બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / Surat studied MBA and started farming young man named Narendra Patel from Machisadda
Dinesh
Last Updated: 10:56 PM, 25 February 2024
મોટા ભાગના યુવાનોનું એક જ સપનું હોય છે કે, ઉચ્ચ અભ્યાસ પછી સારી નોકરી મેળવવી. પરંતુ સુરતના મહુવા તાલુકામાં એક યુવાને MBAનો અભ્યાસ કર્યા બાદ ખેતી શરૂ કરી. અને તેમાં પણ વેસ્ટમાંથી બેસ્ટ વર્મી કંપોઝ ખાતર બનાવી પોતાની સાથે-સાથે 5 હજાર ખેડૂતોનું જીવન પણ રાસાયણીક મુક્ત બનાવ્યું. આજના યુવાનો નોકરી તરફ ભાગતા હોય છે. પરંતુ સુરતના માછીસાદડા ગામના નરેન્દ્ર પટેલ નામના યુવાને MBAનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી શરૂ કરી. અને તે નોકરીને પણ થોડા જ સમયમાં છોડીને ખેતી શરૂ કરી. ખેતી પણ કેવી, કોઈ રાસાયણીક ખાતર-દવા વગરની.
ADVERTISEMENT
MBA યુવાન બન્યો ખેડૂત
આજે નરેન્દ્ર પટેલ નામનો આ યુવાન એટલા માટે ચર્ચામાં છે. કારણ કે, તેણે પોતે તો વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ શરૂ કરી પોતાની ખેતીમાં સુધાર કર્યો જ. પંરતુ આજે તેણે પોતાની સાથે-સાથે 5 હજાર ખેડૂતોને પણ રાસાયણીકનો ઉપયોગ ન કરવા પ્રેરીત કર્યા છે. નરેન્દ્ર પટેલની શરૂઆત અંગે જો વાત કરવામાં આવે તો. નોકરી કરતા ખેતીમાં રૂચી વધતા તેણે નોકરી છોડી ખેતીમાં જંપલાવ્યું. સૌથી પહેલા તેણે વેસ્ટમાંથી બેસ્ટ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનું શરૂ કર્યું. અને પોતાની જમીનમાં રાસાયણીક ખાતરનો ઉપયોગ બંધ કર્યો. તેને વર્મી કમ્પોસ્ટના ઉપયોગથી સારું ઉત્પાદન મેળ્યું. ત્યાર બાદ ખેડૂતોને માહિતગાર કર્યા. અને આજે તેમની પાસેથી 5 હજાર ખેડૂતો વર્મી કંપોઝ ખાતર ખરીદી પોતાના ખેતરમાં રાસાયણીકની જગ્યાએ ઉપયોગ કરે છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: એડ્વોકેટ મેહુલ બોઘરા પર બીજીવાર કરાયો હુમલો, કહ્યું 'પોલીસની હાજરીમાં જ મને ધમકી આપી'
જમીનમાં કાર્બન ઓછુ કરી સજીવ ખેતી શરૂ કરી
નરેન્દ્ર પટેલે શરૂઆથ ખુબ નાના પાયાથી કરી. જેમ-જેમ સફળતા મળતી થઈ. તેમ-તેમ તેણે આસપાસના ગામડાના યુવક-યુવતીઓને પોતાની સાતે જોડી તેમને ટ્રેનિંગ આપી. અને આજે સ્થિતિ એવી બની છે કે, નરેન્દ્ર પટેલ 600થી વધુ લોકોને રોજગારી પણ આપે છે. એટલું જ નહીં આજે રાસાયણીક ખાતરના ઉપયોગ વગર ખેડૂતો સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. નરેન્દ્ર પટેલની જેમ દરેક ગામમાં જો આજની યુવા પેઢી રાસાયણીક ખાતરોનો ઉપયોગ બંધ કરી ઓર્ગેનિક ખેતી કરતા થશે, તો એ સમય પણ દૂર નથી. જ્યારે ખેતી રાસાયણીક અને જંતુનાશક દવાઓના ઉપયોગ વગરની બને. આ સાથે જ ખેડૂતો ખર્ચા વગર સારું ઉત્પાદન મેળવતા થાય.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.