બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Suspended PI Taral Bhatt of Junagadh blast arrested from Ahmedabad ring road

કાર્યવાહી / જૂનાગઢ તોડકાંડ: સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની અમદાવાદ રિંગરોડ પરથી ધરપકડ, થઇ શકે છે મોટા ખુલાસા

Vishal Khamar

Last Updated: 03:32 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના તોડકાંડ મામલે છેલ્લા ઘણા દિવસથી સસ્પેન્ડેડ પીઆઈની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ એટીએસ દ્વારા તરલ ભટ્ટની હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

  • જૂનાગઢના તોડકાંડ મામલે સસ્પેન્ડેડ PIની ધરપકડ
  • ગુજરાત ATSએ સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટની ધરપકડ કરી
  • અન્ય 2 આરોપીઓની ATS કરી રહી છે શોધખોળ

 જૂનાગઢના તોડકાંડ મામલે સસ્પેન્ડેડ પીઆઈની છેલ્લા ઘણા સમયથી શોધખોળ હાથ ધરી છે. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરી છે. અમદાવાદના રિંગ રોડ પરથી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. તરલ ભટ્ટની પૂછપરછમાં અનેક ખુલાસા થવાની સંભાવના છે. તેમજ અન્ય 2 આરોપીઓની એટીએસ શોધખોળ કરી રહી છે. ગઈકાલે પોલીસે તરલ ભટ્ટના નિવાસ સ્થાને એટીએસે તપાસ કરી હતી. 

ગત રોજ એટીએસની ટીમે તરલ ભટ્ટના ઘરે તપાસ હાથ ધરી હતી
જૂનાગઢ તોડકાંડ કેસમાં ગુજરાત ATSએ આરોપી PI તરલ ભટ્ટના ઘરે તપાસ શરૂ કરી છે. તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત શિવમ રેસિડેન્સીમાં પાંચમા માળે એટીએસની ટીમે તપાસ કરી હતી. દોઢ કલાક ચાલેલી આ તપસમાં પરિવાર સાથે પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ સાથે તરલ ભટ્ટનું ઘર પિતાના નામે હતું. મિલકત અને બેંક એકાઉન્ટની પણ માહિતી મેળવવામાં આવી છે. ત્યારે આરોપી તરલ ભટ્ટની માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં વિવાદીત ભૂમિકા હોવાનું પણ સામે આવ્યું હતું. જૂનાગઢના તોડકાંડમાં તરલ ભટ્ટની મુખ્ય ભૂમિકા સામે આવી હતી. જે બાદથી તરલ ભટ્ટ અને PI ગોહેલની શોધખોળ શરૂ કરી છે.

કથિત તોડકાંડ
કથિત તોડકાંડ કેસમાં સસ્પેન્ડ કરાયેલા તરલ ભટ્ટે વકીલ મારફતે જૂનાગઢ સેશન્સ કોર્ટેમાં આગોતરા જામીન માંગ્યા હતા. સેશન્સ કોર્ટ દ્વારા મુદત મંજૂર કરતા 6 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.  હાલ જે તપાસ ચાલી રહી છે તેની સામે પણ સવાલો ઉભા થયા છે. ASI દિપક જાનીની અટકાયત કરી હોવા છતાં હજુ સુધી કોઈ ખુલાસા કર્યા નથી. ત્યારે ATSએ જૂનાગઢ તોડકાંડ અને માધુપુરા ક્રિકેટ સટ્ટા કાંડની સંડોવણીને લઈને પણ તપાસ તેજ કરી છે. ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ તરલ ભટ્ટ પાસે હતી. ત્યારે સટ્ટાકાંડમાં ફ્રીઝ કરાયેલા બેંક ખાતા અનફ્રિઝ કરવા માટે રૂપિયાની માંગણી કરાઈ હોવાનો તરલ ભટ્ટ પર આોપ છે. ઘણા ખાતાની માહિતી પોલીસને ન અપાઈ હોવાનો પણ દાવો.

વધુ વાંચોઃ ચેકડેમ-બેરેજ તથા સિંચાઇ યોજના માટે બજેટમાં કરોડોની ફાળવણી, કચ્છ-બનાસકાંઠા સહિતના જિલ્લાઓને મળશે સીધો લાભ

2008માં PSI તરીકે જોડાયો
PI તરલ ભટ્ટ 2008માં ગુજરાત પોલીસમાં PSI તરીકે જોડાયા હતા અને ત્યારબાદ સાયબરના ગુના ઉકેલવામાં તેમને ખૂબ ફાવટ ગઈ હતી, કે ક્રાઈમ બ્રાન્ચમાં સાયબર રોલ ઉભો કરવામાં આવ્યો. પરંતુ જેમ જેમ પ્રમોશન થયા તેમ તેમ તરલ ભટ્ટ જેવા દેખાય છે તેટલા સરળ ન રહ્યાં. પીઆઈ તરલ ભટ્ટનો તોડકાંડનો ઈતિહાસ ખૂબ લાંબો છે. જેના પર ટૂંકમાં નજર કરીએ તો સૌથી પહેલા તરલ ભટ્ટ સામે 2014માં હાઈકોર્ટમાં રિઝવાના શેખ નામની મહિવાએ હેબિયર્સ કોપર્સ કરી હતી. રિઝવાનના પતિ સલીમ શેખને ખોટી રીતે ઉઠાવી 1 લાખની માંગણી કરાઈ હતી. 1 લાખ રૂપિયા ન અપવા પર તાત્કાલીન પીએસઆઈ તરલ ભટ્ટે સલીમને માર માર્યો હતો. હાઈકોર્ટે ઉધડો લેતા તરલ ભટ્ટની અમદાવાદ બહાર બદલીના આદેશ આપ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ