બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / State GST departments mega search operation raids 205 locations

ગુજરાત / સ્ટેટ GST વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, 205 સ્થળો પર રેડ કરી 41 બોગસ પેઢીઓ પર કસ્યો ગાળિયો, જુઓ શું હાથ લાગ્યું

Kishor

Last Updated: 07:24 PM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેટ જીએસટી વિભાગની તપાસ મામલે 115 પેઢીઓના 205 સ્થળોએ ચકાસણી કરાઇ હતી. જેમાં  41 બોગસ પેઢીઓ મળી આવી હોવાનું સામે આવ્યું છે.

  • સ્ટેટ જીએસટી વિભાગનું ઓપરેશન મામલે
  • 115 પેઢીઓના 205 સ્થળોએ સ્ટેટ જીએસટી ટીમની તપાસ
  • અમદાવાદમાં સૌથી વધુ 14 બોગસ પેઢીઓ ઝડપાઇ

અમદાવાદ સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા બે દિવસ અગાઉ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની મદદથી અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.  જેમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા લાંબુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન  115 જેટલી પેઢીઓના 205 સ્થળો પર તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો અને મોટા પ્રમાણમાં કરચોરીની આશંકાએ 91 વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.


41 પેઢીઓ મારફતે 465 કરોડનું ટર્ન ઓવર દર્શાવાયું
આ મામલે સ્ટેટ જીએસટીના ઓપરેશનમાં 41 બોગસ પેઢીઓ મળી આવી છે.  જેમાં સોથી વધૂ બોગસ પેઢી અમદાવાદમાંથી મળી આવી હતી. સૌથી વધુ 14 બોગસ પેઢીઓ ઝડપાતા હડકંપ મચી ગયો હતો. બોગસ 41 પેઢીઓ મારફતે 465 કરોડનું ટર્ન ઓવર દર્શાવાયું હોવાનું સામે આવ્યું છે.  આમ રૂપિયા 85 કરોડની વેરાશાખ પાસ ઓન કરી કરચોરી કરવામાં આવી હોવાનું ઉઘાડુ પડતા અધિકારીઑ ચૌકી ગયા હતા.

ATS અને GSTનું સંયુક્ત ઓપરેશન
રાજ્યમાં ATS અને GSTએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતુ.  ATS અને GSTની ટીમો દ્વારા અમદાવાદ, સુરત, ભરૂચ, જામનગર અને ભાવનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. બોગસ બિલિંગમાં કરોડોની ગેરરિતી થઈ હોવાની આશંકા એ એકસાથે 140થી વધુ સ્થળો પર તપાસ ચાલી હતી.  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ ATS અને GSTની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરતા ખળભળાટ સર્જાયો છે. ચૂંટણી અગાઉ રાજ્યમાં દેશવિરોધી પ્રવૃત્તિ અને આર્થિક નુકસાન પહોંચાડતા લોકો સામે કાર્યવાહી આવીરત રહેવા પામી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ