દુનિયા હજૂ કોરોના વાયરસના ડરમાંથી બહાર નથી આવી, ત્યાં અન્ય એક નવી બિમારીએ દસ્તક દીધી છે. કોરોનાની માફક આ વાયરસ પણ નવા નવા લક્ષણો સાથે સામે આવી રહ્યો છે.
કોરોના માફક વિશ્વમાં નવી બિમારી આવી
મંકીપોક્સના કેસો વધવા લાગ્યા
આ વાયરસના નવા લક્ષણોએ સૌને ચોંકાવ્યા
કોરોના વાયરસની માફક મંકીપોક્સ પણ પોતાના લક્ષણો બદલી રહ્યો છે. પ્રતિષ્ઠિત શોધ પત્રિકા લેંસેટના તાજા રિપોર્ટ અનુસાર બ્રિટેનમાં મકીપોક્સના દર્દીઓને પ્રાઈવેટ પાર્ટ્સમાં વ્યાપક જોખમ મળ્યા છે. જે દુનિયાભરમાં પૂર્વમાં મળેલા મંકીપોક્સના લક્ષણો કરતા અલગ છે.
દ લેંસેટ ઈંફેક્શિયસ ડિઝીઝ જર્નલમાં શનિવારે પ્રકાશિત એક શોધ રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી હતી. શોધકર્તાઓએ લંડનના અલગ અલગ સેક્યુઅલ હેલ્થ ક્લિનિકમાં પહોંચેલા 54 દર્દીઓના આધાર પર આ રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ વર્ષે મેમાં 12 દિવસ દરમિયાન આ દર્દીઓના મંકીપોક્સની સારવાર કરવામાં આવી હતી.
જનનાંગ અને ગુદાની આજૂબાજૂમાં જોવા મળ્યા ઘા
શોધમાં કહેવાયુ છે કે, આ દર્દીઓના ગ્રુપમાં સામેલ રોગીઓને જનનાંગ અને ગુદાની આસપાસ ચામડી પર ઘા જોવા મળ્યા છે. આ અગાઉ સંશોધનમાં મંકીપોક્સના દર્દીઓની સરખામણીમાં આ દર્દીઓમાં થાક અને તાવ જેવા લક્ષણો ઓછા જોવા મળ્યા હતા. શોધકર્તાઓએ લંડનમાં ચાર સેક્સુઅલ હેલ્થ ક્લિનિકોમાં મંકીપોક્સ દર્દીઓના ડેટા એકઠા કર્યા હતા. તેમણે દર્દીની મુસાફરી રેકોર્ડ, યૌન જાણકારી, લક્ષણો તથા સારવારના ડેટાનું અધ્યયન કર્યા બાદ રિપોર્ટ તૈયાર કર્યો છે.
યૌન સંક્રમણના કેસો વધી શકે છે
ઉપરના નિષ્કર્ષોના આધારે શોધકર્તાઓને ભલામણ કરી છે કે, મંકીપોક્સ દર્દીઓની ઓળખાણ માટે બિમારીથી સંભવિત લક્ષણોની સમીક્ષા થવી જોઈએ. તેમનું એવું પણ અનુમાન છે કે, મંકીપોક્સ દર્દીોમાં જનનાંગની ત્વચા પર ઘા વધવાથી તેના કારણે યૌન સંપર્કથી થનારી સંક્રમણની સંખ્યા વધી શકે છે. તેનો અર્થ એછે કે યૌન સ્વાસ્થ્ય કેન્દ્રો અથવા સેક્સુઅલ હેલ્થ ક્લિનિકમાં ભવિષ્યમાં મંકીપોક્સના કેસમાં વધારે પહોંચી શકે છે. આ હાલતથી નિવારણ લાવવા માટે શોધકર્તાઓએ અતિરિક્ત સંસાધનોની વ્યવસ્થા કરવાની ભલામણ આપી હતી.