બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / suryakumar yadav completes 3000 run and 100 six in ipl history 3 records

IPL 2023 / સૂર્યકુમાર યાદવનો IPLમાં દબદબો: એક જ મેચમાં કર્યા એકસાથે 3 રેકોર્ડ પોતાને નામ, પૂરા કર્યા 3000 રન

Bijal Vyas

Last Updated: 07:50 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Suryakumar Yadav IPL 2023: આરસીબી સામે સૂર્યકુમાર યાદવે 83 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે તેણે ત્રણ મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.

  • સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી
  • સૂર્યાકુમારે સામે મોટી ઇનિંગ રમતા સાથે જ ત્રણ મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા
  • સૂર્યાએ નેહલા વડેરા સાથે સદીની ભાગીદારી કરીને મુંબઈને જીત સુધી પહોંચાડ્યું

Suryakumar Yadav Record: મુંબઈ ઈન્ડિયન્સે RCBને ધમાકેદાર 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા RCBની ટીમે મુંબઈને 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને મુંબઈની ટીમે આસાનીથી હાંસલ કરી લીધો હતો. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી હતી. તેણે પોતાની શાનદાર બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. તેણે આરસીબી સામે મોટી ઇનિંગ રમતા સાથે જ ત્રણ મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા.

સૂર્યકુમાર યાદવે કર્યો કમાલ  
આરસીબી સામે મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે કેપ્ટન રોહિત શર્મા માત્ર 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, ઇશાન કિશનની વિકેટ પડી હતી, જે બાદ રોહિતની વિકેટ પડી હતી અને સૂર્યકુમારે નેહલા સાથે પાર્ટનરશિપ કરી હતી. ઈશાન 42 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ સૂર્યાએ નેહલા વડેરા સાથે સદીની ભાગીદારી કરીને મુંબઈને જીત સુધી પહોંચાડ્યું હતું. બંનેએ ત્રીજી વિકેટ માટે 140 રનની ભાગીદારી કરી હતી. સૂર્યાએ 35 બોલમાં 83 રન બનાવ્યા જેમાં 7 ચોગ્ગા અને 6 લાંબા છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે તેણે IPLમાં 3000 રન પૂરા કરી લીધા છે.

IPLમાં લગાવ્યો અનોખો શતક 
સૂર્યકુમાર યાદવે RCB સામે પોતાની ઇનિંગમાં 6 સિક્સર ફટકારી હતી. આ સાથે તેણે IPLમાં પોતાની 100 સિક્સર પૂરી કરી લીધી છે. આઈપીએલમાં સૂર્યાનો સર્વશ્રેષ્ઠ સ્કોર આરસીબી સામે 83 રન છે. તે 2012થી આઈપીએલમાં રમી રહ્યો છે. તે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી ચૂક્યો છે. તેણે અત્યાર સુધી IPLની 134 મેચમાં 3020 રન બનાવ્યા છે. આઈપીએલમાં તેણે 145.47ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

ભારતના આ ખેલાડીની તો શું વાત કરવી? બન્યો દુનિયાનો નંબર વન ટી-20 બેટ્સમેન I Suryakumar  yadav retains number one batter in t20 worldcup

મુંબઇ ઇન્ડિયન્સને થયો ફાયદો 
RCB સામેની મેચની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 8માં નંબર પર હતી, પરંતુ આ જીત સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં સીધા ત્રીજા નંબર પર પહોંચવામાં સફળ રહી છે. મુંબઈના 11 મેચમાં 6 જીત સાથે 12 પોઈન્ટ છે અને તેનો રન રેટ માઈનસ 0.255 છે. મુંબઈને પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે તેની બાકીની મેચો જીતવી પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ