બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / Surya Rashi Parivartan 2023 positive zodiac impact

સૂર્ય ગોચર / આ તારીખે સૂર્યનું કર્ક રાશિમાં પરિવર્તન: મિથુન સહિત આ 4 રાશિના જાતકોના ખુલી જશે ભાગ્ય, મળશે ધન, પદ અને પ્રતિષ્ઠા

Arohi

Last Updated: 11:57 AM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surya Rashi Parivartan 2023: કર્ક રાશિમાં સૂર્યનું ગોચર 17 જુલાઈ સોમવારે સવારે 5.19 વાગ્યે થશે. સૂર્ય દેવ એક રાશિમાં એક મહિના સુધી રહે છે. સૂર્યનું ગોચર 4 રાશિના જાતકોની લોટરી લગાવી શકે છે.

  • 17 જુલાઈએ થશે સૂર્યનું ગોચર 
  • 1 રાશિમાં 1 મહિનો રહે છે સૂર્ય 
  • સૂર્ય ગોચરથી આ 4 રાશિને લાગશે લોટરી 

સૂર્યનું રાશિ પરિવર્તન 17 જુલાઈએ થવા જઈ રહ્યું છે. સૂર્ય દેવ મિથુન રાશિથી નિકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિમાં સૂર્યનું ગોચર 17 જુલાઈ સોમવારે સવારે 5.19 વાગ્યે થશે. કર્ક રાશિમાં આવવાથી સૂર્યની કર્ક સંક્રાંતિ થશે. આ દિવસે સૂર્ય દક્ષિણાયન થાય છે. સૂર્ય દેવ કર્ક રાશિમાં એક જ મહિના સુધી રહેશે. 

પછી 17 ઓગસ્ટે બપોરે 1.44 મિનિટ પર રાશિ પરિવર્તન કરશે. આ દિવસે કર્કથી નિકળીને સિંહ રાશિમાં સૂર્યનું ગોચર થશે. સૂર્યના કર્ક રાશિમાં ગોચર કરવાથી પણ 12 રાશિઓ પર શુભ કે અશુભ પ્રભાવ પડે છે.  પરંતુ સૂર્ય ગોચર 4 રાશિના જાતકોની લોટરી લગાવી શકે છે. તેમને ધન, પદ અને પ્રતિષ્ઠા અપાવી શકે છે. 

સૂર્ય ગોચર 2023 રાશિઓ પર સકારાત્મક પ્રભાવ 
મેષ 

સૂર્યનું ગોચર તમારી રાશિના જાતકોનું ભાગ્ય બદલવાનું છે. નોકરીયાત લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. પ્રમોશન મળવાથી પારિવારિક જીવન ખુશીમાં પસાર થશે. એક મહિનામાં તમને કોઈ ખુશખબર મળી શકે છે. શિક્ષા પ્રતિયોગિતા સાથે જોડાયેલા લોકો મહેનત કરવાનું ન છોડે. તમારા માટે અનુકૂળ સમય આવી રહ્યો છે. સફળતા પ્રાપ્તિની સંપૂર્ણ સંભાવના છે. તમે પોતાનું લક્ષ્ય મેળવીને સફળ થઈ શકો છો. 

મિથુન 
કર્કમાં સૂર્યનું ગોચર તમારા માટે લોટરી લગાવી શકે છે. કારણ કે તમને પ્રમોશન મળવાના યોગ છે. બિઝનેસ સાથે જોડાયેલા જાતકોને નફો કમાવવા અને રોકાણથી મોટુ ધન લાભ થઈ શકે છે. આ સમયમાં તમારી આર્થિક સ્થિતિ પહેલા જેવી થઈ શકે છે. તમને કિસ્મતનો સાથ મળશે આ કારણે કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. જલમાં લાલ ચંદન અને ગોળ મિક્સ કરીને સૂર્યદેવને અર્ધ્ય આપો. 

કર્ક 
સૂર્યનું રાશિ પરિવર્તન તમારી રાશિમાં થવા જઈ રહ્યું છે. માટે તમારા પર તેનો સકારાત્મર પ્રભાવ જોવા મળશે. નોકરીયાત માટે નવી જોબ મળી શકે છે. હાલ નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. તેના કારમે તમારી આવક વધી શકે છે. 

સ્વાસ્થ્યમાં રહેલા કરતા સુધાર થશે. બિઝનેસ કરનાર લોકો પોતાના કામને વધારવાનો પ્રયત્ન કરી શકે છે. બીજાની મદદથી લાભના અવસર મળી શકે છે. જે લોકો હજુ સુધી સિંગલ છે તેમને કોઈ ખુશખબર મળી શકે છે. 

તુલા 
સૂર્યનું ગોચર થવાથી તમે તમારા માટે નવું વાહન ખરીદી શકો છો. નોકરી કરનાર લોકોની સેલેરીમાં વૃદ્ધિ થઈ શકે છે. વ્યાપારી વર્ગ માટે આ સમય ખૂબ જ સારો સાબિત થઈ શકે છે. 

કારણ કે કરેલું રોકાણ ફાયદો પહોંચાડી શકે છે. તમારો બિઝનેસ વધારે આગળ વધી શકે છે. ધન લાભના યોગ બનશે અને તમે પડકારથી નિપટવામાં સફળ થશો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ