બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / stock market all time high: Sensex-Nifty opens with a big jump, Sensex crosses 71 thousand

ઐતિહાસિક / શેરબજારમાં જબરદસ્ત હરિયાળી: મોટા ઉછાળા સાથે સેન્સેક્સ-નિફ્ટી ઓપન, Sensex 71 હજારને પાર, નિફ્ટીમાં પણ તેજી

Published By: Megha

Last Updated: 10:30 AM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે ઘટાડા સાથે બંધ થયેલ ભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. ચાલુ અઠવાડિયાના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શાનદાર શરૂઆત થઈ છે.

  • ચાલુ અઠવાડિયાના બીજા દિવસે શેરબજારની શાનદાર શરૂઆત થઈ 
  • સેન્સેક્સ 493.4 પોઈન્ટના વધારા સાથે 71,848.62 પોઈન્ટના સ્તરે ખુલ્યો 
  • નિફ્ટી 160.65 પોઈન્ટના વધારા સાથે 21,673.65 પોઈન્ટના સ્તરે ખુલ્યો

અમેરિકન શેરબજારમાં તેજી બાદ મંગળવારે સ્થાનિક શેરબજારો પણ જોરદાર ઉછાળા સાથે ખુલ્યા હતા. ચાલુ અઠવાડિયાના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શાનદાર શરૂઆત થઈ અને BSE સેન્સેક્સ 493.4 પોઈન્ટના વધારા સાથે 71,848.62 પોઈન્ટના સ્તરે ખુલ્યો છે જ્યારે નિફ્ટી 160.65 પોઈન્ટના વધારા સાથે 21,673.65 પોઈન્ટના સ્તરે ખુલ્યો છે.

શેરબજારના પ્રારંભિક કારોબારમાં, BSE સ્મોલ કેપ ઇન્ડેક્સમાં થોડો વધારો નોંધાઈ રહ્યો હતો જ્યારે નિફ્ટી મિડકેપ, નિફ્ટી આઈટી અને નિફ્ટી બેન્ક ઈન્ડેક્સની નબળી શરૂઆત હતી. શેરબજારના શરૂઆતી કારોબારમાં બીપીસીએલ, કોલ ઈન્ડિયા, અદાણી એન્ટરપ્રાઈઝ અને આઈશર મોટર્સના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ઝી એન્ટરટેઈનમેન્ટ, ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ, કેપ્રી ગ્લોબલ અને ટીવીએસ મોટરના શેરની નબળી શરૂઆત હતી. 

વધુ વાંચો: Gold Price: લગ્નસરાની મૌસમ પહેલા સોનાના ભાવમાં ઘટાડો. ચાંદી થઈ કિંમતી, જાણો લેટેસ્ટ રેટ

સોમવારે સ્થાનિક શેરબજારના ઘટાડાએ બધાને ચોંકાવી દીધા હતા. ગઇકાલે NSEનો નિફ્ટી 197.80 પોઈન્ટ અથવા 0.91 ટકાના ઘટાડા બાદ 21,513 પર ટ્રેડ બંધ થયો હતો. BSE સેન્સેક્સ 670.93 પોઈન્ટ અથવા 0.93 ટકાના જંગી ઘટાડા સાથે 71,355 ના સ્તર પર બંધ થયો.

સંકળાયેલા મુદ્દાઓ

Share Market Open Share Market Today stock market news શેરબજાર શેરબજાર ન્યૂઝ શેરબજારમાં તેજી Share Market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ