બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Politics / So will Nitish Kumar be the INDIA coalition's PM candidate? Announcement will be made soon

BIG BREAKING / તો શું..નીતિશ કુમાર હશે INDIA ગઠબંધનના PM ઉમેદવાર? ટૂંક સમયમાં કરાશે એલાન, JDUના દિગ્ગજ નેતાનો દાવો

Priyakant

Last Updated: 02:41 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nitish Kumar For PM News: JDUના વરિષ્ઠ નેતાનો દાવો, INDIA ગઠબંધન PM પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે ત્યારે તેમાં માત્ર નીતીશ કુમારનું જ નામ હશે

  • JDUના વરિષ્ઠ નેતા દ્વારા ફરીથી નીતિશ કુમારને PM પદના ઉમેદવાર બનાવવાની માંગ 
  • બિહાર વિધાનસભાના ઉપાધ્યક્ષ મહેશ્વર હજારીએ કરી INDIA ગઠબંધનના PM ઉમેદવાર બનાવવા માંગ 
  • CM નીતિશ કુમારમાં પીએમ માટે જરૂરી તમામ ગુણો છે: મહેશ્વર હજારી

Nitish Kumar For PM News : જનતા દળ યુનાઈટેડ (JDU)ના એક વરિષ્ઠ નેતાએ ફરીથી નીતિશ કુમારને ભારત ગઠબંધનમાંથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની માંગ કરી છે. બિહાર વિધાનસભાના ઉપાધ્યક્ષ મહેશ્વર હજારીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'CM નીતિશ કુમારમાં પીએમ માટે જરૂરી તમામ ગુણો છે. જ્યારે પણ INDIA ગઠબંધન PM પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે ત્યારે તેમાં માત્ર નીતીશ કુમારનું જ નામ હશે. હજારીએ કહ્યું કે ભારતમાં વડાપ્રધાન પદ માટે તેમનાથી વધુ લાયક કોઈ નથી. મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે જેડીયુના તમામ સેલ પ્રમુખોની બેઠક બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું.

બિહાર વિધાનસભાના ઉપાધ્યક્ષ મહેશ્વર હજારીએ આગળ કહ્યું, નીતીશ કુમાર આ દેશના સૌથી મોટા સમાજવાદી નેતા છે, PM મોદીએ પોતે કહ્યું છે કે રામ મનોહર લોહિયા અને જેપી પછી નીતિશ કુમાર સૌથી મોટા સમાજવાદી નેતા છે. ડેપ્યુટી સ્પીકરે કહ્યું, નીતીશ કુમાર ભારત સરકારમાં 5 વખત મંત્રી રહી ચૂક્યા છે અને 18 વર્ષથી બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમનાથી વધુ લાયક કોઈ નથી. આ પાછળનો તર્ક આપતા હઝારીએ કહ્યું કે, નીતિશ કુમારે સમગ્ર વિપક્ષને એક કરી દીધા છે, તેથી આજે નહીં તો કાલે INDIAએલાયન્સ દ્વારા તેમની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવશે.

અગાઉ પણ જેડીયુના નેતાઓ...... 
આ પહેલા જેડીયુ પ્રમુખ લલન સિંહે પણ આ માંગ કરી હતી. તેમણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, લોકો નીતિશ કુમારને દેશનું નેતૃત્વ કરતા જોવા માંગે છે. આ સાથે જેડીયુ સરકારના મુખ્ય પ્રધાન લેસી સિંહે પણ કહ્યું હતું કે, નીતિશ કુમારમાં દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. બિહાર સરકારના મંત્રી અને જનતા દળ યુનાઈટેડ (JDU)ના નેતા જામા ખાને કહ્યું હતું કે, દેશની જનતા નીતીશને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે.

હું ઉમેદવાર નથી: નીતિશ કુમાર 
જોકે નીતીશ કુમારે અનેક પ્રસંગોએ કહ્યું છે કે, તેઓ વડાપ્રધાન પદના દાવેદાર નથી, તેઓ માત્ર વિપક્ષને એક કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, જેડીયુ ઓફિસમાં તમામ સેલના પ્રમુખો સાથેની બેઠક બાદ નીતિશ કુમાર પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘરે પહોંચ્યા પરંતુ તેઓ લાલુ યાદવને મળી શક્યા ન હતા. લાલુ યાદવ તેમના નિવાસસ્થાને ન હતા. ત્યાં નીતિશ કુમાર તેજસ્વી યાદવને મળ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ