બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Strong ranking of Team India in T20 rankings

ICC Ranking / T20 રેન્કિંગમાં ટીમ ભારતનો દબદબો, યશસ્વીની ટોપ 10માં એન્ટ્રી, અક્ષરનો 12 પોઈન્ટનો કૂદકો, નંબર 1 પર ઈન્ડિયાનો આ ખેલાડી

Kishor

Last Updated: 06:20 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 રેન્કિંગમાં ભારતીય ટીમના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને અને ઓલરાઉન્ડર અક્ષર પટેલને  મોટો ફાયદો થયો છે.

  • ICC દ્વારા  T20 રેન્કિંગ જાહેર કરાયુ
  • યશસ્વી જયસ્વાલને અને ઓલરાઉન્ડર અક્ષર પટેલને મોટો ફાયદો
  • જયસ્વાલ 13મા સ્થાનેથી સીધો છટ્ઠા સ્થાને આવી ગયો

ICC દ્વારા જાહેર કરવામાં આવેલ T20 રેન્કિંગમાં ભારતીય ટીમના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને અને ઓલરાઉન્ડર અક્ષર પટેલને  મોટો ફાયદો થયો છે. કારણ કે તેની એન્ટ્રી ટોપ-10માં એન્ટ્રી થઇ ગઈ છે. જયસ્વાલ 13મા સ્થાનેથી સીધો છટ્ઠા સ્થાને આવી ગયો છે. આ રેન્કિંગ તેના કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાંનું છે. હાલ તેના રેન્કિંગ પોઈન્ટ્સ 739 છે. આ સાથે જ અક્ષર પટેલે 12માં સ્થાનેથી સીધો જ 10માં સ્થાન પર આવી ગયો છે. બોલરની રેન્કિંગમાં 10માં સ્થાન પર આવી ગયો છે. બંને ખેલાડીઓને અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 સિરિઝની પહેલી 2 મેચમાં સારૂ સ્થાન મેળવવાના કારણે આ ફાયદો થયો છે.

યશસ્વી સીરિઝ પહેલા મેચમાં રમી શક્યો ન હતો. તેને બીજા ટી-20માં વાપસી કરી અને ઈન્દોરમાં 68 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેથી તે ટોપ 10માં આવી ગયો છે. જેને સાતમુ સ્થાન મેળવ્યું છે. યશસ્વીનું 739 રેટિંગ રેંક છે. જેથી ભારતના ત્રણ બેટ્સમેન હવે ટોપ-3માં આવી ગયા છે. આ રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવને 869 પોઈન્ટ મળ્યા છે અને તે પહેલા સ્થાન પર છે. સૂર્યા અફઘાનિસ્તાન વિરૂદ્ધ રમાનાર સિરિઝમાં નહીં રમે પણ તેનું સ્થાન ટોચ પર જ રહેશે. તે ઈજાગ્રસ્ત હોવાના કારણે અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી T20I સીરિઝનો ભાગ બની શકશે નહીં.

Image
 
બાબર આઝમને એક સ્થાનનો ફાયદો મળ્યો
ઈંગ્લેન્ડનો બેટ્સમેન ફિલ સોલ્ટ 802 રેટિંગ પોઈન્ટ સાથે રેન્કિંગમાં બીજા સ્થાન પર છે. જ્યારે પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન 775 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમને એક સ્થાનનો ફાયદો થયો છે. બાબરે ન્યૂઝીલેન્ડ સામેની સિરિઝની પહેલી ત્રણ મેચમાં અડધી સદી ફટકારી હતી. જો કે તેના રેન્કિંગમાં ત્રીજી અડધી સદીનો કોઈ ફાયદો થયો ન હતો  જે પોઈન્સ તેના નેક્સ્ટ રેકિંગમાં એડ કરવામાં આવશે. બાબરના અત્યારે 763 રેટિંગ પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકાના એઇડન માર્કરામને એક સ્થાનનું નુકસાન થયું છે કારણ કે તેનું રેટિંગ  755  છે. જેથી તે પાંચમા સ્થાને છે.

વધુ વાંચો : T20 વર્લ્ડકપ પહેલાં ટીમ ઇન્ડિયાના આ 2 ધૂરંધર ખેલાડીઓ માટે ગુડ ન્યુઝ, BCCI આપી શકે છે મોટી ભેટ

ઋતુરાજ ગાયકવાડને થયું નુકસાન
રેન્કિંગમાં 6ઠ્ઠા સ્થાન પર યશસ્વી અને સાતમા સ્થાને રાઈલી રૂઝો છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર અને ભારતીય બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડને એક-એક સ્થાનનું સહન કરવાનો વારો આવ્યો છે. બટલર 680 રેટિંગ પોઈન્ટ સાથે આઠમા સ્થાન પર છે જ્યારે ગાયકવાડ 661 રેટિંગ પોઈન્ટ સાથે નવમા સ્થાન પર છે.. જ્યારે સાઉથ આફ્રિકાના રીઝા હેન્ડ્રિક્સના 660 રેટિંગ પોઈન્ટ છે અને 10માં સ્થાન પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ