બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shivling jalabhishek niyam know right direction for offering water to shivling do not do these mistakes

ધર્મ / શિવલિંગ પર જળાભિષેક કરતા સમયે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, થશે પુણ્યની પ્રાપ્તિ

Manisha Jogi

Last Updated: 07:55 AM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માનવામાં આવે છે કે, ભગવાન શિવ પર માત્ર એક કળશ જળ અર્પણ કરવાથી જ પ્રસન્ન થઈ જાય છે અને તમામ મનોકામના પૂર્ણ કરે છે.

  • સોમવારના દિવસે ભગવાન શિવની આરાધના
  • જળ અર્પણ કરતા સમયે દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી
  • જાણો જળાભિષેકના નિયમો

સપ્તાહના તમામ દિવસ અલગ અલગ દેવી દેવતાને સમર્પિત છે. સોમવારના દિવસે ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, ભગવાન શિવ પર માત્ર એક કળશ જળ અર્પણ કરવાથી જ પ્રસન્ન થઈ જાય છે અને તમામ મનોકામના પૂર્ણ કરે છે. શિવલિંગ પર જળ અર્પણ કરતા સમયે દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ખોટી દિશામાં જળ અર્પણ કરવાથી ભગવાન ભોળેનાથ નારાજ થઈ જાય  છે. 

શિવલિંગ પર જળ અર્પણ કરવાના નિયમ

  • ભગવાન શિવ પર જળાભિષેક કરતા સમયે ઊભું ના રહેવું જોઈએ, હંમેશા બેસીને જળાભિષેક કરવો જોઈએ. અનેક લોકો ઊભા રહીને શિવલિંગ પર જળ અર્પણ કરતા હોય છે, જેને અશુભ માનવામાં આવે છે. 
  • શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર જળ અર્પણ કરતા સમયે દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હંમેશા દક્ષિણ દિશામાં ઊભા રહીને શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ, જેથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. 
  • શિવલિંગ પર જળ અર્પણ કરતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે, જળ ઉત્તર દિશા તરફથી જ શિવલિંગ પર પડે. આ પ્રકારે કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. 
  • શિવલિંગ પર જળ અર્પણ કરતા સમયે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશામાં મોઢુ ના રાખવું જોઈએ. માનવામાં આવે છે કે, આ દિશામાં શિવજીની પીઠ હોય છે. આ દિશામાં મોઢુ રાખીને જળાભિષેક કરવાથી ફળ પ્રાપ્ત થતું નથી. 
  • શિવલિંગ પર ધીમી ધારે જળાભિષેક કરવો જોઈએ, જેથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોને અપાર આશીર્વાદ આપે છે. 
  • જળાભિષેક કર્યા પછી શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા ના કરવી જોઈએ. જળ અર્પણ કર્યા પછી જે સ્થળેથી બહાર નીકળે છે તેને ગંગા માનવામાં આવે છે અને ગંગાને ઓળંગવી ના જોઈએ . 
  • જળાભિષેક કરતા સમયે ઉચિત મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ.

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ