બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / પંજાબ કિંગ્સ સામે સુપર જાયન્ટ્સ પડ્યું ઘૂંટણીએ, લખનૌની 54 રને હાર

PBKS vs LSG / પંજાબ કિંગ્સ સામે સુપર જાયન્ટ્સ પડ્યું ઘૂંટણીએ, લખનૌની 54 રને હાર

Nirav Kumar

Last Updated: 12:02 AM, 20 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની 29મી મેચમાં પંજાબની ફરીવાર જીત થઇ છે. જેમાં પંજાબે પહેલી ઇનિંગમાં આ સીઝનનો સૌથી મોટો સ્કોર 254 રન કર્યો હતો. જેના જવાબમાં લખનૌ માત્ર 200 રન જ બનાવી શક્યું હતું.

રવિવારે પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL 2026 ની 29મી મેચ રમાઈ હતી. પંજાબ કિંગ્સે આ મેચ 54 રનથી જીતી હતી. લખનૌના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રિયાંશ આર્ય અને કોનેલીની વિસ્ફોટક ફિફ્ટીની મદદથી પંજાબે 254 રન બનાવ્યા હતા. જવાબમાં, લખનૌ 5 વિકેટ ગુમાવીને ફક્ત 200 રન જ બનાવી શક્યું હતું.

પંજાબના PCA સ્ટેડિયમની આ મેચની પહેલી ઇનિંગમાં પંજાબના ઓપનર પ્રિયંસ આર્યાએ માત્ર 37 બોલમાં 93 રન બનાવ્યા હતા. તો ત્રીજા નંબરે આવેલા કુપર કોનલીએ 46 બોલમાં 87 રન માર્યા હતા. જેથી તેમનો સ્કોર 20 ઓવરમાં 254 રન થયો હતો.

જ્યારે પંજાબ કિંગ્સ પ્રથમ બેટિંગ કરવા આવ્યું ત્યારે તેને 254 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ IPL 2026 માં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે. 255 રનના ટાર્ગેટને ચેઝ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે મિશેલ માર્શ અને આયુષ બદોની સાથે ઝડપી શરૂઆત કરી હતી. આ બંને પ્લેયર્સે પાવરપ્લેમાં 61 રન બનાવ્યા હતા પરંતુ લખનૌનો રન રેટ 10 ની આસપાસ રહ્યો. પણ જરૂર 15ના રન રેટની હતી.

જેમાં માર્શે 40 રન બનાવ્યા તો બદોનીએ પણ 35 રનનું યોગદાન આપ્યું. કેપ્ટન ઋષભ પંતે પણ સારી શરૂઆત કરી હતી તેને 23 બોલમાં 43 રન બનાવ્યા હતા. એડન માર્કરામે 22 બોલમાં 42 રનની ઝડપી ઇનિંગ રમી હતી પરંતુ તે LSGને જીત અપાવવા માટે પૂરતી નહતી.

VTV DIGITAL

લખનૌનો 13મી ઓવર સુધી રન રેટ 10 થી ઉપર રહ્યો હતો. પરંતુ ત્યાર બાદ સતત વિકેટ ગુમાવવી અને ઘટતો રન રેટ લખનૌની હારનું મુખ્ય કારણ બન્યું હતું. આમ LSG 10 ના રન રેટથી રમીને માત્ર 200 રન જ બનાવી શક્યું હતું.

પંજાબ કિંગ્સ (પ્લેઇંગ XI): પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ ઐયર (કેપ્ટન), શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જોહ્ન્સન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

વધુ વાંચો : હારેલી મેચ જીત્યુ કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું

લખનૌ સુપર જાયન્ટ્સ (પ્લેઇંગ XI): એડન માર્કરામ, મિશેલ માર્શ, ઋષભ પંત, નિકોલસ પૂરન, આયુષ બદોની, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, અવેશ ખાન, પ્રિન્સ યાદવ, મણિમારન ​​સિદ્ધાર્થ, મોહસીન ખાન.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Lucknow Super Giants Punjab Kings
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ