ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Gujarat Gold price decreased and silver price increased today

ગોલ્ડન મોકો / Gold Price: લગ્નસરાની મૌસમ પહેલા સોનાના ભાવમાં ઘટાડો. ચાંદી થઈ કિંમતી, જાણો લેટેસ્ટ રેટ

Published By: Vaidehi

Last Updated: 06:15 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 62540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો જ્યારે આજે સોનાનો ભાવ ઘટીને 62317 રૂપિયા પર પહોંચ્યો છે. શું છે ગુજરાતની સ્થિતિ?

ADVERTISEMENT

  • આજે સોનાનાં ભાવમાં ઘટાડો જ્યારે ચાંદી મોંઘી થઈ
  • 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 62317 રૂપિયા થયો
  • જ્યારે ચાંદીની કિંમત 71573 રૂપિયા/કિલો છે

ભારતીય શરાફા બજારમાં આજે 8 જાન્યુઆરીનાં રોજ સોનું સસ્તું જ્યારે ચાંદી મોંઘી થઈ છે. સોનાનો ભાવ 62000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર જ્યારે ચાંદીની કિંમત 71000 રૂપિયા પ્રતિ કિલોથી વધારે નોંધાયો છે. રાષ્ટ્રીય સ્તર પર 999 શુદ્ધતાવાળા 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 62317 રૂપિયા છે જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 71573 રૂપિયા છે.

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર શુક્રવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનું 62540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું જે આજે સોમવારે સવારે સસ્તો થઈને 62317 રૂપિયા પર પહોંચી ગયો છે. આ રીતે શુદ્ધતાનાં આધારે સોનું સસ્તું અને ચાંદી મોંઘી થઈ છે.

અમદાવાદમાં સોનાનો ભાવ
ગૂડ રિટર્નસનાં આંકડાઓ અનુસાર આજે અમદાવાદ ખાતે 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 57850 રૂપિયા નોંધાયો છે. જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો 10 ગ્રામ સોનાનો ભાવ 63100 રૂપિયા નોંધાયો છે. 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ  47330 રૂપિયા થયો છે.

વધુ વાંચો: વર્ષના પ્રથમ સપ્તાહમાં જ દેશમાં જબરદસ્ત રોકાણ, આંકડો 4800 કરોડને પાર કરી ગયો

અમદાવાદમાં ચાંદીની કિંમત
ગૂડ રિટર્નસનાં આંકડાઓ અનુસાર આજે અમદાવાદમાં ચાંદીની કિંમત 76400 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ છે. શુક્રવારે આ ભાવ 76600 નોંધાયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad gold silver price અમદાવાદ સોના ચાંદીનો ભાવ gold silver price

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ