બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / Somvati Amas this time on Diwali

ભક્તિ / દિવાળી પર આ વખતે સોમવતી અમાસ, બની ગયો છે મહાસંયોગ: ધનસમૃદ્ધિ માટે આ રીતે કરો લક્ષ્મીજીની આરાધના

Published By: Dinesh Chaudhary

Last Updated: 03:04 PM, 24 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારના દિવસે અમાસની તિથીનો સંયોગ થોડીવાર માટે લાગી જાય તો તે દિવસને સોમવતી અમાસ કહેવાય છે. દિવાળીના દિવસે સોમવતી અમાસનો થયો સંયોગ

  • આજે સોમવારે સોમવતી અમાસ
  • સોમવતી અમાસની લક્ષ્મીજીની કરો પૂજા
  • મંગલકારી અને સૌભાગ્યદાયક છે સોમવતી અમાસ


દિવાળી 2022માં ખુબ જ શુભ સંયોગ સર્જાયો છે. આ વર્ષની દિવાળી સોમવાર એટલે કે 24 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવી રહી છે. આ શુભ પ્રસંગે અક અદ્ભૂત સંયોગ સર્જાયો છે. દિવાળી દિવસે સાંજના સમય પ્રદોષ કાળમાં લગભગ 5ને28 મિનીટે અમાવસ તિથી બેસે છે જેનું એક અદ્ભૂત મહિમા છે. એવામાં સોમવાર અને અમાસ તિથી એક જ દિવસ હોવાથી એક અનોખુ સંયોગ સર્જાયો છે. શાસ્રોમાં જણાવ્યું છે કે સોમવારના દિવસે અમાસ તિથી થોડીક્ષણ માટે બેસી જાય તો પણ તેને સોમવતી અમાસ કહેવાય છે. દિવાળીની દિવસે સોમવતી અમાસ બસે તો તેને દુર્લભ સંયોગ ગણવામાં આવે છે. જે ખુબ જ ફળદાયી ગણવામાં આવે છે.

શુ કરશો સોમવતી અમાવસે
સોમવતી અમાસ સૌભાગ્ય પ્રદાન કરવાના વ્રતનો મહિમા ખુબ જ જારેદાર છે. સોમવતી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. પરંતુ દિવાળી પર સોમવતીના સંયોગને કારણે ભગવાન શિવ, લક્ષ્મી, ગણેશ અને કુબેરની પૂજા કરવાનો મહિમા ખૂબ જ શુભદાયી અને મંગલકારી રહેશે. સોમવતી અમાવસ્યાના દિવસે પિતૃઓનું માટે પીપળાની પૂજા કરવી જોઈએ અને જો શક્ય હોય તો દિવસભર ભોજનમાં મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ.

આ રીતે કરો પૂજા
દિવાળી પર સોમવતી અમાસનો સંયોગનો લાભ લેવા માટે દિવાળી પુજન કરતા સમય ભગવાન શિવજીની પુજા પણ દેવી લક્ષ્મીજીને સાથે જરૂર કરો. આમ શાસ્ત્રોના નિયમો પ્રમાણે દેવી લક્ષ્મીજીની સાથે ભગવાન વિષ્ણુ, મહાકાળી સાથે શિવજી અને સરસ્વતી દેવીની સાથે બ્રહ્માજીની પુજા કરવામાં આવે છે. ગણેશજી અને કુબરેજીની પુજા પણ દિવાળીની રાતે દેવી લક્ષ્મીજીની સાથે જ કરવી જોઈએ. આનાથી લક્ષ્મી અને ધન પ્રાપ્તીનું આગમન ઘરમાં થાય છે.

સોમવતી અમાવસની કથા
સોમવતી અમાવસની કથામાં સોના ધોબણની કથાનો ઉલ્લેખ છે. જેમાં સોમવતી અમાસની અસરથી એક શાહુકારની પુત્રીનું સુહાગ બચાવી લીધુ હતું. બાદમાં તેના પતિનું મૃત્યુ થાય છે, પરંતું તે ઉપવાસ કરે છે જેનાથી તેનો પતિ જીવિત થઈ જાય છે. સોમવતી અમાસના વ્રતની અસર જાણીને સોના ધોબણનો આ વ્રત ગ્રામજનોએ રાખવાનું શરૂ કર્યું,  ત્યારબાદ આ વ્રતની અસર જાણીને અન્ય શહેરોની મહિલાઓએ પણ સોમવતી વ્રત રાખવાનું શરૂ કર્યું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Diwali Somvati Amas દિવાળી ધનસમૃદ્ધિ ભક્તિ સોમવતી અમાસ Lakshmi Pujan

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ