વન અમીર એલન મસ્ક ચર્ચામાં છે. એલન મસ્ક હવે ટ્વિટરના માલિક બન્યાં છે ત્યારે હવે સરકારે પણ ટેસ્લાના ચીફ એલન મસ્કને ભારતમાં આવીને કાર બનાવવાનું આમંત્રણ આપી દીધું છે. 

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એલન મસ્કને આપી ઓફર 

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વના સૌથી અમીર એલન મસ્કને ભારતમાં આવીને ટેસ્લા કાર બનાવવાની ઓફર કરી છે.કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે ફરી એકવાર ટ્વિટર ડીલ બાદ ટેસ્લાને ભારતમાં કાર બનાવવાની ઓફર કરી હતી. તેમણે રાયસીના ડાયલોગ પ્રોગ્રામ દરમિયાન કહ્યું કે જો એલોન મસ્ક ભારતમાં ટેસ્લા બનાવવા માગતા હોય તો અમને કોઈ વાંધો  નથી, આપણી પાસે તમામ ક્ષમતાઓ છે, અમારી પાસે તમામ પ્રકારની ટેકનોલોજી છે, આ કારણોસર તેઓ ખર્ચ ઘટાડી શકે છે.

મેડ-ઇન-ચાઇના ટેસ્લા ભારતમાં ચાલશે નહીં

ગડકરીએ મસ્કને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.તેમણે કહ્યું કે "મારી તેમને વિનંતી છે કે તેઓ ભારત આવે અને અહીં ઉત્પાદન શરૂ કરે. ભારત એક મોટું બજાર છે. અહીં બંદરો ઉપલબ્ધ છે. તેઓ ભારતમાંથી નિકાસ કરી શકે છે." જો કે, તે જ સમયે, તેમણે ફરીથી 'મેડ ઇન ચાઇના' ટેસ્લાના ભારતમાં પ્રવેશની સંભાવનાને નકારી કાઢી હતી. "તેમનું (મસ્ક) ભારતમાં સ્વાગત છે, પરંતુ માની લો કે તે ચીનમાં ઉત્પાદન કરવા માંગે છે અને તેને ભારતમાં વેચવા માંગે છે, તે ભારત માટે સારું નથી. અમારી વિનંતી છે કે તમે ભારતમાં આવો અને ભારતમાં ઉત્પાદન કરો."

ટેસ્લાની આ માંગને ફગાવી દેવાઈ છે 

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા લાંબા સમયથી ભારતીય બજારમાં એન્ટ્રીની તલાશમાં છે. કંપની આ માટે ભારત સરકાર પાસેથી ટેક્સમાં છૂટની માંગ કરી રહી છે. ભારત સરકારે ટેસ્લાની ટેક્સ બ્રેકની માંગને ઘણી વખત નકારી કાઢી છે અને સ્પષ્ટ કરી દીધું છે કે ટેક્સ છૂટછાટની માગ પૂરી શકાય તેવી નથી. મસ્કની કંપની ટેસ્લા ભારતમાં પોતાની કાર આયાત કરવા માંગે છે અને તેના માટે ટેક્સમાં છૂટની જરૂર છે. તો બીજી તરફ ભારત સરકાર સતત કહી રહી છે કે કંપની કાર આયાત કરવાને બદલે સ્થાનિક સ્તરે જ તેનું ઉત્પાદન કરે.

રેડીમેડ ઇલેક્ટ્રિક કાર પર છે આટલો ટેક્સ

મસ્કની કંપની ટેસ્લા હાલમાં અમેરિકા ઉપરાંત જર્મની અને ચીનમાં પણ પોતાની કારનું ઉત્પાદન કરે છે. કંપની ચીની ફેક્ટરીમાંથી એશિયન અને યુરોપિયન બજારોમાં આયાત કરે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભૂતકાળમાં અનેક પ્રસંગોએ કહ્યું હતું કે, ટેસ્લાએ મેડ ઇન ચાઇના વાહનો ભારતમાં નાખવાને બદલે અહીં એક ફેક્ટરી સ્થાપવા અંગે વિચારવું જોઇએ. ભારત સરકાર હાલમાં સંપૂર્ણ તૈયાર ઇલેક્ટ્રિક વાહનોની આયાત પર 100 ટકા ડ્યુટી લગાવે છે. આ સીધી રીતે આવી કારોની કિંમતને બમણી કરે છે, જે તેમની સ્પર્ધા કરવાની ક્ષમતાને ઘટાડે છે. બીજી તરફ સરકાર ઇલેક્ટ્રિક વાહનોના પાર્ટ્સની આયાત પર 15થી 30 ટકા ચાર્જ વસૂલે છે. સરકારની આ વ્યૂહરચનાનો હેતુ બહારની કંપનીઓને ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવા માટે પ્રેરિત કરવાનો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ