બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Tremendous investment in the country, the figure crossed 4800 crores in the first week of the year itself

બિઝનેસ / વર્ષના પ્રથમ સપ્તાહમાં જ દેશમાં જબરદસ્ત રોકાણ, આંકડો 4800 કરોડને પાર કરી ગયો

Priyakant

Last Updated: 09:59 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

FPI Investment Latest News: નવા વર્ષની શરૂઆતમાં જ ભારતમાં રોકાણને લઈ મોટા સમાચાર, 2024ના પ્રથમ સપ્તાહમાં જ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs)એ રૂ. 4000 કરોડથી વધુનું રોકાણ કર્યું

  • નવા વર્ષની શરૂઆતમાં જ ભારતમાં રોકાણને લઈ મોટા સમાચાર
  • ગયા વર્ષ 2023 ના છેલ્લા મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીએ દરરોજ નવી ઊંચાઈ હાંસલ કરી
  • 2024ના પ્રથમ સપ્તાહમાં જ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs)એ રૂ. 4000 કરોડથી વધુનું રોકાણ કર્યું  

FPI Investment : નવા વર્ષની શરૂઆતમાં જ ભારતમાં રોકાણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે તો બીજી તરફ ભારતીય શેરબજાર પણ નવા શિખરે પહોંચી ગયું છે. વાત જાણે એમ છે કે, ડિસેમ્બરમાં ગયા વર્ષ 2023 ના છેલ્લા મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીએ દરરોજ નવી ઊંચાઈ હાંસલ કરી. તેની પાછળ ઘણા કારણો ઉપરાંત ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ સામેલ હતો, જે નવા વર્ષમાં પણ ચાલુ રહ્યું છે. આનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે કે 2024ના પ્રથમ સપ્તાહમાં જ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs)એ રૂ. 4000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. 

ગયા અઠવાડિયે રૂ.4800 કરોડનું રોકાણ આવ્યું  
એક અહેવાલ મુજબ વિદેશી રોકાણકારો એટલે કે FPIs ભારતીય શેરબજાર પ્રત્યે ફીદા રહ્યા છે અને સતત નાણાંનું રોકાણ કરી રહ્યા છે. ભારતની આર્થિક સ્થિતિ અને ઝડપથી વિકસતા અર્થતંત્ર અંગે આશાવાદી FPIsએ જાન્યુઆરી 2024ના પ્રથમ સપ્તાહમાં શેરબજારમાં રૂ. 4,800 કરોડનું રોકાણ કર્યું છે. આ સિવાય જો આપણે ડિપોઝિટરી ડેટા પર નજર કરીએ તો આ સમયગાળા દરમિયાન FPIs એ લોન અથવા બોન્ડ માર્કેટમાં 4,000 કરોડ રૂપિયાનું રોકાણ પણ કર્યું છે.

તો શું ચૂંટણી પહેલા રોકાણમાં તેજી આવશે ? 
જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે.વિજયકુમાર કહે છે કે, આ વર્ષે 2024માં અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો થવાની ધારણા છે. વ્યાજદરમાં સતત વધારા બાદ યુએસ ફેડરલ રિઝર્વે તાજેતરમાં પોલિસી રેટ સ્થિર રાખીને આ આશા વ્યક્ત કરી હતી. એવી ધારણા છે કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો તેમની ખરીદીને વધુ વેગ આપશે. તેમણે કહ્યું કે ખાસ કરીને આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી (સામાન્ય ચૂંટણી 2024) પહેલા રોકાણમાં વધારો થઈ શકે છે.

ગયા વર્ષે શેરબજારમાં કેટલાં નાણાંનું રોકાણ કરવામાં આવ્યું ? 
આ તરફ હવે ગયા વર્ષે શેરબજારમાં કેટલાં નાણાંનું રોકાણ કરવામાં આવ્યું તેના આંકડાઓ પર નજર કરીએ ત ભારતીય બજારોમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કરાયેલા રોકાણના આંકડા ઉત્તમ રહ્યા છે. એકંદરે 2023માં FPI એ ભારતીય શેરબજારોમાં રૂ. 2.4 લાખ કરોડનું રોકાણ કર્યું છે. તેમાંથી રૂ. 1.71 લાખ કરોડનું રોકાણ શેરોમાં કરવામાં આવ્યું છે, જ્યારે રૂ. 68,663 કરોડનું રોકાણ ડેટ કે બોન્ડ માર્કેટમાં કરવામાં આવ્યું છે. 

વાંચો વધુ: પૈસા ભેગા કરીને રાખજો, આવનાર સપ્તાહમાં ખૂલી રહ્યા છે 4 IPO, કમાણી કરવાનો જોરદાર ચાન્સ

જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે.વિજયકુમારના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2022માં ઇનફ્લો મજબૂત રહ્યો હતો. ગયા વર્ષની જેમ 2024માં પણ શેર્સ ઉપરાંત ડેટ માર્કેટમાં એફપીઆઈનો પ્રવાહ પણ સારો રહેવાની ધારણા છે. જો છેલ્લા બે મહિનામાં બજારોમાં કરવામાં આવેલા વિદેશી રોકાણ સાથે સરખામણી કરવામાં આવે તો જાન્યુઆરી મહિનામાં 5 જાન્યુઆરી સુધી ભારતીય શેરોમાં 4,773 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કરવામાં આવ્યું છે. અગાઉ ડિસેમ્બર 2023માં વિદેશી રોકાણકારોએ શેરમાં રૂ. 66,134 કરોડનું રોકાણ કર્યું હતું, જ્યારે નવેમ્બર 2023માં આ આંકડો રૂ. 9,000 કરોડ હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ