બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Speak up! The king of the night used to bunk from the college even on the 'fact' day, despite giving several notices..., Sabarmati University reveals

ખુલાસો / લો બોલો! રાતનો રાજા 'તથ્ય' દિવસે કોલેજમાંથી પણ બંક મારતો, અનેક નોટિસો આપી છતાંય..., સાબરમતી યુનિ.નો ઘટસ્ફોટ

Vishal Khamar

Last Updated: 05:08 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસ્કોન બ્રિજ પર 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ મામલે વધુ એક ખુલાસો થયો છે. જેમાં અમદાવાદની સાબરમતી યુનિ. માં અભ્યાસ કરતો તથ્ય પટેલને કોલેજ દ્વારા પણ અનેક વખત નોટીસ ફટકારવામાં આવી છે. તેમજ કોલેજ દ્વાર અનેક વખતે આ મામલે પ્રજ્ઞેશ પટેલને પણ આ મામલે જાણ કરી છે.

  • તથ્ય પટેલ મામલે વધુ એક ખુલાસો
  • તથ્ય પટેલ ક્યારેય કોલેજ નથી આવ્યોઃ રજીસ્ટ્રાર
  • યુનિ. દ્વારા તથ્યને અનેવ વખત નોટીસ પણ ફટકારી છેઃ રજીસ્ટ્રાર

ઈસ્કોન બ્રિજ અકસ્માત સિવાય કેદી 8683 ની નવી ઓળખાણ મેળવનાર તથ્ય પટેલ મામલે વધુ એક ખુલાસો થયો છે.  અમદાવાદ સાબરમતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તથ્ય પટેલ મામલે યુનિવર્સિટી દ્વારા અનેક ખુલાસા કરવામાં આવ્યા છે. પોતાને રાતનો રાજા ગણાવતો તથ્ય દિવસે કોલેજમાં ગુલ્લી મારતો હતો. ત્યારે તથ્ય સાબરમતી યુનિવર્સિટીમાં BBA Sem-2  માં અભ્યાસ કરતો હતો.

યુનિ. દ્વારા અનેકવાર તથ્યને નોટીસ ફટકારી

યુનિવર્સિટીનાં રજીસ્ટ્રાર જ્યોતિ શ્રીવાસ્તવે તથ્યને લઈને નિવેદન આપ્યું છે કે તથ્ય ક્યારેય કોલેજ આવ્યો જ નથી. તેમજ તે માત્ર સેમ-1 માં જ રેગ્યુલર કોલેજ આવતો હતો. તથ્યએ BBA Sem-2  ની પરીક્ષા પણ ન આપી હોવાનું રજીસ્ટ્રારે જણાવ્યું હતું. ત્યારે યુનિવર્સિટી દ્વારા આ બાબતે તથ્યનાં પિતા પ્રજ્ઞેશ પટેલને વારંવાર જાણ કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું. જે બાદ પણ તથ્ય કોલેજ ન આવતા યુનિવર્સિટી દ્વારા અનેકવાર તેને નોટિસ આપવામાં આવી હતી. યુનિવર્સિટીની નોટિસને પણ તથ્ય અવગણી રહ્યો હતો. તથ્યએ કરેલા અકસ્માત બાદ કોલેજે પણ કડક નિયમો કર્યા છે. જેમાં સાબરમતી યુનિવર્સિટીમાં હેલ્મેટ કે લાયસન્સ વગર પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. 

ગત રોજ તથ્ય પટેલે નવી ઓળખાણ મેળવી
ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે ગત રોજ તથ્ય પટેલનાં ત્રણ દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતા કોર્ટે તથ્યને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. જે બાદ તથ્યને સાબરમતી સબજેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તેણે નવી ઓળખ મેળવી હતી. સાબરમતી જેલમાં તથ્યને કેદી નંબર 8683 ની નવી ઓળખ મળવા પામી હતી.  જેલમાં ગયા બાદ તથ્ય પટેલ મામલે અનેક ખુલાસા થઈ રહ્યા છે.  હજુ પણ તથ્ય મામલે વધુ ખુલાસા થવાની સંભાવનાં છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ