બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / tantric ritual in cremation ground with burning pyre of youth in guna

મેલી વિદ્યા / મિત્રની સળગતી ચિતામાં સિગારેટ નાખવા આવ્યા દોસ્તો, 3 તાંત્રિકોનું કામ જોઈને છળી મર્યાં

Hiralal

Last Updated: 02:50 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ગુનામાં શિવરાત્રીએ સ્મશાનમાં 3 તાંત્રિકોએ તંત્ર સાધના કરી હતી. મૃતકના દોસ્તો જ્યારે ત્યાં પહોંચ્યાં ત્યારે મામલો સામે આવ્યો હતો.

શિવરાત્રીએ મેલી વિદ્યા અને તંત્રક્રિયાની એક મોટી ઘટનાથી દેશ ખળભળી ઉઠ્યો છે. આજના આધુનિક યુગમાં પણ જાદુઈ શક્તિ મેળવવા લોકો અંધશ્રદ્ધાના માર્ગે જતાં હોય છે જોકે જાદુઈ શક્તિની વાત કપોળ કલ્પિત જ છે તેમાં જરાય પણ સત્ય નથી. મધ્યપ્રદેશના ગુનાના ગોપાલપુરા સ્મશાનમાં તંત્રક્રિયાની ઘટના સામે આવી છે. 3 તાંત્રિકો શિવરાત્રીએ એક મૃતક યુવાનની સળગતી ચિતા સામે બેસીને અઘોર ક્રિયા કરી રહી હતા. આ તાંત્રિકો મૃતક યુવાન અશ્વિન ચેવટની સળગતી ચિતા સામે સાદડી બિછાવીને બેઠા હતા અને તેમની પાસે સિંદૂર, ચાકૂ, વાળ અને બીજી સામગ્રી લઈને બેઠા હતા અને તંત્ર ક્રિયા કરી રહ્યાં હતા. અઘોરીઓએ એક બોટલમાં રાખ પણ ભરી રાખે હતી અને મંત્રોચ્ચોર કરી રહ્યાં હતા. 

કોણ છે તાંત્રિકો 
3 તાંત્રિકોના નામ અવિનાશ ચંદેલ (નાથ), દિલીપ ચંદેલ (નાથ) અને રાહુલ બૈરાગી છે અને તેઓ ભયાનક ક્રિયા કરી રહ્યાં હતા, તેમને એમ હશે કે તેમના આ કાળા કામોની કોઈને ખબર નહીં પડે પરંતુ મામલો સામે આવી ગયો હતો. 

કેવી રીતે મામલો સામે આવ્યો 
ગોપાલપુરાના 3 મિત્રો આ આખો મામલો સામે લાવ્યાં હતા. હકીકતમાં મિત્ર અશ્વિન ચેવટનું શિવરાત્રી મિત્રો સાથે ફરવા જતાં કેદારનાથ ધામમાં હાર્ટએટેકથી મોત થયું હતું. ન અને પ્રસાદ લીધા બાદ અશ્વિનીને છાતીમાં ભારે દુખાવો થતો હતો. યુવાન અશ્વિનીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત નીપજ્યું હતું. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેમનું મોત હાર્ટ એટેકથી થયું હતું. પરિવારજનોએ મૃતકના ગોપાલપુરાના સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરી ઘરે પરત ફર્યા હતા. અશ્વિનીને સિગારેટ પીવાનો શોખ હતો, છેલ્લી ઘડીએ મૃતકનો શોખ પૂરો કરવા અને આત્માની શાંતિ માટે ભાઈ નિખિલ કેવટ અને તેનો મિત્ર આકાશ રઘુવંશી સિગારેટ લઈને સ્મશાનગૃહ પહોંચ્યા હતા, પરંતુ ત્યાંનું દ્રશ્ય જોઈને તેમના હોશ ઉડી ગયા હતા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે અશ્ચિનની ચિતા સામે તંત્રક્રિયા કરાઈ રહી હતી. 

તાંત્રિકો સિંદૂર, ચાકૂ, વાળ લઈને અશ્વિનની ચિતા સામે કરી રહ્યાં હતા મેલી વિદ્યા 
મિત્રો જ્યારે મૃતક મિત્રને સળગતી ચિતામાં સિગારેટ મૂકવા પહોંચ્યાં ત્યારે 3 તાંત્રિકો તેની લાશની સામે બેસીને સિંદૂર, ચાકૂ, વાળ લઈને મેલી વિદ્યા કરી રહ્યાં હતા. મેલી વિદ્યા દ્વારા જાદુઈ શક્તિ મેળવવાં માગતા હતા પરંતુ ડોક્ટરોએ તેને અંધશ્રદ્ધા ગણાવી છે. તાંત્રિકોએ મૃતક અશ્વિની કેવતની ચિતાની અસ્થિને બોટલમાં ભરી દીધી હતી.

'અમારે જે કરવાનું હતું તે કરી લીધું-તાંત્રિકો 
જ્યારે નિખિલ, આકાશ અને અન્યોએ તાંત્રિકોની પૂછપરછ કરી, ત્યારે તેઓએ તેમના નામ અવિનાશ ચંદેલ (નાથ), દિલીપ ચંદેલ (નાથ) અને રાહુલ બૈરાગી કહ્યાં. 
મામલો વણસતો જોઈ તાંત્રિક રાહુલ બૈરાગી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પરંતુ અન્ય બે તાંત્રિકોને ત્યાં હાજર લોકોએ પકડી લીધા હતા. જો કે, બંને તાંત્રિકો કહેતા રહ્યા કે અમારે જે ક્રિયા કરવાની હતી તે અમે ચિતા અને ડેડબોડી સાથે કરી છે.

અંધશ્રદ્ધા જ છે રોકવી જરુરી-ડોક્ટરો
આ ઘટનાને લઈને પરિવાર અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ ગુનાના સ્મશાનોમાં તાંત્રિક ક્રિયાના કિસ્સા સામે આવી ચૂક્યા છે અને હવે ફરી બન્યો છે. 
ભૂતકાળમાં ગુનામાં મુક્તિ ધામોમાં તંત્ર ક્રિયાના કિસ્સા બન્યા છે. લોકોમાં રોષ છે કે, સળગતી લાશો સાથે ચેડાં કરવાનું કેવી રીતે બંધ કરવામાં આવે. ડોકટરો કહે છે કે આવી તાંત્રિક પ્રવૃત્તિઓ માત્ર અંધશ્રદ્ધા છે જેને રોકવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પોલીસે ગુનો નોંધ્યો  
ટીઆઈ કેન્ટ પોલીસ સ્ટેશન પંકજ ત્યાગીએ જણાવ્યું હતું કે પોલીસે ત્રણેય તાંત્રિકો સામે આઈપીસીની કલમ 297,34 હેઠળ એફઆઈઆર નોંધી છે. તાંત્રિકો પાછળ તાંત્રિકોનો હેતુ શું હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ