બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Shubhman Gill has now become the highest run scoring batsman after 35 ODI innings

VIDEO / વર્લ્ડ કપ પહેલા વિસ્ફોટક અંદાજ: શુભમન ગિલની શાનદાર શતક: 8 મહિના બાદ ઈન્દોરમાં AUSના બોલરોને ખૂબ ધોયા

Mahadev Dave

Last Updated: 05:36 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયાના યુવા ક્રિકેટર શુભમન ગિલે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ODIમાં સદી ફટકારતા ગિલ હવે 35 વનડે ઇનિંગ્સ બાદ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

  • વર્લ્ડ કપ પહેલા શુભમન ગિલનો વિસ્ફોટક અંદાજ
  • સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો શુભમન ગિલે 
  • 8 મહિના બાદ ઈન્દોરમાં AUSના બોલરોને ખૂબ ધોયા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈન્દોરમાં બીજી વનડે રમાઈ રહી છે. જેમાં ભારતીય ટીમના યુવા ક્રિકેટર શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. 92 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે ગિલે સદી પૂરી કરી હતી. આજે તેણે ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ સદી અને ODI કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી પોતાની તાકાત દુનિયાને દેખાડી દીધી છે. આ આગાઉ મોહાલીમાં પ્રથમ વનડેમાં  63 બોલમાં 74 રન બનાવી શાનદાર પ્રદર્શન કર્યું હતું.

સૌથી વધુ રન બનાવનાર બેસ્ટમેન
ગિલે 35મી ODIની છઠ્ઠી સદી ફટકારી વનડેમાં 1900 રનનો આંકડો વટાવી ગયો છે. આ સાથે જ ગિલે ODIની 35 ઇનિંગ્સ પછી સૌથી વધુ રન બનાવનાર બેસ્ટમેનનો તાજ પણ પોતાના શિરે ઓઢી લીધો છે. ઓસ્ટ્રેલિયા સામે સદી અગાઉ આ પહેલા એશિયા કપ 2023માં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. ખાસ વાત એ છે કે આ છ ODI સદીઓમાં એક બેવડી સદીની પણ સફળતા ઝળહળે છે.

 

અમ્પાયરના ખોટ નિર્ણયને કારણે શુભમન ગિલ થયો આઉટ, 9 રન બનાવીને જ પેવેલિયન પરત  ફર્યો, શું આ ભૂલ બની હારનું કારણ? | IND vs WI: A wrong decision by Shubman  Gill ended

ગિલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી છે સફળતાથી ભરપૂર

ગિલ અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 18 ટેસ્ટ, 35 વનડે અને 11 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમક સહભાગી થયો છે. આથી ગિલ એવો ખેલાડી છે જે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે રમે છે. અને આ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ખેલાડી પણ છે. ટેસ્ટની 33 ઇનિંગ્સમાં 966 રન, વનડેમાં તેણે 1900 રન અને ટી20 ઈન્ટરનેશનલમાં ગિલે 304 રન બનાવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

IND vs AUS ODI Ind vs Aus 2nd ODI Shubman Gill shubhman gill ક્રિકેટર શુભમન ગિલ ભારતીય બેટ્સમેન Ind vs Aus 2nd ODI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ