બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPLમાં AI ની એન્ટ્રી! Google Gemini સાથે BCCIએ હાથ મિલાવ્યો, ડીલ કરોડોમાં
Last Updated: 11:49 AM, 21 January 2026
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે એક નવો સ્પોન્સર શોધી કાઢ્યો છે, જે AI સ્પોન્સર છે. IPL 2026 પહેલા, BCCI એ ગુગલના AI પ્લેટફોર્મ, જેમિની સાથે એક મોટો કરાર કર્યો છે. 270 કરોડ રૂપિયાની આ ડિલ BCCI અને ગૂગલ વચ્ચે આગામી ત્રણ વર્ષ માટે AI સ્પોન્સર તરીકે થઈ છે. જેમિની AI પ્લેટફોર્મ આગામી સીઝનથી IPLનું AI સ્પોન્સર હશે.
ADVERTISEMENT
ગુગલ જેમિનીની હરીફ કંપની, ChatGPT, મહિલા પ્રીમિયર લીગ (WPL)ના સ્પોન્સર્સમાંથી એક છે. આજ કારણ છે કે ગૂગલે પણ IPLમાં પોતાની હાજરી નોંધાવી છે. આની માહિતી BCCIના એક અધિકારીએ આપી છે. BCCIના એક અધિકારીએ Google સાથેની સ્પોન્સરશિપ ડિલ વિશે જણાવ્યું - 'આ કરાર ત્રણ વર્ષ માટે છે અને IPLની વૈશ્વિક અપીલને પ્રતિબિંબિત કરે છે.'

ADVERTISEMENT
BCCIએ ગયા વર્ષે જર્સી માટે નવા સ્પોન્સર શોધવા પડ્યા હતા, કારણ કે ભારત સરકારે Dream11 જેવા રિયલ મની બેઝ્ડ ગેમિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પછી, BCCIએ Apollo Tyres સાથે એક મોટી ડિલ કરી હતી. આ ડિલ 579 કરોડ રૂપિયાની હતી અને Apollo Tyres ભારતીય ક્રિકેટ ટીમ માટે નવું જર્સી સ્પોન્સર બન્યું હતું. ટાટા ગ્રુપ પાસે IPL ટાઇટલ સ્પોન્સરશિપના અધિકારો છે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયામાં થઈ ધૂરંધર ખેલાડીની વાપસી, 3 નંબર પર રમશે, સૂર્યકુમાર યાદવે કહ્યું
ADVERTISEMENT
IPL 2026ની વાત કરી તો ઓક્શન થઈ ચૂક્યું છે. આ વર્ષે ટુર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થશે અને 31 મે સુધી ચાલશે. બે મહિનાથી વધુ સમય માટે ક્રિકેટ ચાહકોનું પુષ્કળ મનોરંજન થવાનું છે. ગઈ સિઝનમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ટાઇટલ જીત્યું હતું. દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ જ એવી ટીમો છે કે જેમની પાસે IPL ટ્રોફી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.