બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Tea is one of the most popular beverages consumed in India

સાઇડ ઇફેક્ટ્સ / સમય પહેલા આવી જતા ઘડપણથી બચવું છે? તો આજથી જ તમારી આ કુટેવ સુધારી દેજો

Pooja Khunti

Last Updated: 09:28 AM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચા ભારત દેશમાં પીવામાં આવતા લોકપ્રિય પીણાંમાંનું એક છે. લોકોના દિવસની શરૂઆત ચાના કપથી થાય છે અને દિવસનો અંત પણ ચાની ચુસ્કી સાથે થાય છે.

  • સ્વાદ માટે કેફીનયુક્ત ચામાં ખાંડ ઉમેરવામાં આવે છે
  • જેનાથી તમને ડાયાબિટીસની સમસ્યા પણ થઈ શકે છે
  • બ્લેક ટી હોય કે ગ્રીન ટી બંનેમાં કેફીન હોય છે

ચા ભારત દેશમાં પીવામાં આવતા લોકપ્રિય પીણાંમાંનું એક છે. લોકોના દિવસની શરૂઆત ચાના કપથી થાય છે અને દિવસનો અંત પણ ચાની ચુસ્કી સાથે થાય છે. ખાસ કરીને શિયાળામાં લોકો ઠંડીથી બચવા માટે સતત ચા પીતા હોય છે. વધુ માત્રામાં તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. વધુ પડતી ચા પીવાથી તમને અનેક રોગો થવાનું જોખમ વધી શકે છે. કોઈપણ ચા, પછી તે ગ્રીન ટી હોય કે બ્લેક ટી, દરેકમાં કેફીન હોય છે. જે ધીમે-ધીમે તમારા સ્વાસ્થ્યને અસર કરવા લાગે છે. જાણો વધુ પડતાં ચાનાં સેવનનાં કારણે થતાં નુકસાન વિશે. 

બ્લડ સુગર લેવલ 
સ્વાદ માટે કેફીનયુક્ત ચામાં ખાંડ ઉમેરવામાં આવે છે. જેનું વારંવાર સેવન કરવાથી શરીરમાં સુગર લેવલનું અસંતુલન થાય છે. જેનાથી તમને ડાયાબિટીસની સમસ્યા પણ થઈ શકે છે.  

ફાઈન લાઈન્સ અને કરચલીઓ
ચાના વધુ પડતા સેવનથી પહેલા ચહેરા પર ઝીણી રેખાઓ આવે છે અને પછી આ ફાઈન લાઈન્સ કરચલીઓમાં ફેરવાઈ જાય છે. જેના કારણે તમે તમારી ઉંમર કરતા મોટા દેખાવા લાગો છો. શું તમે પણ તમારી ઉંમર કરતા મોટા દેખાવા ઈચ્છો છો, જો નહીં તો વધુ પડતું ચાનું સેવન ટાળો.

વાંચવા જેવું: જાપાનીઝ હર્બલ ટી, જે આપે છે અનેક બીમારીઓથી રક્ષણ, જેના એક નહીં અનેક છે ફાયદા

ડિહાઇડ્રેશનની સમસ્યા
બ્લેક ટી હોય કે ગ્રીન ટી બંનેમાં કેફીન હોય છે. જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. આવું એટલા માટે થાય છે કારણ કે વધુ પડતી ચા પીવાથી તમને વારંવાર પેશાબ લાગે છે અને ખૂબ જ પેશાબ થાય છે અને પછી પૂરતું પાણી ન પીવાથી ડિહાઇડ્રેશન થાય છે.

વજન વધવા લાગે છે
ચામાં ખાંડ હોય છે. જો તમે એક કપ ચામાં એક ચમચી ખાંડ લો અને દિવસમાં ચારથી પાંચ કપ ચા પીતા હોવ તો સમજી લો કે તમે ચા સાથે ઘણી ચમચી ખાંડ પીઓ છો. જેના કારણે તમારું વજન ઝડપથી વધવા લાગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ