બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / surya gochar 2023 14 april 2023 unlucky for those zodiac signs

Surya Gochar / આ રાશિના જાતકોએ રહેવું સાવધાન, સૂર્ય કરશે મેષ રાશિમાં ગોચર, જાણો ક્યારથી

Arohi

Last Updated: 08:45 AM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surya Gochar 2023: 14 એપ્રિલે બપોરે 2.42 મિનિટ પર સૂર્ય મેષ રાશિમાં ગોચર કરશે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય દેવને ગ્રહોના રાજા માનવામાં આવે છે. સૂર્ય દેવ મેષ રાશિના પાંચમાં ભાવના સ્વામી છે. તેના પ્રભાવથી જાતકોના કરિયરમાં સફળતા, ભાગ્યનો સાથ, ધન લાભ, માન-સન્માનમાં વૃદ્ધિની પ્રાપ્તિ થશે.

  • મેષ રાશિમાં ગોચર કરશે સૂર્ય 
  • પ્રભાવથી આ રાશિના લોકો રહે સાવધાન 
  • અમુક રાશિના લોકોને થશે ફાયદો 

સૂર્ય દેવ 14 એપ્રિલે મીન રાશિમાંથી નિકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. તેને જ મેષ સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્ય આપણા પ્રત્યક્ષ દેવ છે. ગ્રહોમાં તેમને રાજા કહેવામાં આવે છે. માટે તેનું રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયે મેષ રાશિમાં પહેલાથી જ રાહુ રહેલો છે. 

માટે 14 એપ્રિલે મેષ રાશિમાં રાહુ અને સૂર્યની યુતિનું નિર્માણ થશે. સૂર્યને સત્તા, પિતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. રાહુ જે પણ ગ્રહ સાથે યુતિ કરે છે. તેના પ્રભાવોને વધારી દે છે. મેષ રાશિમાં સૂર્ય અને રાહુની યુતિથી ગ્રહણ યોગ બનવા જઈ રહ્યા છે. તેની આ રાશિઓ પર થશે અસર. 

મેષ 
મેષ રાશિમાં આ ગ્રહણ યોગમાં બનવા જઈ રહ્યો છે. આ યુતિના કારણે તમારો અહંકાર આત્મવિશ્વાસમાં બદલાઈ શકે છે. સરકારી અને રાજનીતિક લોકો સાથે ફાયદો મળી શકે છે. પરંતુ તમારા પાર્ટનરશિપમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

વૃષભ 
વૃષભ રાશિમાં આ ગ્રહણ યોગ બારમાં ભાવમાં બનવા જઈ રહ્યો છે. આ સમયે તમારે માનસિક સ્ટ્રેસ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. અનિયંત્રિત ખર્ચા પર નિયંત્રણ રાખો. 

મિથુન 
મિથુન રાશિમાં આ ગ્રહણ યોગ એકાદશ ભાવમાં એટલે કે ઈચ્છાપૂર્તિના ભાવમાં બનવા જઈ રહ્યો છે. આ સમયમાં તમારે દરેક પ્રકારે લાભ થશે. સરકારી કામોમાં પણ તમને લાભ મળવાની સંભાવના છે. 

કર્ક 
કર્ક રાશિમાં આ ગ્રહણ યોગ દશમ ભાવમાં એટલે કે કર્મ ભાવમાં બની રહ્યો છે. આ સમયે નોકરીના કારણે યાત્રાના યોગ બની રહ્યા છે. પરંતુ યાત્રાના સમયે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારા દરેક પ્રોજેક્ટને સમયથી પુરા કરી લો. દરેક કામો પર સારી રીતે ધ્યાન આપો. 

સિંહ 
સિંહ રાશિમાં આ ગ્રહણ યોગ નવમ ભાવમાં બની રહ્યો છે. ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે. પરંતુ પિતાની સાથે અણબનાવ થઈ શકે છે. ઘરના મોટાને સન્માન આપો અને તેમના આશીર્વાદ લો. 

કન્યા 
કન્યા રાશિ માટે આ ગોચર અષ્ટમ ભાવમાં થવાનો છે. આ સમયે સાસરી પક્ષમાં મનભેદ પણ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પૈસાના વહેવારથી પણ બચો. કોઈ પણ પ્રકારના શારીરિક કષ્ટને નજરઅંદાજ ન કરવો. 

તુલા 
તુલા રાશિ માટે આ ગોચર સપ્તમ ભાવમાં થવાનો છે. આ સમયે પારિવારિક તણાવનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરેક નિર્ણય સમજી વિચારીને કરો. તમારા પાર્ટનરની સાથે વ્યવહાર સારો રાખો. આ સમય તમારા માટે કષ્ટકારી સાબિત થઈ શકે છે. તેની સાથે જ 22 એપ્રિલે ગ્રહણ યોગની સાથે ચાંડાલ યોગનું નિર્માણ પણ થશે. માટે આવનાર 1 મહિના સુધી સાવધાન રહેવું જરૂરી છે. નવા પાર્ટનરશિપથી સાવધાન રહેવું. 

વૃશ્ચિક 
વૃશ્ચિક રાશિ માટે આ ગોચર છઠ્ઠા ભાવમાં થવા જઈ રહ્યો છે. આ સમય તમે તમારા શત્રૂઓ પર હાવી રહેશો. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. મોટાનો આશીર્વાદ લો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 

ધન 
ધન રાશિનું આ ગોચર પંચમ ભાવમાં થવા જઈ રહ્યું છે. આ સમયે તમને તણાવનો સામનો કરવો પડી શકે છે. આ સમયે અભ્યાસમાં સમસ્યા આવી શકે છે. પ્રેમ ભાવમાં સમસ્યા આવી શકે છે. છેતરપિંડીનો સામનો પણ કરવો પડી શકે છે. કોઈ પણ નિર્ણય સમજી વિચારીને કરો. કોઈ પર પણ આંખ બંધ કરીને ભરોસો ન કરો. 

મકર 
મકર રાશિ માટે આ ગોચર તેમના ચતુર્થ ભાવમાં થવા જઈ રહ્યો છે. પરિવારમાં અણબનાવનો સામનો કરવો પડી શકે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તેની સાથે જ બિઝનેસમાં તણાવનો સામનો કરવો પડી શકે છે. તમને અમુક લોકો નુકસાન પણ પહોંચાડી શકે છે. લેવડ દેવડથી સાવધાન રહેવું. 

કુંભ 
કુંભ રાશિમાં આ ગોચર ત્રીજા એટલે કે પરાક્રમ ભાવમાં થવાનું છે. આ સમયે સાહસમાં વૃદ્ધિ થશે. ધાર્મિક યાત્રાની સંભાવના બની રહેશે. પોતાના કામથી મતલબ રાખો. 

મીન 
મીન રાશિ માટે આ ગોચર દ્વિતીય ભાવમાં થવા જઈ રહ્યો છે. આ સમયે તમારી વાણી પર નિયંત્રણ રાખો. પોતાનો વ્યવહાર સારો રાખો. આ સમયે ધનની હાની પણ થઈ શકે છે. નવા લેવડદેવડથી સાવધાન રહેવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ