બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / Tata company to make iPhone: Preparation to finalize the deal, know where will the plant be located

Tata Group / iPhone બનાવશે Tata કંપની: ડીલ ફાઇનલ થવાની તૈયારી, જાણો શું છે તૈયારી-ક્યાં લાગશે પ્લાન્ટ

Megha

Last Updated: 03:11 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટા કંપની આઇફોન બનાવવાના બિઝનેસમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. તેઓ એપલના સપ્લાયર વિસ્ટ્રોન કોર્પ સાથે વાતચીત કરી રહ્યા છે અને ઓગસ્ટ સુધીમાં આ માટે ડીલ થઈ શકે છે.

  • ટાટા Apple iPhone બનાવનારી પ્રથમ ભારતીય કંપની બની શકે છે
  • ઓગસ્ટ સુધીમાં બંને કંપનીઓ વચ્ચે ડીલ થઈ શકે 
  • ફેક્ટરીનું મૂલ્ય 600 મિલિયન ડોલરથી વધુ
  • વિસ્ટ્રોન ભારતમાં iPhone બિઝનેસમાંથી બહાર નીકળવા માંગે છે

દેશના સૌથી મોટા ઈન્ડસ્ટ્રીયલ હાઉસ ટાટા ગ્રુપનો બિઝનેસ ઘણા સેક્ટરમાં ફેલાયેલો છે. એવામાં હવે ટાટા ગ્રૂપ ભારતના સૌથી મોટા બિઝનેસ સમૂહમાંથી એક iPhones બનાવતી ફેક્ટરીને ટેકઓવર કરી શકે છે. આ રીતે ટાટા Apple iPhone બનાવનારી પ્રથમ ભારતીય કંપની બની શકે છે.

ઓગસ્ટ સુધીમાં બંને કંપનીઓ વચ્ચે ડીલ થઈ શકે 
એટલે કે ટૂંક સમયમાં તમારા હાથમાં 'મેડ ઇન ઇન્ડિયા' આઇફોન હશે. ટાટા કંપની આઇફોન બનાવવાના બિઝનેસમાં પણ ઉતરવાની તૈયારી કરી રહી છે. તેઓ એપલના સપ્લાયર વિસ્ટ્રોન કોર્પ સાથે વાતચીત કરી રહ્યા છે અને એવું માનવામાં આવે છે કે ઓગસ્ટ સુધીમાં બંને કંપનીઓ વચ્ચે ડીલ થઈ શકે છે. જો ડીલ આગળ વધે છે, તો ટાટા જૂથ આઇફોન એસેમ્બલ કરનારી પ્રથમ ભારતીય કંપની હશે. 

ફેક્ટરીનું મૂલ્ય 600 મિલિયન ડોલરથી વધુ
જણાવી દઈએ કે  ટાટા ગ્રુપ સાઉથ કર્ણાટકમાં સ્થિત વિસ્ટ્રોન કોર્પોરેશનની ફેક્ટરીને ટેકઓવર કરશે. આ ફેક્ટરીનું મૂલ્ય 600 મિલિયન ડોલરથી વધુ છે. આ કરાર પર છેલ્લા એક વર્ષથી વાટાઘાટો ચાલી રહી હતી. આ ફેક્ટરીમાં 10,000 લોકો કામ કરે છે, લેટેસ્ટ iPhone 14 પણ અહીં એસેમ્બલ કરવામાં આવ્યો છે.

વિસ્ટ્રોન ભારતમાં iPhone બિઝનેસમાંથી બહાર નીકળવા માંગે છે
નોંધનીય છે કે તાઈવાની કંપની વિસ્ટ્રોન કોન્ટ્રાક્ટ પર ઈલેક્ટ્રોનિક સામાન બનાવે છે. વિસ્ટ્રોને આ નાણાકીય વર્ષમાં આ ફેક્ટરીમાંથી ઓછામાં ઓછા $1.8 બિલિયનના આઇફોન બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જેથી તેને સરકારી પ્રોત્સાહન મળી શકે. કંપનીએ આવતા વર્ષ સુધીમાં તેના કર્મચારીઓની સંખ્યા ત્રણ ગણી કરવાનું લક્ષ્ય પણ રાખ્યું છે. એવામાં વિસ્ટ્રોન ભારતમાં iPhone બિઝનેસમાંથી બહાર નીકળવા માંગે છે અને ટાટાએ તેને ખરીદવામાં રસ દાખવ્યો છે. જો કે ટાટા, વિસ્ટ્રોન અને એપલના પ્રવક્તાએ આ વિશે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીએ એપલના કામકાજમાંથી સંપૂર્ણપણે બહાર નીકળવાનો નિર્ણય લીધો છે અને હવે તેનું ધ્યાન અન્ય બિઝનેસ પર રહેશે. કંપની ભારતમાં એપલ સિવાયના અન્ય ઉત્પાદનોમાં તેની સંભવિતતા શોધશે.

ચીનને પડશે મોટો ફટકો
સરકાર કંપનીઓને તેમનું ઉત્પાદન અને રોજગાર વધારવા માટે પ્રોત્સાહનો આપી રહી છે. કોરોના રોગચાળાને કારણે સપ્લાયની સમસ્યા અને અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય કંપનીઓ ચીન પરની તેમની નિર્ભરતા ઓછી કરી રહી છે. આવી સ્થિતિમાં ભારત રોકાણ માટે પસંદગીના દેશ તરીકે ઉભરી આવ્યું છે. ટાટા ગ્રૂપે તાજેતરમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં પ્રવેશ કર્યો છે. તમિલનાડુમાં આવેલી કંપનીની ફેક્ટરી iPhoneની ચેસીસ એટલે કે ડિવાઇસનું મેટલ બેકબોન બનાવે છે. આ સાથે કંપનીએ ચિપ બનાવવામાં પણ રસ દાખવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ