બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Advocate Mehul Boghra was attacked once again in Surat

સુરત / એડ્વોકેટ મેહુલ બોઘરા પર બીજીવાર કરાયો હુમલો, કહ્યું 'પોલીસની હાજરીમાં જ મને ધમકી આપી'

Dinesh

Last Updated: 10:19 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતમાં એડ્વોકેટ મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો થયો છે, બ્લેક કાચ અને નંબર પ્લેટ વગરની કાર ચાલક સામે બોલતા વિવાદ વકર્યો હતો

સુરતમાં એડ્વોકેટ મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો થયાની ઘટના ધ્યાને આવી છે. અત્રે જણાવીએ કે, મેહુલ બોધરા વિવિધ ટ્રાફિક રૂલ્સને લઈ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ત્યારે ફરી એકવાર ટ્રાફિક રુલ્સ ચકાસણી કરવું મહુલ બોઘરાને ભારે પડ્યું છે

મેહુલ બોધરાએ શું કહ્યું ?
મેહુલ બોધરાએ સમગ્ર ઘટના બાદ સોશિયલ મીડિયામાં લાઈવ થઈ જણાવ્યું હતું કે, હું મારા અંગત કામ અર્થે બહાર જઈ રહ્યો હતો ત્યારે પર્વત પાટિયા પાસે બીઆરટી કોરીડોર પાસે એક બ્લેક કલરના કાચ વાળી નંબર પ્લેટ વિનાની ગાડી જોવા મળી હતી. ત્યારે મને એ ગાડી પર શંકા જતા તે ગાડી તરફ જઈને મારી સેફ્ટી માટે સોશિયલ મીડિયામાં લાઈવ શરૂ કર્યું હતું. ત્યારે તે ગાડી ચાલક મારી પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. 

વાંચવા જેવું: હવે વિદેશમાં રહેવાનું સપનું અવશ્ય પૂર્ણ થશે! કારણ આ 5 દેશ, જે ભારતીયોને સરળતાથી આપે છે નાગરિકતા

મેહુલ બોધરાએ પોલીસ પર કર્યા આક્ષેપ
ઘટના અંગે મેહુલ બોઘરાએ વધુમાં કહ્યું કે, તે ગાડી ચાલકે મારી પર ઉગ્રતા ભર્યું વર્તન કર્યું હતું. તે સમય મેં કેન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો તેમણે કોલ ઉપાડ્યો ન હતો. ત્યારબાદ ટ્રાફિક DCPને પણ કોલ કર્યો હતો. તેમણે પણ કોલ ન ઉપાડ્યો. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગાડી ચાલકે અન્ય લોકોને કોલ કરીને બોલાવ્યા હતા. તે લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. તેમણે પોલીસ પર આક્ષેપ કર્યા હતો કે, આ બાબતે હું પુણા પોલીસ સ્ટેશનમાં પણ ગયો હતો જ્યાં પણ ગાડી ચાલક અને તેના સાથીદારો મને મારવાનો પ્રયત્ન કરે છે. તે લોકોએ પોલીસની હાજરીમાં ધમકી પણ આપી હતી. મેહુલ બોઘરાએ પી આઈ પર ગંભીર આક્ષેપ કર્યા હતા  

અત્રે જણાવીએ કે, આ બાબતની કોઈ અધિકારીક સ્પષ્ટતા સામે આવી નથી. સત્ય શું છે તે તપાસનો વિષય છે. આ સમગ્ર બાબત સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ