બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 01:01 PM, 30 January 2024
ADVERTISEMENT
અયોધ્યામાં 500 વર્ષ પછી રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. આગામી મહિને વધુ એક ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મુસ્લિમ દેશ UAEના અબુધાબીમાં ભવ્ય સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ થયું છે, જેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ભારતમાં UAEના રાજદૂત અબ્દુલ નાસિર અલશાલીએ જણાવ્યું છે કે, જે દિવસે મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે તે દિવસ સહિષ્ણુતા અને સ્વીકૃતિની ઊજવણી કરવા માટે ખૂબ જ ખાસ હશે.
BAPS Hindu Temple UAE soon to be inaugurated by indian prime minister in February pic.twitter.com/oIYPvfwqHp
— pratyush (@accioprats) January 24, 2024
ADVERTISEMENT
PM મોદી કરશે ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. ગત મહિને BAPS હિંદુ મંદિર તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ આમંત્રણ સ્વીકારવામાં આવ્યું છે.
ઉદ્ઘાટન પહેલા પ્રવાસી સભા
UAEના રાજદૂતે જણાવ્યું કે, 13 ફેબ્રુઆરીના રોજ શેખ જાયદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ભવ્ય પ્રવાસી સભા થશે. વર્ષ 2020ના એક રિપોર્ટ અનુસાર UAEમાં સૌથી વધુ ભારતીય પ્રવાસીઓ રહે છે. આ પ્રવાસીઓની સંખ્યા 35 લાક છે.
UAEમાં પ્રથમ હિંદુ મંદિર
UAEની રાજધાની અબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિર તૈયાર થઈ ગયું છે. BAPS અબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિર બનાવનાર સંસ્થા બની ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણ સ્વીકારી લેવામાં આવ્યું છે.
વધુ વાંચો: FACT Check: તલવાર બાજી કરનારી આ મહિલા રાજસ્થાનની ડેપ્યુ. CM દિયાકુમારી નથી, તો કોણ છે?
20 હજાર વર્ગમીટરમાં મંદિરનું નિર્માણ
આ મંદિરનું નિર્માણ 20,000 વર્ગમીટર જમીન પર બનાવવામાં આવ્યું છે. આ મંદિર અત્યાધુનિક શૈલી અનુસાર તૈયાર કરવામાં આવ્ છે. પ્રાચીન અને પાશ્ચાત્ય આર્કિટેક્ચરથી મંદિરમાં નક્કાશી કરવામાં આવી છે. આ મંદિરને શાહી અને પારંપરિક રૂપે નક્કાશી કરવામાં આવેલ પત્થરથી બનાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. ઉદ્ઘાટન માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.