બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Tesla booked an office in Pune India with the rent of 11 lakhs per month

Tesla Entry India / Tesla ની ભારતમાં સત્તાવાર એન્ટ્રી: ગુજરાતની નજીક જ અહીં ખુલશે ઓફિસ, જાણો શું છે એલોન મસ્કનો મેગા-પ્લાન

Vaidehi

Last Updated: 03:48 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેસ્લા ઈન્ડિયા મોટર એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડે પુણેનાં પંચશીલ બિઝનેસ પાર્કમાં એક મોટી ઓફિસ ભાડે લીધી છે જેમાં ટેસ્લા કંપનીનાં તમામ અધિકારીઓ કામ કરશે.

  • ટેસ્લાની ભારતમાં થઈ ગઈ એન્ટ્રી
  • પુણેનાં પંચશીલ બિઝનેસ પાર્કમાં લીધી ઓફિસ
  • ઓફિસનું 11.65 લાખનું માસિક ભાડું

ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. જૂન મહિનામાં PM નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રાએ હતાં જે દરમિયાન તેમણે TESLAનાં CEO એલન મસ્ક સાથે મુલાકાત કરી હતી. જે બાદ એલન મસ્કે PM મોદીનાં ખૂબ વખાણ કર્યાં હતાં. ત્યારે જ સંકેત મળી ગયાં હતાં કે ટૂંક જ સમયમાં ભારતમાં Tesla કંપનીની એન્ટ્રી થવાની છે. હવે કંપનીએ પૂણે ખાતે ઓફિસ ભાડે લીધી છે.

ટેસ્લાએ ભારતની બજારમાં મૂક્યો પગ
ટેસ્લા કંપનીએ ભારતમાં પોતાનો વેપાર શરુ કરવા માટે મોટો સ્ટેપ લીધો છે. ટેસ્લા ઈન્ડિયા મોટર એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડે પૂણેનાં પંચશીલ બિઝનેસ પાર્કમાં એક ઑફિસ ભાડે લીધું છે. હાલમાં ટેસ્લાનાં તમામ અધિકારીઓ અહીં કામ કરશે અને ધીરે-ધીરે બિઝનેસ શરૂ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઓફિસમાં તમામ પ્રકારની સગવડ અને બેઠક વ્યવસ્થા હશે.

11.65 લાખ રૂપિયાનું મહિનાનું ભાડું
રિયલ એસ્ટેટ એનાલિટિક્સ ફર્મ CRE મેટ્રિક્સ અનુસાર ટેસ્લા 60 મહિના માટે ઓફિસ માટે માસિક 11.65 લાખ રૂપિયાનું ભાડું આપશે અને 34.95 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ પણ ભરશે. પંચશીલ બિઝનેસ પાર્ક હાલમાં બની રહ્યું છે અને તેની કુલ સાઈઝ 10,77,181 વર્ગ ફુટ છે. ટેસ્લાની સહાયક કંપનીએ પંચશીલ બિઝનેસ પાર્કમાં બી વિંગનાં પહેલા ફ્લોર પર 5,580 વર્ગ ફુટ ઑફિસ લીધું છે. આ ડીલ ટેબલસ્પેસ ટેક્નોલોજીઝ પ્રાઈવેટ લિમિટેડની સાથે થઈ છે. તેનું ભાડું 1 ઑક્ટોબર 2023થી શરૂ થશે અને બંને કંપનીઓ 5% દરવર્ષનાં વધારાની શરતની સાથે 60 મહિનાની લૉક-ઈન ડીલ પર સહમત થઈ છે.

એરપોર્ટથી નજીક છે આ ઓફિસ
ટેસ્લાની આ ઓફિસ પુણે ઈંટરનેશનલ એરપોર્ટથી આશરે 3 કિ.મી દૂર છે. આ ઓફિસની પાર્કિંગમાં 5 કાર જ્યારે 10 બાઈક પાર્ક શામેલ છે. આ ઓફિસથી કલ્યાણી નગર, કોરેગાંવ પાર્ક, વાડગાંવશેરી અને ખરાડી જેવા સ્થળો પર સરળતાથી પહોંચી શકાશે.

ટેસ્લાની પહેલી કારની કિંમત 20 લાખ 
મસ્ક પહેલા પણ કહી ચૂક્યાં છે કે તે ભારતીય બજારમાં પોતાની ઈલેક્ટ્રિક કાર ટેસ્લાને લઈ આવવા માટે ઉત્સુક છે. રિપોર્ટ અનુસાર ભારતીય બજારમાં ટેસ્લાની પહેલી કારની કિંમત આશરે 20 લાખ રૂપિયા હોઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ