બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / talking while sleeping is reason for parasomnia avoid consuming

Sleep talking disorder / શું તમને પણ છે ઊંઘમાં બબડવાની ટેવ? તો આજે જ છોડી દો આ ત્રણ આદતો, તાત્કાલિક જોવા મળશે રિઝલ્ટ

Bijal Vyas

Last Updated: 02:27 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકોનો અભિપ્રાય છે કે તેઓ સ્વપ્ન જુએ છે, તેથી જ તેઓ બબડ્યા કરે છે. પરંતુ એક્સપર્ટ તેને થાક અને તણાવને કારણે થતી બીમારીનું કારણ માને છે.

  • ઊંઘમાં બબડવાની આદતને સ્લીપ બિહેવિયર ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે
  • દારુ પીવાનું વ્યસન હોય તો બબડવાની ટેવ પડી શકે છે
  • બબડવાની ટેવ હોય તો મેડિટેશન કરો

Sleep talking disorder: ઘણા લોકોને રાત્રે સૂતી વખતે પોતાની જાત સાથે વાત કરવાની આદત હોય છે. આ આદત તમારા પાર્ટનર, પરિવારના સભ્યો અને ઘરે આવતા સંબંધીઓને પણ પરેશાન કરી શકે છે. આ સમસ્યા તમને નોર્મલ લાગી શકે છે, પરંતુ તેની અવગણના કરવી ખોટી છે. આ સમસ્યા તમને બીજી ઘણી સમસ્યાઓમાં મૂકી શકે છે. જો કે, ઘણા લોકોનો અભિપ્રાય છે કે તેઓ સ્વપ્ન જુએ છે, તેથી જ તેઓ બબડ્યા કરે છે. પરંતુ એક્સપર્ટ તેને થાક અને તણાવને કારણે થતી બીમારીનું કારણ માને છે. આવો જાણીએ એક્સપર્ટના મતે, ઊંઘમાં બબડવાનું કારણ શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય...

આ કારણોથી થઇ શકે છે બબડવાની આદત 
ઊંઘમાં બબડવાની સમસ્યાને પેરાસોમનિયા કહેવાય છે. તેનો અર્થ એ છે કે, સૂતી વખતે અસામાન્ય વર્તન કરવું, સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે કેટલાક લોકો તેમની ઊંઘમાં 30 સેકન્ડ બોલે છે, અને કેટલાક તેનાથી વધુ સમય પણ બબડે છે. ઊંઘમાં વાત કરવી કોઈ પણ રીતે હાનિકારક નથી, પરંતુ તે ચોક્કસપણે ઊંઘની વિકૃતિ અથવા સ્વાસ્થ્ય રોગ તરફ સંકેત આપે છે. તેને આરઇએમ સ્લીપ બિહેવિયર ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે. જ્યારે તમે તમારી ઊંઘમાં ચીસો પાડવી, બૂમો પાડવી વગેરે જેવી વસ્તુઓ કરો છો ત્યારે તમારે સાવચેત રહેવું જોઈએ. કારણ કે, આ ડિમેંશિયા, પાર્કિંસન જેવી બીમારીઓના લક્ષણ હોઇ શકે છે. જેનાથી સુતી વખતે કોઇ વ્યક્તિ સપનુ જોવે છે. ઘણી વખત માનસિક તણાવ, સ્વાસ્થ્ય સમસ્યા, મેડિકેશનના સાઇડ ઇફેક્ટ્સથી પણ આ સમસ્યા થઇ શકે છે. 

સતત આરામ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક, આજથી જ આદત સુધારજો નહીં તો આ 5  બીમારીમાં સપડાઇ જશો too much sleep causes many diseases in the body

આ હાનિકારક વસ્તુઓથી રાખો દૂર 
1. દારૂ છોડો: 

દારૂ પીવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કેટલાક લોકોને દારૂ પીવાની એટલી ટેવ પડી જાય છે કે તેમને પોતાના શરીરની પણ ચિંતા હોતી નથી. ક્યારેક તેની સીધી અસર મન પર પડે છે. આ કારણે આવા લોકો સૂતી વખતે જૂની વાતો કરવા લાગે છે. આ માટે દારૂ છોડવું વધુ હિતાવહ છે. જેમ જેમ દારૂ પીવાનું વ્યસન ઓછું થાય છે તેમ તેમ આ સમસ્યા પણ ઓછી થવા લાગે છે.

2. તણાવ મુક્ત રહોઃ 
ભલે તમને ઊંઘમાં બબડવાની બીમારી ના હોય પરંતુ કાળજી રાખવી જરુરી છે. તે માટે પોતાની જાતને તણાવ મુક્ત રાખો. જો તમને ઓફિસના કામનો તણાવ છે તો બને તેટલુ ઝડપથી તેને દૂર કરીને તણાવ મુક્ત બનો. જો શક્ય હોય તો મેડિટેશન શરુ કરો. નોંધનીય છે કે તણાવની જગ્યાએ મગજમાં હંમેશા એક અજીબ દબાવ પડે છે. જેનાથી સારી ઊંઘ મળી શકતી નથી. જે બબડાટનું કારણ બની શકે છે. 

Topic | VTV Gujarati

3. વધારે કેફીન ના લેવુઃ
જો કોઇને ઊંઘમાં બબડવાની આદત છે તો કેફીન-ચાનું વધારે સેવન ના કરવુ જોઇએ. કારણ કે રાત્રે કેફીન વાળી વસ્તુઓનું સેવન કરવાથી ઊંઘને અસર થાય છે, જે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. 

જો તમને ઊંઘમાં બબડવાની આદત બની ગઇ છે, તો આ નજરઅંદાજ કરવાથી બચો. જો તમને પણ આ સમસ્યા છે તો કોઇ સાઇકિયાટ્રિસ્ટ જરુર સલાહ લેવી જોઇએ. જો કે ઊંઘમાં બોલાની આદતનો કોઇ ઇલાજ નથી, અને ના તો કોઇ દવા છે તો કોઇ સાઇકિયાટ્રિસ્ટ પાસે આ સમસ્યાનું સમાધાન મેળવો. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ