બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / સુરત / Solve the mystery of the great theft of Gujarat's history! It was a black game of containers, chemicals and soil, police stunned by the modus operandi.

ભેદઉકેલાયો / ગુજરાતના ઈતિહાસની મહાચોરીનો ભેદ ઉકેલાયો! કન્ટેનર, કેમિકલ અને માટીનો હતો કાળો ખેલ, મોડસ ઓપરેન્ડીથી પોલીસ સ્તબ્ધ

Vishal Khamar

Last Updated: 06:44 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત જીલ્લા એલસીબી પોલીસે ગુજરાતની સૌથી મોટી એગ્રો કેમિકલ ચોરીનાં નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જંબુસરથી વિદેશ મોકલવામાં આવતા કેમિકલની ચોરી કરવામાં આવતી હતી. ત્યારે પોલીસે રૂા. 81 કરોડનાં મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • સુરત જીલ્લા LCB એ સૌથી મોટી કેમિકલ ચોરીનો ભેદ ઉકેલ્યો
  • પોલીસે 81 કરોડનાં એગ્રો કેમિકલ ચોરીનો ભેદ ઉકેલ્યો
  • કન્ટેનરમાંથી કેમિકલ કાઢી માટી અને રેતી ભરતા હતા

સુરત જીલ્લા એલસીબી પોલીસે ગુજરાતની સૌથી મોટી એગ્રો કેમિકલ ચોરીનાં નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જંબુસરથી વિદેશ મોકલવામાં આવતા કેમિકલની ચોરી કરવામાં આવતી હતી. ત્યારે પોલીસે રૂા. 81 કરોડનાં મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત જીલ્લા એલસીબી દ્વારા ગુજરાતની સૌથી મોટી ચોરીનો ભેદ ઉકેલાયો છે. જેમાં જંબુસરથી વિદેશ એક્સપોર્ટ કરવામાં આવતા એગ્રો કેમિકલ ચોરીનાં નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ત્યારે આરોપીઓ દ્વારા અલગ-અલગ કન્ટેનરમાંથી કેમિકલ કાઢી લઈ માટી અને રેતી ભરી દેતા હતા આ સમગ્ર નેટવર્કનાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કેમિકલ ચોરીનાં ત્રણ ગુનાંઓનો ભેદ ઉકેલ્યો છે. 

કોસંબા પોલીસ મથકે બે મહિનાં અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવી હતી
મળતી માહિતી મુજબ ભરૂચનાં જંબુસર ખાતે આવેલ પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ લિ. તેમજ ભરૂચની હેમાની ક્રોપ પ્રાઈવેટ લી. દ્વારા કે એગ્રો કેમિકલનું ઉત્પાદન કરવામાં આવે છે.  કંપનીઓ દ્વારા 81 કરોડનાં જથ્થાને કન્ટેનર મારફતે હજીરા પોર્ટ મોકલવામાં આવ્યા હતા.  ત્યારે રસ્તામાં ટ્રેલરનાં ડ્રાયવર દ્વારા તેનાં સાગરીતો સાથે મળી આ કેમિકલની ચોરી કરી કન્ટેનરમાં એગ્રો કેમિકલની જગ્યાએ રેતીનો જથ્થો ભરી મોકલી દીધો હતો.  આ બાબતે કોસંબા પોલીસ સ્ટેશને બે મહિના અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી. ત્યારે પોલીસ દ્વારા ફરિયાદનાં આધારે તપાસ હાથ ધરતા સુરત જીલ્લા એલસીબી પોલીસે કેમિકલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસને મળેલ બાતમીનાં આધારે પોલીસે 81 કરોડનાં મુદ્દામાલ સાથે બે  આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 

પોલીસે રેડ કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા
પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે આરોપીઓ દ્વારા એગ્રો કેમિકલની ચોરી કર્યા બાદ તેને સંતાડવા માટે કામરેજ તાલુકાનાં શેખપુર, વેલંજા તેમજ ઓલપાડ તાલુકાનાં સાંયણ, કન્યાસીમાં મુદ્દામાલ છુપાવવા માટે ગોડાઉન તેમજ દુકાનો ભાડે રાખી હતી. ત્યારે પોલીસ દ્વારા તે જગ્યાએ રેડ કરી એગ્રો કેમિકલનો જથ્થો તેમજ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ આ ચોરીમાં સંડોવાયેલા વધુ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી. 


ઝડપાયેલ આરોપીઓ
(1) મનીષકુમાર જગદીશપ્રસાદ શર્મા (ઉ.વર્ષ. 32, રહે. ઉધના, મોરારજી વસાહત, ઉધના, સુરત, મૂળ રહે. શનોરા ગાવપુર, થાના, તારૂન, જી. અયોધ્યા, ઉત્તર પ્રદેશ)

(2) ચિરાગ લાભુભાઈ બગડીયા (ઉ.વર્ષ.35 રહે. જય યોગેશ્વર રો-હાઉસ, સરથાણ જકાતનાકા, સુરત, મૂળ રહે. મેવાસા, તા, વલભીપુર, જી. ભાવનગર)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ