બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Sukanya Samriddhi Yojna: parents of the girls below the age of 10 can invest in ssy scheme which provides 8% interest

તમારા કામનું / 10 વર્ષથી નાની છે બહેન, તો રક્ષાબંધનની ગિફ્ટમાં આપો આ સરકારી સ્કીમ: લગ્ન-ભણવાના ખર્ચની નહીં રહે ચિંતા, અત્યાર સુધી 3 કરોડ લાભાર્થી

Vaidehi

Last Updated: 12:11 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sukanya Samriddhi Yojana: સરકારે દીકરીઓનાં ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ સરકારી સ્કીમ 2015માં શરૂ કરી હતી જેમાં રોકાણ કરવા પર 8% જેટલું વ્યાજદર આપવામાં આવે છે.

  • 10 વર્ષથી નાની ઉંમરની બાળકી માટે સ્કીમ
  • 'સુકન્યા સમૃદ્ધિ યોજના' 2015માં શરૂ થઈ હતી
  • આ સરકારી સ્કીમનું વાર્ષિક 8%નું વ્યાજદર 

ભાઈ-બહેનનો દિવસ એટલે કે રક્ષાબંધન..આજનાં આ પવિત્ર પર્વે ભાઈ પોતાની બહેનને કંઈક ભેટ આપતો હોય છે. ત્યારે જો તમારી બહેન 10 વર્ષ કે તેથી નાની ઉંમરની છે તો તમે તેને આ સરકારી સ્કીમ ગિફ્ટ તરીકે આપી શકો છો. જેનાથી તેનાં ભણતર કે લગ્ન સંબંધિત અનેક ખર્ચાઓનું ટેન્શન ઓછું થઈ જશે. આ સ્કીમનું નામ છે 'સુકન્યા સમૃદ્ધિ યોજના.' આ એક સ્મોલ સેવિંગ લૉન્ગ ટર્મ ઈન્વેસ્ટમેંટ છે જેમાં સરકાર 8% જેટલું મોટું વ્યાજ ફાળવે છે. આ સ્કીમ 2015માં શરૂ કરવામાં આવી હતી જે અંતર્ગત અત્યાર સુધી 3 કરોડથી વધારે એકાઉન્ટ ખુલ્યાં છે.

માતા-પિતાની મદદથી ખોલાવી શકો છો એકાઉન્ટ
આ એકાઉન્ટ 10 વર્ષ કે તેથી નાની ઉંમરની બાળકીઓ માટે ખોલાવી શકાય છે. 250 રૂપિયા ડિપોઝિટ કરીને તમે આ એકાઉન્ટ ખોલી શકો છો. આ સ્કીમ અંતર્ગત વાર્ષિક વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. નિયમ અનુસાર આ સ્કીમમાં કોઈ બાળકીનાં નામની નોંધણી માતા-પિતા દ્વારા જ થઈ શકે છે અથવા તો કાયદાકીય રીતે છોકરીનાં ગાર્ડિયન એકાઉન્ટ ખોલાવી શકે છે. જો માતા-પિતા જીવીત ન હોય તો દાદા-દાદી કે અન્ય કોઈ પણ સંબંધી જેણે કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી લીધી હોય તે પણ આ એકાઉન્ટ ખોલાવી શકે છે.

મેચ્યોરિટી પીરિયડ 21 વર્ષ
SSY Schemeનો મેચ્યોરિટી પીરિયડ 21 વર્ષનો છે. બાળકી 21 વર્ષની થાય ત્યારે જ તમે સંપૂર્ણ જમા રકમ વ્યાજ સહિત મેળવી શકશો.જો કે 18 વર્ષ થયા બાદ જો ભણતર માટે રકમ કાઢવી હોય તો પણ એ શક્ય છે. શિક્ષણ માટે જમા બેલેન્સની 50% રકમ કાઢી શકાય છે. પરંતુ એ માટે તમારે દીકરીનાં શિક્ષણ સંબંધિત દસ્તાવેજો જમા કરાવવાનાં રહેશે.

લગ્ન માટે પણ કઢાવી શકો છો રકમ
શિક્ષણ સિવાય જો દીકરીનાં લગ્ન માટે પૈસા કઢાવવા હોય તો એકાઉન્ટમાં જમા કુલ રકમનાં 50% પૈસા ઉપાડી શકો છો. લગ્ન માટે એક મહિના પહેલાથી લઈને 3 મહિના પછી સુધી પૈસા કઢાવી શકાય છે પરંતુ જો સમગ્ર જમા રકમ કાઢવી હોય તો બાળકીને 21 વર્ષ થશે ત્યારે જ મળી શકશે.

21 વર્ષે મળી શકશે 67 લાખ
સરકારની આ સ્કીમનાં 8% વ્યાજ અંતર્ગત જો તમે દીકરીનાં જન્મ બાદ જ દરમહિને 12500 રૂપિયા જમા કરો છો તો વાર્ષિક 1,50000 લાખ રૂપિયા જમા થઈ શકશે. આ રીતે 15 વર્ષમાં તમે 2250000 રૂપિયાનું રોકાણ કરશો. 8 % વ્યાજનાં હિસાબે તમને 4484534 રૂપિયા વ્યાજ મળશે. સ્કીમ મેચ્યોર થશે ત્યારે કુલ તમને 6734534 રૂપિયા મળી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ