Superstar actress caught making controversial statement on Kashmiri Pandits, case filed, find out the whole case
વિવાદ /
કશ્મીરી પંડિતો પર વિવાદિત નિવેદન આપીને ફસાઈ સુપરસ્ટાર અભિનેત્રી, દાખલ થયો કેસ, જાણો સમગ્ર મામલો
Team VTV12:37 PM, 17 Jun 22
| Updated: 12:37 PM, 17 Jun 22
સાઉથ એક્ટ્રેસ સાઇ પલ્લવી એક ઇન્ટરવ્યૂ દરમિયાન કશ્મીરી પંડિતો વિશે કાંઇક એવુ કહ્યું જે બાદ પોલીસે તેના વિરૂદ્ધ પોલીસ કેસ નોંધ્યો
સાઉથ એક્ટ્રેસ સાઇ પલ્લવી વિવાદોમાં ઘેરાઇ
એક ઇન્ટરવ્યૂ દરમિયાન કશ્મીરી પંડિતો વિશે આપ્યું વિવાદીત નિવેદન
નિવેદન બાદ બજરંગદળે તેના વિરૂદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ
સાઉથ એક્ટ્રેસ સાઇ પલ્લવી વિવાદોમાં ઘેરાઇ છે. સાઇ પલ્લવી તેની અપકમિંગ ફિલ્મ Virata Parvamને લઇને ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યૂ દરમિયાન સાઇ પલ્લવીએ કશ્મીરી પંડિતો વિશે કાંઇક એવુ કહ્યું જેનાથી સોશિયલ મીડિયા પર વિવાદ છેડાઇ ગયો છે.જો કે, સાઈ પલ્લવીના આ નિવેદન બાદ તેની સામે બજરંગ દળના નેતાઓએ અભિનેત્રી વિરુદ્ધ સુલ્તાન બજાર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે.
પોલીસે કહ્યું વીડિયો જોયા બાદ તેના પર કાર્યવાહી કરાશે
આ મામલે પોલીસનું કહેવું છે કે તેઓ આ વીડિયો જોશે, ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે આ મામલે કાયદાકીય અભિપ્રાય પણ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સાઈ પલ્લવીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં બોલિવૂડ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને તેમની હત્યાના સીનને મોબ લિંચિંગ સાથે સરખાવ્યા હતા. એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સાઈ પલ્લવીએ કહ્યું હતું કે ન્યૂટ્રલ એનવાયરનમેન્ટમાં ઉછરી છું. મેં લેફ્ટ વિંગ અને રાઇટ વિંગ વિશે ઘણું સાંભળ્યું છે. પણ હું કહી શકતી નથી કે કોણ સાચું છે અને કોણ ખોટું.
સાઈએ વધુમાં કહ્યું કે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી. થોડા સમય પહેલા ગાયને લઈને જઈ રહેલા એક મુસ્લિમ વ્યક્તિને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો અને તેને જય શ્રી રામ બોલવાનું કહેવામાં આવ્યું હતું. આ પણ ધર્મના નામે હિંસા છે. હવે આ બે ઘટનાઓમાં શું તફાવત છે? સાઈ પલ્લવીએ કહ્યું કે તેના પરિવારે તેને હંમેશા સારી વ્યક્તિ બનવાનું શીખવ્યું છે.
“For me violence is wrong form of communication. Mine is a neutral family where they only taught to be a good human being. The oppress, however, should be protected. I don’t know who’s right & who’s wrong. If you are a good human being, you don’t feel one is right.”
- #SaiPallavipic.twitter.com/o6eOuKvd2G
સાઈ પલ્લવીના આ ઈન્ટરવ્યૂની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફેન્સ ભડક્યાં
ઉલ્લેખનીય છે કે, સાઈ પલ્લવીના આ ઈન્ટરવ્યૂની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિનેત્રીના આ નિવેદનથી લોકોના બે ગ્રુપમાં બની ગયા છે. કેટલાક લોકો સાઈ પલ્લવીની વાત સાથે સહમત થઈ રહ્યા છે, તો ઘણા લોકો અભિનેત્રીના નિવેદનને વાહિયાત ગણાવીને તેના પર ભડકી ઉઠ્યા છે.