બ્રેકિંગ ન્યુઝ
Chintan Chavda
Last Updated: 11:18 PM, 13 June 2025
રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024 બાદ ક્રિકેટથી આ શોર્ટ ઓવર ફોર્મેટમાંથી સન્યાસ લીધો હતો. આ બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ રોહિત ટેસ્ટ ક્રિકેટથી પણ રિટાયર થઈ ગયો. ત્યારે હવે રોહિત શર્માની વનડે ક્રિકેટમાંથી સંન્યાસની અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે અત્યાર સુધી ક્રિકેટર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી કે પછી BCCI એ પણ આના પર કોઈ જાણકારી નથી આપી. પરંતુ રોહિત શર્મા વનડેથી સન્યાસ લે છે તો ભારતીય ટીમ કેપ્ટન કોણ બનશે ચાલો જાણીએ...
ADVERTISEMENT
કોણ બનશે ટીમ ઈન્ડિયા ODI કેપ્ટન?
ADVERTISEMENT
જો રોહિત શર્મા વનડેમાંથી સન્યાસ લે છે તો ટેસ્ટ ક્રિકેટની જેમ કેપ્ટનને લઈને મોટો સવાલ સામે આવી શકે છે. ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન શુભમન ગિલને બનાવવામાં આવ્યો છે. ગિલ પહેલા જસપ્રીત બુમરાહ અને ઋષભ પંતનું નામ આ રેસમાં ચાલતું હતું
રોહિત શર્મા બાદ વનડેમાં ભારતીય ટીમના લિસ્ટમાં ત્રણ ખેલાડી સામેલ હોઈ શકે છે, જે આ પોસ્ટ પ્રબળ દાવેદાર બની શકે છે. ટેસ્ટ બાદ વનડેમાં પણ શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ત્યારે આ લિસ્ટમાં ઋષભ પંતનું નામ પણ સામેલ છે. પંતને ભારતની ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
વનડેમાં કેપ્ટનની લિસ્ટમાં શ્રેયસ અય્યરનું નામ પણ સામેલ છે. અય્યરે IPL ની ગત બે સિઝનમાં જબરદસ્ત કેપ્ટનશિપ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. એવામાં BCCI રોહિત બાદ વનડેના કેપ્ટન માટે શ્રેયસ અય્યર પર પણ વિચારી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: સપ્રીત બુમરાહને મોટો ઝટકો! પેટ કમિન્સ WTC 2025નો બન્યો નંબર 1 બોલર
3 ફોર્મેટ અને 3 જ કેપ્ટન
ADVERTISEMENT
ભારતીય ટીમ પાસે અત્યારે ત્રણેય ફોર્મેટમાં ત્રણ અલગ-અલગ કેપ્ટન છે. વનડેમાં જ્યાં રોહિત શર્મા પાસે ટીમની કમાન છે, ત્યારે ટેસ્ટમાં શુભમન ગિલને ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. T20 ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમની કમાન સંભાળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.