બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / ST Union leaders held a meeting with Transport Minister Harsh Sanghvi

રજૂઆત / ST યુનિયનના આગેવાનોની મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક : 19 પડતર પ્રશ્નો ગાજયા ! સાંજની બેઠકમાં થશે નગરે ઘા

Kishor

Last Updated: 05:46 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ST નિગમના પડતર પ્રશ્નોને લઈને યુનિયનના આગેવાનોએ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી અલગ-અલગ 19 મુદ્દાને લઇને ચર્ચા કરાઈ હતી.

  • ST નિગમના પડતર પ્રશ્નોને લઇને ચાલતા આંદોલનનો મામલો
  • યુનિયનના આગેવાનોની ગાંધીનગર ખાતે થઇ બેઠક
  • અધિકારીઓ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાથે થઇ બેઠક

ST નિગમના પડતર પ્રશ્નોને લઇને કર્મચારીઓ આકરા પાણીએ થયા છે. ત્યારે આંદોલન મામલે હવે  યુનિયનના આગેવાનોએ ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી હતી..જેમાં અલગ-અલગ 19 મુદ્દાને લઈ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મોંઘવારી ભથ્થુ,ફિક્સ પગાર વધારો, સિનિયર જુનિયર કર્મચારીઓના વેતન તફાવતનો મુદ્દો બાકી રહેલી ભરતી કરવા સહિતના મુદ્દા પર ચર્ચા કરવામા આવી હતી. હવે ગાંધીનગરમાં બેઠક બાદ યુનિયન દ્વારા રાણીપ ખાતે બેઠક કરવામાં આવશે. સાંજે 7 વાગ્યે મળનારી આ બેેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવશે. 

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/protest-of-st-workers' title='Protest of ST workers'>Protest of ST workers</a> in the state over pending demand

ગઈકાલે કાર્યો હતો કર્મચારીઓએ વિરોધ

ગઈકાલે ફિક્સ પેના કર્મચારીઓને રાજ્ય સરકારના  ધારા ધોરણ મુજબ 19, 950નો લાભ આપવા તથા સિનિયર-જૂનિયર કર્મચારીઓના પગારની વિસંગતતા દૂર સહિતની માંગ સરકાર સુધી પહોંચાડવા માટે સુરત એસટી વિભાગના કામદારોએ એકઠા થઇ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં 19 જેટલી પડતર માંગોને લઈ કાળી પટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વધુમાં 3 તારીખ બાદ સામુહિક હડતાલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

જામનગરમાં ST નિગમના કર્મચારીઓ વિરોધના માર્ગે
તે જ રીતે ગઈકાલે જામનગરમાં ST નિગમના કર્મચારીઓ પણ પોતાના પડતર પ્રશ્નોને લઇ વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ કાલાવડ નાકા બહાર આવેલ વિભાગીય કચેરી બહાર સૂત્રોચાર કર્યા હતા. વધુમાં  1200 જેટલાં કર્મચારીઓ આજથી એક સપ્તાહ કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવશે. તથા જો કોઈ નિર્ણય નહિ આવે તો 2 તારીખથી STના પૈડાં થંભાવી દેવાની ચિમકી પણ આપી હતી.આ ઉપરાંત વડોદરા ST વિભાગના કર્મચારીઓએ  સકોર્સમાં વિભાગીય કચેરી ખાતે સૂત્રોચાર કરી વડોદરા ડિવિઝનના 1400 જેટલા કર્મચારીઓ આંદોલનમાં જોડાયા હતા.

 વધુમાં મહીસાગરના લુણાવાડામાં ST નિગમના કર્મચારીઓએ માંગ ન પુરી થતા રોષ ઠાલવ્યો હતો. ST વિભાગના કર્મચારીઓએ પડતર માગણીઓ પૂર્ણ કરોના સૂત્ર સાથે પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો. વધુમાં પડતર માંગો ન સ્વીકારતા કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર જશે. તે બાબતે તમામ કર્મચારીઓ એક સુર થયા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ