બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની વનડે ટીમમાંથી OUT થઇ શકે છે આ 3 દિગ્ગજ સ્ટાર ખેલાડી
Last Updated: 10:37 AM, 29 December 2025
IND vs NZ ODI: BCCI જલ્દી ન્યુઝીલેન્ડ સામે 3 મેચની વન ડે સીરિઝ માટે ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરશે. આ ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સ્ટાર પ્લેયર્સ ફરી ઈન્ડિયાની જર્સી પહેરીને મેદાનમાં નજર આવશે. રોહિત અને વિરાટ ઉપરાંત T20 ટીમમાંથી બહાર કરવામાં આવેલા ભારત ODI કેપ્ટન શુભમન ગિલ આ સીરિઝમાં કેપ્ટન હશે.
ADVERTISEMENT
શુભમન ગિલ આ પહેલા વિજય ઝારે ટ્રોફીમાં પંજાબ તરફથી રમશે અને [આછી ન્યુઝીલેન્ડ સામે ODI માં ભારતની કેપ્ટનશિપ સંભાળશે. એવું પણ બની શકે કે અમુક સ્ટાર પ્લેયર્સ આ સિરિઝમાં સ્થાન નહિ મેળવે. ચાલી જાણીએ એવા 3 પ્લેયર્સ વિશે જે આ NZ ODI માં ભારતની ટીમમાંથી બહાર થઈ શકે છે.
ADVERTISEMENT

વિકેટ કીપર અને બેટર રિષભ પંતને ODI ટીમમાંથી બહાર રાખવામાં આવી શકે છે. પંતે 2024 પાછું ભારત માટે એકપણ ODI મેચ રમી નથી. ઈંગ્લેન્ડ અને ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પણ તે બેન્ચ પર હતા. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે પણ તે પ્લેઇંગ 11 નો ભાગ નહોતા. તેમની ગેરહાજરીમાં BCCI એ વિકેટકિપીગ માટે કેએલ રાહુલ, જીતેશ શર્મા, સંજુ સેમસન કે ઇશાન કિશન ને તક આપી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હાર્દિક પંડયા એકદમ ફિટ છે અને રમવા માટે પણ અવેલેબલ છે. પણ સંભાવના છે કે તેમને ODI માં આરામ આપવામાં આવશે જેના લીધે તેનો વર્કલોડ મેનેજ કરી શકાય. કારણ કે ભારતે 5 મેચની T20 સીરિઝ પઆન રમવાની છે. T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇએ હાર્દિક પંડયાને સમજીને મેદાનમાં ઉતારવા પડશે.

ADVERTISEMENT
ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન એક પણ વનડે મેચ રમી નહોતી અને બીસીસીઆઇએ તેને વર્કલોડ મેનેજમેન્ટ અંતગર્ત ODI માંથી આરામ આપ્યો છે. એવામાં સંભાવના છે કે તે ન્યુઝીલેન્ડ સામે 3 મેચની સીરિઝ નહિ રમે. જો કે બુમરાહ ન્યુઝીલેન્ડ સામે 5 મેચની T20 સીરિઝ જરૂર રમશે કારણ કે T20 World Cup 2026 પહેલા આ ભારતની છેલ્લી મેચ હશે.
ADVERTISEMENT

ન્યુઝીલેન્ડ સામે સંભવિત ભારતીય ODI ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર/તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત/ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા/અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ/પ્રસિધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.