બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / sriprakash shukla don got killed due to a picture of actor suniel shetty

ના હોય! / સુનિલ શેટ્ટીના ફોટોની મદદથી થયું હતું ખૂંખાર માફિયાનું એન્કાઉન્ટર, CMને મારવાની લીધી હતી સોપારી

Arohi

Last Updated: 10:29 AM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Don Sriprakash Shukla: શ્રીપ્રકાશ શુક્લાએ ધમકી આપી હતી કે જે પણ પોલીસને તેનો ફોટો આપશે. તે 24 કલાકની અંદર મારી દેશે.

  • સુનીલ શેટ્ટીના કારણે પકડાયો ડોન 
  • માર્યો ગયો યુપીનો સૌથી મોટો ડોન 
  • CMને મારવાની લીધી હતી સોપારી 

શ્રીપ્રકાશ શુક્લા ઉત્તર પ્રદેશનો મોટો ડોન હતો. ગોરખપુરથી આવનાર આ યુવક 20 વર્ષની ઉંમરમાં પોલીસ રેકોર્ડમાં પોતાની જગ્યા બનાવી ચુક્યો હતો. જણાવવામાં આવી રહ્યું હતું કે પાંચ-સાત વર્ષના ક્રાઈમ કરિયરમાં શ્રીપ્રકાશ શુક્લાએ 20થી વધારે મર્ડર કર્યા હતા.

તેનો સૌથી મોટો કાંડ માનવામાં આવે છે વીરેન્દ્ર શાહીની હત્યા. શાહી મહારાજગંજની લક્ષ્મીપુર વિધાનસભાના ધારાસભ્ય હતા. શ્રીપ્રકાશ શુક્લાની હિટ લિસ્ટમાં નેક્સ્ટ નંબર હતો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કલ્યાણ સિંહનો. તેણે કલ્યાણ સિંહને મારવાની સોપારી લીધી હતી. 6 કરોડ રૂપિયામાં. માટે પોલીસ પર તેને જીવતો કે મૃત પકડવાનું પ્રેશર વધી ગયું હતુ. પરંતુ પોલીસની પાસે શ્રીપ્રકાશ શુક્લાનો કોઈ ફોટો ન હતો. શ્રીપ્રકાશ શુક્લાની હત્યાની પાછળ એક્ટર Suniel Shettyનો એક ફોટો હતો.  

પોલીસ રેકોર્ડમાં ન હતો શ્રીપ્રકાશ શુક્લાનો ફોટો 
પોલીસ રેકોર્ડમાં ક્યાંય પણ શ્રીપ્રકાશ શુક્લાનો ફોટો ન હતો. કલ્યાણ સિંહની સોપારી બાદ પોલીસે શ્રીપ્રકાશ શુક્લા પહેલા તેનો ફોટો શોધવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેના નજીકના લોકો પાસે પણ શ્રીપ્રકાશ શુક્લાનો ફોટ ન હતો. જણાવવામાં આવી રહ્યું હતું કે તેણે પોતાના મિત્રો અને ઓળખતા લોકોને ધમકી આપી હતી. 

જેણે પણ તેનો ફોટો પોલીસને આપ્યો તે તેને 24 કલાકની અંદર મારી નાખશે. તમામ પ્રયત્ન બાદ પણ પોલીસના હાથમાં કંઈ ન આવ્યું. એવામાં તેમને ખબર પડી કે લખનૌઉના હઝરતગંજમાં શ્રીપ્રકાશ શુક્લાના એક ઓળખીતા રહે છે. સંબંધમાં તે તેના નણદોઈ છે. થોડા દિવસ પહેલા શુક્લાએ જ તેમને લોટરીનું કામ અપાવ્યું હતું. 

સુનીલ શેટ્ટીના ફોટોનો કર્યો ઉપયોગ 
પોલીસ લખનૌઉમાં શ્રીપ્રકાશ શુક્લાના એ સંબંધીના ઘરે પહોંચી. પહેલા તો તેમણે શ્રીપ્રકાશ શુક્લાના સાથે કોઈ પણ કનેક્શન હોવાનો ઈનકાર કર્યો. પછી પોલીસે તેમના ફેમિલી આલ્બમ જોવાનું શરૂ કર્યું. થોડા દિવસો પહેલા દિકરીનો બર્થ ડે હતો. તેમાં શ્રીપ્રકાશ શુક્લાય પણ પહોંચ્યા હતા. તે આલ્બમમાં તેનો ફોટો મળ્યો. 

પરંતુ તેમાં તેનો ફક્ત ચહેરો દેખાઈ રહ્યો હતો. બોડીનો અન્ય કોઈ ભાગ નહીં. પોલીસે એક જુગાડ લગાવ્યો. ફિલ્મ એક્ટર સુનીલ શેટ્ટીનો એક ફોટો લીધો અને સુનીલ શેટ્ટીના ચહેરા પર શ્રીપ્રકાશ શુક્લાનો ચહેરો ફિટ કરી દીધો. શુક્લાનો ફેસ સુનીલ શેટ્ટીની બોડીની સાથે મેળ ખાઈ રહ્યો હતો. પોલીસે તે ફોટોની ફોટો કોપી મીડિયા અને પોલીસફોર્સમાં ફેલાવી દીધી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ