બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / surendranagar bubvana short circuit: trector trolly was affected by pgvcl loose wire, 3 died
Vaidehi
Last Updated: 07:53 PM, 12 February 2024
ADVERTISEMENT
સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી તાલુકાના બુબવાણા પાસે મજૂરો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં અકસ્માત થયો હતો. જેમાં વીજ શોક લાગતાં ત્રણ મજૂરોના ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે 6 મજૂરો ગંભીર રીતે દાઝી ગયા છે. તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના અલીરાજપુર તાલુકાના હોવાનું સામે આવ્યું છે. વીજ શોક એટલો ભયંકર હતો કે, ટ્રેક્ટરના આગળના ચારેય ટાયરો પણ બળી ગયા હતા.
PGVCL નો લુઝ વાયર
દસાડાનાં બુબવાણાં ગામે આજે વહેલી સવારે એક અકસ્માત સર્જાવા પામ્યો જેમાં મળતી માહિતી મુજબ પરપ્રાંતીય MP નાં ઝાઉઆ જિલ્લાના અલીરાજપુરથી મજૂરો મજૂરી અર્થે કપાસ વીણવા જઈ રહ્યાં હતા. ત્યારે બુબવાણાં ગામે PGVCL નો લુઝ વાયર ટ્રેક્ટર સાથે અડકી જતા ટ્રેક્ટરમાં બેઠેલા કુલ-8 મજૂરોને શોક લાગવા પામ્યો હતો જેમાં ઘટના સ્થળે 3 મજૂરોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા અને 5 લોકો ઘાયલ થવા પામ્યા હતા. ઘટનાની જાણ પોલીસ અને તંત્રને થતા પોલીસ અને પાટડી મામલતદાર, અને ઇન્ચાર્જ IAS ડે.કલેક્ટર જયંતસિંઘ રાઠોડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.
ADVERTISEMENT
વધુ વાંચો: આકાશમાંથી મોત આવ્યાનો LIVE વીડિયો: સુરતની કંપારી છૂટી જાય તેવી ઘટના, 5 સેકન્ડમાં ખેલ ખલાસ
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા
મૃતક અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે દસાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાંથી મૃતકોને પી.એમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. એટલું જ નહીં ઘાયલોને વધુ સારવાર અર્થે વિરમગામ ખાતે ખસેડાયાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે PGVCL દ્વારા તેઓની બેદરકારીનાં લીધે ત્રણ લોકોના મોત થયાની ગોઝારી ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.