ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / હારેલી મેચ જીત્યુ કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું

RR vs KKR / હારેલી મેચ જીત્યુ કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું

Published By: Nirav Kumar

Last Updated: 08:43 PM, 19 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સની પહેલી જીત થઇ છે. રાજસ્થાન સામેની મેચમાં રિંકુ સિંહે હારેલી મેચ કોલકાતાને જીતાડી હતી.

ADVERTISEMENT

IPL 2026ની  28મી મેચ ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે  4 વિકેટથી જીત મેળવી હતી. આ આઈપીએલ સીઝનમાં કેકેઆરનો આ પહેલી જીત છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં વૈભવના 46 રનની મદદથી રાજસ્થાને કેકેઆરને 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને KKRએ છેલ્લી ઓવરમાં ચેઝ  કર્યો હતો.

આ મેચમાં રાજસ્થાન રોયલ્સના 155 રનના જવાબમાં કોલકાતાએ 85 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. પણ રિંકુ સિંહ અને અનુકુલ રોયની માઈન્ડ ગેમે છેલ્લી ઓવરમાં કોલકાતાને રોમાંચક વિજય અપાવ્યો હતો .

VTV DIGITAL
  • KKR હારેલી મેચ જીત્યું
    156 રનના ટાર્ગેટનો પીછો કરતી કોલકાતા નાઈટ રાઈડર્સે ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. જેમાં સ્કોર 5 હતો ત્યાં સુધીમાં બંને ઓપનર ઝીરોમાં આઉટ થઇ ગયા હતા.તો કેમેરોન ગ્રીન 27 રન બનાવીને સ્ટમ્પ આઉટ થયો હતો અને કેપ્ટન અજિંક્ય રહાણે ઝીરો પર આઉટ થયો હતો. જેમાં 85 રનમાં કોલકાતાએ 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે KKRની વિનિંગ પોસીબીલીટી માત્ર 16 ટકા જ હતી.

એવામાં રિંકુ સિંહ અને અનુકુલ રોયે જવાબદારી સંભાળી હતી. બંનેએ સમજદારીપૂર્વક ઇનિંગ્સને આગળ ધપાવી હતી. અનુકુલે એક છેડો મજબૂત રાખ્યો હતો તો રિંકુ સિંહે મોટા શોટ મારવાનું ચાલુ રાખ્યું હતું. રિંકુએ 34 બોલમાં 53 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી જ્યારે અનુકુલ 29 રન પર નોટ આઉટ રહ્યો હતો.

  • 2 ઓવરમાં 21 રનની જરુરુ

કોલકાતાને છેલ્લી 2 ઓવરમાં જીતવા માટે 21 રનની જરૂર હતી. એવામાં રિંકુ સિંહ KKR ને સિઝનની તેમની પ્રથમ જીત અપાવવા માટે મક્કમ દેખાતો હતો. 19મી ઓવરમાં અનુકુલે જોફ્રા આર્ચરની બોલ પર જોરદાર સિક્સર ફટકારી હતી. આથી આ ઓવરમાં 12 રન મળ્યા હતા જેના લીધે કોલકાતા પાસે છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી.  જેમાં બ્રિજેશ શર્મા લાસ્ટ ઓવરમાં 9 રન ડીફેન્ડ નહતો કરી શક્યો.

રાજસ્થાન રોયલ્સ (પ્લેઇંગ ઇલેવન): વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ડોનોવન ફેરેરા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાંદ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, રવિ બિશ્નોઈ.

વધુ વાંચો : ચેન્નઈ સામે સનરાઇઝર્સ હૈદરાબાદની 10 રને જીત, ઈશાનની શાનદાર બોલિંગ

કોલકાતા નાઈટ રાઇડર્સ (પ્લેઇંગ ઇલેવન): અજિંક્ય રહાણે, ટિમ સીફર્ટ, કેમેરોન ગ્રીન, રોવમેન પોવેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Kolkata Knight Riders Rajasthan Royals

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ