બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ફસાઈ ગયો આ ખેલાડી... T20 વર્લ્ડ કપ હજુ સુધી નથી પહોંચ્યો ભારત, જાણો શું છે કારણ

T20 World Cup 2026 / ફસાઈ ગયો આ ખેલાડી... T20 વર્લ્ડ કપ હજુ સુધી નથી પહોંચ્યો ભારત, જાણો શું છે કારણ

Published By: Vidhata Gothi

Last Updated: 03:33 PM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup 2026: વેસ્ટ ઇન્ડીઝનો સ્ટાર ખેલાડી શિમરોન હેટમાયર હજુ સુધી T20 વર્લ્ડ કપ 2026 માટે ભારત નથી પહોંચ્યો. ચોંકાવનારી વાત તો એ છે કે તેમની ટીમ આ ટુર્નામેન્ટના પહેલા દિવસે જ મેચ રમવાની છે.

ICC T20 વર્લ્ડ કપ 2026 આવતીકાલે 7 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરી રહ્યા છે. વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે વીસ ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. ત્યારે T20 વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં એક ટીમ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ ટીમનો એક ખેલાડી હજુ સુધી ભારત નથી પહોંચ્યો, જ્યારે કે એ જ ટીમે ટુર્નામેન્ટના ઓપનિંગ ડે પર મેચ રમવાની છે અને આ સ્ટાર ખેલાડી સાઉથ આફ્રિકામાં ફસાયેલો છે.

હજુ સુધી ભારત નથી પહોંચ્યા શિમરોન હેટમાયર

ટી20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલાં વેસ્ટ ઇન્ડીઝની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેમની ટીમનો સ્ટાર બેટ્સમેન શિમરોન હેટમાયર વિઝા સાથે જોડાયેલી સમસ્યાઓને કારણે સાઉથ આફ્રિકામાં જ અટવાઈ ગયો છે અને ભારતમાં તેમની ટીમ સાથે જોડાઈ શક્યો નથી. જણાવી દઈએ કે વેસ્ટ ઇન્ડીઝ 7 ફેબ્રુઆરીએ સ્કોટલેન્ડ સામે પોતાની પહેલી મેચ રમવાનું છે, પરંતુ હેટમાયર હજુ પણ જોહાનિસબર્ગમાં અટવાયેલા ગયો છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝ (CWI) એ પણ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે 'આ મામલો જલ્દી જ ઉકેલાઈ જશે.'

vtv app promotion

વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડીઝની હાર

વેસ્ટ ઇન્ડીઝની ટીમ T20 વર્લ્ડ કપ માટે પહેલાથી જ મેચ મૂડમાં છે. અફઘાનિસ્તાન સામે બુધવારે 4 ફેબ્રુઆરીએ વોર્મ-અપ મેચ હાર્યા પછી હવે કેરેબિયન ટીમ આગામી મેચ માટે તૈયારી કરી રહી છે, જ્યારે હેટમાયરની ગેરહાજરી ટીમ માટે મોટી ખોટ છે. હેટમાયરએ તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે એ સીરીઝમાં સૌથી વધુ 171 રન બનાવ્યા હતા, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 75 હતો.

આ પણ વાંચો: PCBના પૂર્વ ચીફે જય શાહને કરી પાકિસ્તાન જવાની અપીલ, કહ્યું - 'એકવાર અમારી વાત તો સાંભળી લો'

વર્ષ 2022ના T20 વર્લ્ડ કપમાંથી કરાયો હતો બહાર

શિમરોન હેટમાયર વર્ષ 2022માં પણ આવી જ ઘટનાને કારણે ખૂબ જ ચર્ચામાં આવી ગયો હતો. શિમરોન હેટમાયર T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની નિર્ધારિત ફ્લાઇટ ચૂકી ગયા બાદ તેને T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. બાદમાં હેટમાયરના સ્થાને શમાર બ્રુક્સનો ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shimron Hetmyer T20 World Cup 2026 West Indies Cricket Team

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ