બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Sushmita Sen was seen playing sword after recovering from heart surgery shared VIDEO

ધમાકેદાર કમબેક / હાર્ટ સર્જરીથી રિકવર થઈને તલવારબાજી કરતી નજર આવી સુષ્મિતા સેન, VIDEO શેર કરીને કહ્યું, 'પાછી આવી ગઈ છું..'

Megha

Last Updated: 04:23 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને  અવારનવાર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

  • સુષ્મિતા સેને આર્યા 3 માટે શૂટિંગ શરૂ કરી દીધું છે
  • સુષ્મિતાએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો 
  • હાર્ટ એટેક બાદ શૂટ પર કમબેક કર્યું 

સુષ્મિતા સેનને થોડા સમય પહેલા હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ એક્ટ્રેસની સર્જરી કરવામાં આવી હતી, જે બાદ હવે એક્ટ્રેસ સ્વસ્થ થઈને પોતાના કામ પર પરત ફરી છે. જણાવી દઈએ કે તેને તેની આવનારી વેબ સિરીઝ આર્યા 3 માટે શૂટિંગ શરૂ કરી દીધું છે અને આ સીરિઝના સેટ પરથી એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

સુષ્મિતાએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે
આપણે બધા જાણીએ છીએ કે સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને  અવારનવાર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. એવામાં તાજેતરમાં સુષ્મિતાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયો દરમિયાન સુષ્મિતા સેન તલવારબાજી કરતી જોવા મળી રહી છે. એ વાયરલ વિડીયોમાં તે બ્લેક આઉટફિટમાં દેખાઈ રહી છે અને અને હંમેશની જેમ તેના અદભૂત અવતારમાં જોવા મળી. આ વિડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે- તે મતલબી છે, તે નીડર છે, હવે તે પાછી આવી ગઈ છે. આર્ય સીઝન 3નું શૂટિંગ ફરી શરૂ થયું. 

હાર્ટ એટેક બાદ શૂટ પર કમબેક કર્યું 
હાલ વાયરલ થયેલ એ વીડિયોમાં અભિનેત્રી સંપૂર્ણ રીતે ફિટ દેખાઈ રહી છે અને મહત્વની વાત એ છે કે વીડિયોમાં તે પોતાની તલવારબાજીનું કૌશલ્ય બતાવી રહી છે. આ સાથે જ આ વિડિઓમાં તે ત્રીજી સીઝન માટે લખવામાં આવ્યું છે - ત્રીજા રાઉન્ડનો સમય છે. 

જણાવી દઈએ કે સુષ્મિતાને ગયા મહિને હાર્ટ એટેક આવ્યો હતો, જેના વિશે અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં ખુલાસો કર્યો હતો. હાર્ટ એટેકના કારણે અભિનેત્રીએ એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરાવી હતી. હાલમાં સુષ્મિતા સંપૂર્ણપણે ફિટ છે અને શૂટિંગમાં પરત ફરી છે. આ સિવાય સુષ્મિતાએ હાલ જ તેની આવનારી ફિલ્મ તાલીનું ડબિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં અભિનેત્રી શ્રી ગૌરી સાવંતનું પાત્ર ભજવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ