બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Sunny Deol gaddar 2 new song khairiyat song is released, watch it now

બોલિવૂડ / ગદર 2નું નવું ગીત 'ખૈરિયત' રીલીઝ, આસું ટપકાવતો જોવા મળ્યો સની દેઓલ, લોકોએ કહ્યું દિલને ટચ કરી ગયું

Vaidehi

Last Updated: 07:09 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સની દેઓલની ફિલ્મ 'ગદર 2'નું નવું ગીત 'ઉસે ખેરિયત સે રખના' રિલીઝ થયું છે. આ ગીતમાં સની દેઓલ પોતાના દીકરાની સલામતી માટે પ્રાર્થના કરતાં દેખાય છે. જુઓ વીડિયો.

  • ગદર 2 નો નવો સોન્ગ 'ખેરિયત' રિલીઝ
  • સની દેઓલનાં ઈમોશનલ સીને જીત્યું લોકોનું દિલ
  • એક્ટર પોતાના દીકરાની સલામતી માટે કરી રહ્યાં છે પ્રાર્થના

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ 'ગદર 2' નું ગીત 'ખેરિયત' રિલીઝ કરવામાં આવ્યો છે. આ ગીતમાં સની દેઓલ પોતાના દીકરાની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યાં છે. આ ઈમોશનલ ગીતને સાંભળીને તમારી આંખોમાંથી પણ આંસૂ વહી જશે. 

ઈમોશલ સોન્ગ
ગીતમાં સની દેઓલ એક ટ્રક પર બેસીને ક્યાંક જઈ રહ્યાં છે અને રસ્તામાં પોતાના દીકરાની યાદોમાં ખોવાઈ જઈને તેની સુખાકારી માટે પ્રાર્થના કરતાં રહે છે. તો અમીષા પટેલ પણ પોતાના દીકરા માટે દુઆ કરતી દેખાય છે. આ ગીતમાં માતા-પિતાનાં ઈમોશનને ઉત્તમ રીતે દર્શાવવામાં આવ્યું છે. આ એક સ્લો સોન્ગ છે જે ભાવાત્મક લિરિક્સ ધરાવે છે. આ ગીતને સાંભળીને તમારી આંખોમાં પણ આંસૂ આવી જશે. ગીતમાં સની દેઓલ ટ્રક પર બેસીને પાકિસ્તાન જઈ રહ્યાં હોય છે. સીનમાં સની દેઓલની આંખોમાંથી સતત આંસૂ વહેતા દેખાઈ રહ્યાં છે. ફેન્સ આ ગીત અને તેમની એક્ટિંગનાં ખૂબ વખાણ કરતાં દેખાઈ રહ્યાં છે.

પાકિસ્તાનમાં ફસાઈ ગયો છે દીકરો
ગીતમાં તારાસિંહનો દીકરો પાકિસ્તાનમાં ક્યાંક ફસાઈ ગયો છે. આ વખતે સની દેઓલ પોતાના દીકરાને બચાવવા માટે પાકિસ્તાન જઈ રહ્યાં હોય છે. સીનનાં અંતમાં સની દેઓલ એક કબરની સામે જોઈને રડતાં દેખાઈ રહ્યાં છે.

થોડા દિવસ પહેલા જ 'ઉડ જા કાલે કાવા' થયું રિલીઝ
ગદર એક પ્રેમ કથાને રિલીઝ થયાને 22 વર્ષ થઈ ગયા છે પણ આજે એ લોકોના મનમાં આ ફિલ્મ છપાયેલ છે. 'ગદર' ફરી રિલીઝ થઈ ત્યારથી થિયેટરોમાં ધમાલ મચાવી હતી અને એ વાત પણ નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ 'ગદર 2' ના ટીઝરમાં તારા સિંહ અને સકીના ફરી એક સાથે જોવા મળ્યા હતા. થોડા દિવસ પહેલા જ  ફિલ્મનું પહેલું ગીત  'ઉડ જા કાલે કાવા' રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીત જૂના ગીત 'ઉડ જા કાલે કાવા'ની રીમેક છે. આ ગીતમાં સની દેઓલ અને અમીષા પટેલની સુંદર જોડી જોવા મળી રહી છે, જે ચાહકોનું દિલ જીતી રહ્યું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ