બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / surya and chandra grahan 2023 when and where to watch second solar lunar eclipse sutak kaal timing or niyam

ગ્રહણ / 15 જ દિવસમાં બે ગ્રહણ: જાણો ભારતમાં સૂતક લાગશે કે નહીં, કઈ રાશિના જાતકોએ રાખવી પડશે સાવધાની?

Manisha Jogi

Last Updated: 10:51 AM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધાર્મિક દ્રષ્ટીએ ઓક્ટોબર મહિનો ખૂબ જ ખાસ રહેશે. આ દિવસે એક મહિનામાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ લાગશે. સર્વપિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણ લાગશે.

  • ધાર્મિક દ્રષ્ટીએ ઓક્ટોબર મહિનો ખૂબ જ ખાસ
  • એક મહિનામાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ લાગશે
  • વર્ષનું બીજું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરના રોજ લાગશે

ધાર્મિક દ્રષ્ટીએ ઓક્ટોબર મહિનો ખૂબ જ ખાસ રહેશે. આ દિવસે એક મહિનામાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ લાગશે. 14 ઓક્ટોબરના રોજ સર્વપિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણ લાગશે. 28 ઓક્ટોબરના રોજ ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. વર્ષનું બીજું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરના રોજ લાગી રહ્યું છે. 

વર્ષ 2023નું બીજુ સૂર્યગ્રહણ
14 ઓક્ટોબરના રોજ વર્ષનું બીજુ સૂર્યગ્રહણ લાગી રહ્યું છે. આ સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરના રોજ રાત્રે 08:34 વાગ્યે શરૂ થશે અને રાત્રે 02:25 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે, આ કારણોસર આ ગ્રહણનો સૂતકકાળ માનવામાં નહીં આવે. આ ગ્રહણ કન્યા અને ચિત્રા નક્ષત્રમાં થશે. 

સૂર્યગ્રહણ ક્યાં જોવા મળશે?
આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. વર્ષનું બીજુ ચંદ્રગ્રહણ યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ, ગ્વાટેમાલા, મેક્સિકો, આર્જેન્ટિના, કોલંબિયા, ક્યુબા, બાર્બાડોસ, પેરુ, ઉરુગ્વે, એન્ટિગુઆ, વેનેઝુએલા, જમૈકા, હૈતી, પેરાગ્વે, બ્રાઝિલ, ડોમિનિકા, બહામાસમાં જોવા મળશે. 

સૂર્યગ્રહણનો સૂતકકાળ
સૂર્યગ્રહણ લાગે તેના 12 કલાક પહેલા સૂતકાળ લાગી જાય છે. સૂતકકાળમાં પૂજા પાઠ કરવામાં આવતા નથી. આ દરમિયાન ભગવાનની મૂર્તિઓને સ્પર્શ ના કરવો જોઈએ. સૂર્યગ્રહણ ભારતમાં લાગશે નહીં, તેથી તેનો સૂતકકાળ ભારતમાં માન્ય નહીં ગણાય.

વર્ષ 2023નું ચંદ્રગ્રહણ
વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરની રાત્રે લાગશે. આ ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબરના રોજ રાત્રે 01:15 શરૂ થશે અને રાત્ર 02:24 વાગ્યે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે. આ કારણોસર તેનો સૂતકકાળ ભારતમાં માન્ય ગણાશે. આ ચંદ્રગ્રહણ યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, ઉત્તર અને પૂર્વ દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર, એન્ટાર્કટિકામાં જોવા મળશે.

ચંદ્રગ્રહણનો સૂતકકાળ
ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે, તેથી તેનો સૂતકકાળ ભારતમાં માન્ય ગણવામાં આવશે. ચંદ્રગ્રહણનો સૂતકકાળ 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે. સૂતકકાળ દરમિયાન માંગલિક કાર્ય અથવા પૂજા પાઠ કરવામાં આવતા નથી. આ ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરના રોજ રાત્રે લાગશે, આ ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરના રોજ સાંજે 04:05 વાગ્યે શરૂ થશે. 

સૂર્યગ્રહણની આ રાશિઓ પર અસર થશે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણની તમામ રાશિના જાતકો પર અસર થશે. આ દરમિયાન કેટલીક રાશિના જાતકોએ વધુ સાવધાન રહેવાની જરૂર છે. સૂર્યગ્રહણની મેષ, કર્ક, તુલા અને મકર રાશિના જાતકો પર અસર થશે, તેથી આ રાશિના જાતકોએ વધુ સાવધાન રહેવાની જરૂર છે. 

ચંદ્રગ્રહણની કઈ રાશિના જાતકો પર અસર
ચંદ્રગ્રહણની મેષ, વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકો પર અસર થશે. તેથી આ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. આ ચંદ્રગ્રહણ મિથુન, કર્ક, વૃશ્વિક અને કુંભ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ