બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / south superstar mammootty birthday know interesting facts

HBD / 210 કરોડની પ્રોપર્ટી અને 369 કારોનું કલેક્શન! એક વર્ષમાં 34 ફિલ્મ રિલીઝનો રેકોર્ડ, જાણો સુપરસ્ટાર Mammootty વિશે

Arohi

Last Updated: 01:15 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1981માં આવેલી ફિલ્મ મુનેટ્ટમ મામૂટી કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ હતી. સાથે જ આ ફિલ્મમાં તે પ્રથમ વખત લીડ એક્ટરના રોલમાં જોવા મળ્યા હતા.

  • 1981માં શરૂ થઈ કારકિર્દીની શરૂઆત 
  • ફિલ્મ મુનેટ્ટમ મામૂટીથી કર્યું ડેબ્યૂ 
  • આજે આવી લક્ઝરી લાઈફ જીવે છે Mammootty

મલયાલમ સિનેમાના સુપરસ્ટાર મામૂટી આજે તેમનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. કેરળના ચંપુ ગામમાં 7 સપ્ટેમ્બર 1951ના રોજ જન્મેલા મામૂટીના પિતા ચોખાનો વ્યવસાય કરતા હતા અને તેમની માતા હાઉસ વાઈફ હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mammootty (@mammootty)

તેમણે 6 ભાઈ-બહેનો સાથે સરકારી શાળામાં અભ્યાસ કર્યો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી, તેમણે વકીલ બનવાનું નક્કી કર્યું અને સરકારી લો કોલેજમાંથી એલએલબી કર્યું. તેણે 2 વર્ષ સુધી લૉની પ્રેક્ટિસ પણ કરી, પરંતુ નસીબમાં કંઈક બીજું હતું.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mammootty (@mammootty)

1971માં આ ફિલ્મથી કરી શરૂઆત
તેમણે અભિનય તરફ વળાંક લીધી. 1971માં તેમને પહેલીવાર ફિલ્મ અનુભાવંગાલ પાલીચાકલમાં કામ મળ્યું. આ ફિલ્મમાં તે જુનિયર આર્ટિસ્ટ હતા. આ દરમિયાન મામૂટી થિયેટર સાથે જોડાયેલા રહ્યા. ત્યારબાદ તેમણે 1979માં દેવલોકમ ફિલ્મમાં પહેલીવાર મુખ્ય ભૂમિકા ભજવવાની તક મળી. 

પરંતુ આ ફિલ્મ ક્યારેય પુરી થઈ શકી નહીં. બાદમાં તેમને 1980ની ફિલ્મ વિકાનુંન્દુ સ્વપ્નનંગલમાં પહેલી વખત પોતાના રોલ માટે ક્રેડિટ આપવામાં આવી. તેમનું કરીયર ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યું હતું.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mammootty (@mammootty)

1981માં આવેલી ફિલ્મ સાબિત થઈ ટર્નિંગ પોઈન્ટ
1981માં આવેલી ફિલ્મ મુન્નેટમ તેના કરીયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ હતી. ઉપરાંત આ પ્રથમ વખત હતું જ્યારે મામૂટી મુખ્ય અભિનેતાની ભૂમિકામાં જોવા મળ્યો હતો. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી અને અહીંથી મામૂટીના કરિયરની ધીમી કારે સ્પીડ પકડી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mammootty (@mammootty)

મળ્યા છે 3 રાષ્ટ્રીય પુરસ્કાર 
મામૂટીએ પોતાની કારકિર્દીમાં તમિલ, તેલુગુ, હિન્દી, અંગ્રેજી અને કન્નડ જેવી 6 ભાષાઓમાં 400 ફિલ્મોમાં કામ કર્યું છે. મામૂટી એકમાત્ર મલયાલમ અભિનેતા છે જેમને તેમની શાનદાર અભિનય માટે 3 રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mammootty (@mammootty)

1998માં મળ્યો હતો પદ્મશ્રી 
ઉપરાંત ફિલ્મોમાં તેમના યોગદાન માટે ભારત સરકારે તેમને 1998માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. મામૂટી પાસે 7 કેરળ સ્ટેટ એવોર્ડ અને 13 સાઉથ ફિલ્મફેર એવોર્ડ પણ છે. મામૂટીએ 1983 થી 1986 વચ્ચે 120 ફિલ્મોમાં અભિનય કરીને એક વર્ષમાં સૌથી વધુ ફિલ્મો કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mammootty (@mammootty)

એક વર્ષમાં રિલીઝ થઈ 34 ફિલ્મો 
1986માં મામૂટીની 34 ફિલ્મો રિલીઝ થઈ જે પોતાનામાં એક રેકોર્ડ છે. સાથે જ તેમને ટોલીવુડના અંબાણીના નામે પણ ઓળખવામાં આવે છે. તેમની પાસે 210 કરોડની પ્રોપર્ટી અને 369 કારનું કલેક્શન છે. તે છેલ્લે 2021માં ફિલ્મ એજન્ટમાં જોવા મળ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ