બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / Surat Crime Branch arrested a man for stealing mobile phones, many mobile phone thefts are likely to be solved

સાવધાન / મોજશોખ માટે હાથ સફાઇ: સુરતમાં ખુલ્લા મકાનોમાં પ્રવેશ કરી મોબાઈલ ચોરતો યુવક ઝડપાયો, આખીય ટ્રિક હેરાન કરી મૂકે તેવી

Vishal Khamar

Last Updated: 09:04 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોજશોખ માટે મોબાઈલ ચોરી કરી તેને વેચી રૂપિયા મેળવી રૂપિયા ખર્ચ કરનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. આરોપી ખુલ્લા મકાનમાં પ્રવેશ કરી મોબાઈલ ચોરી કરી આ મોબાઈલ વેચી પોતાના મોજશોખ પૂરા કરવા માટે જાણીતો છે.

  • કેટલાક યુવાનો મોજશોખ માટે ચોરીનાં રવાડે ચડે છે
  • સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોરીનાં મોબાઈલ વેચતા યુવકની ધરપકડ કરી
  • હજુ મોબાઈલ ચોરીનાં અનેક ભેદ ઉકેવાવાની શક્યતા

 કેટલાક યુવાનો પોતાના મોજશોખ પૂરા કરવા માટે ચોરીના રવાડે ચડતા હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે આજરોજ આવાજ એક યુવકને ઝડપી પાડ્યો છે. જે પોતાના મોજશોખ પુરા કરવા માટે મોબાઈલની ચોરી કરતો હતો અને તે પણ ખુલ્લા ઘરમાં  પ્રવેશ કરી મોબાઇલ ચોરતો હતો.

મોજશોખ પૂરા કરવા માટે કરતા હતા મોબાઈલ ચોરી
સુરતમાં સતત ચોરીની ઘટનાઓ વધી રહી છે તેવામાં સુરત પોલીસ ચોરી કરતા હોય તેવા ઈસમોને ઝડપી પાડવા માટેનું એક અભિયાન શરૂ કર્યું છે ખાસ કરીને મોબાઈલ ચોરીમાં ભૂતકાળમાં સંડોવાયેલા હોય કહેવાય સામોની તપાસ દરમિયાન પોલીસને જાણકારી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં રહેતો અને પોતાના મોજશોખ પૂરા કરવા માટે ખુલ્લા મકાનોમાં પ્રવેશ કરી મોબાઈલ ની ચોરી કરનાર મોહમ્મદ બાબા મોબાઈલ યાકુબ શેખ નામના ઈસમને લિંબાયત મિટિંગ ખારી વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે આ યુવક પાસે iphone 13 મોબાઇલ જેની કિંમત 30,000 રૂપિયા થાય છે. 

આરોપી અગાઉ અસંખ્ય ગુનાઓમાં પોલીસનાં હાથે ઝડપાયેલો છે
આ મોબાઈલ પોતાના મિત્ર સાથે સુરતના પુણાગામ આઈ માતા ચોક પાસે ફરવા નીકળ્યો હતો ત્યારે એક મકાનનો દરવાજો ખુલ્લો જોઈએ મકાનમાં પ્રવેશ કરી આ મોબાઈલ ફોનની ચોરી કરી હતી. અને તેને વેચવા માટે ફરતો હતો એ દરમિયાન પોલીસે ઝડપી પાડ્યો હોવાનું આરોપીએ કબુલાત કરી હતી. જોકે આરોપીનો ગુનાહિત તપાસ કરતા આરોપી ભૂતકાળમાં ચાર જેટલા ગુનામાં સલાબદપુરા પોલીસમાં અને એક ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે આરોપી પોતાના મહોત્સવ પૂરા કરવા માટે મોબાઈલની ચોરી કરતો હતો અને તે પણ રસ્તામાં આવતું કોઈપણ મકાનમાં દરવાજો ખુલ્લો હોય તેવા મકાનમાં પ્રવેશ કરી ચોરી કરવા માટે ટેવાયરો હતો. જો કે પકડાયેલ ઈસમની પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. અને પૂછપરછ દરમ્યાન મોબાઈલ ચોરીના અનેક ભેદ ઉકળે તેવી આસકા પણ વ્યક્ત કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ