બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / ગુજરાત / Spokesperson Minister Rushikesh Patel's big statement about support prices

BIG NEWS / ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદી, ફટાફટ જાણી લો છેલ્લી રજીસ્ટ્રેશન તારીખ

Dinesh

Last Updated: 04:53 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેકાના ભાવને લઈ કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે, ચણા, રાયડા, તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ 10 માર્ચથી થશે

  • ટેકાના ભાવને લઈ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
  • 'ચણા, રાયડા, તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા જઈ રહ્યા છે'
  • 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશેઃઋષિકેશ પટેલ


આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં G20 સહિત વિવિધ મુ્દ્દાઓ પર ચર્ચાઓ થઈ છે. આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ટેકાના ભાવને લઈ કહ્યું હતું કે, ચણા, રાયડો, તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, G20ની કચ્છ ખાતે આજે વર્કિંગ કમિટિની બેઠક શરૂ થઈ રહી છે. સમગ્ર વિશ્વ વસુદેવ કુટુંબ કમની ભાવના સાથે એક થાય તેવા ઉદ્શ્ય સાથે આ બેઠક યોજાઈ રહી છે. 

'10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે'
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું કે, ચણા, રાયડો, તુવરની ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહ્યાં છીએ, તેમણે ઉમેર્યું કે, જેનું 28 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન થશે તેમણે કહ્યું કે, 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.

વી.સી.ઇ.ના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે
ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા તા.28 ફેબ્રુઆરી- 2023 સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે વી.સી.ઇ.ના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.

અગાઉ ખરીફ સિઝનના પાકના ટેકાના ભાવમાં વધારો કરવા ભલામણ કરાઈ હતી
થોડા દિવસ અગાઉ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવ વધારા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ડાંગરમાં પ્રતિમણે 550 રૂપિયાના ભાવ કરવાની તેમજ બાજરીમાં પ્રતિમણે 640 રૂપિયાના ભાવની ભલામણ કરી હતી. જુવારમાં પ્રતિમણે 1 હજાર 80 રૂપિયાના ભાવની મકાઈમાં પ્રતિમણે 900 રૂપિયાના ભાવની ભલામણ કરી હતી જ્યારે તુવેરમાં પ્રતિમણે 1 હજાર 600 રૂપિયાના ભાવની તેમજ મગમાં પ્રતિમણે 1 હજાર 860 રૂપિયાના ભાવની ભલામણ કરી હતી. વધુમાં અડદમાં પ્રતિમણે 1 હજાર 760 રૂપિયાના ભાવની તેમજ મગફળીમાં પ્રતિમણે 1 હજાર 500 રૂપિયાના ભાવની ભલામણ કરી છે. તલમાં પ્રતિમણે 2 હજાર 106 રૂપિયા અને કપાસમાં 1 હજાર 780 રૂપિયાના ભાવની ભલામણ કરી હતી. ભારત સરકારના કૃષિ ખર્ચ અને ભાવ પંચને ભલામણો મોકલવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ